રાઈઝિંગ ઈન્ડીયાના મંચપર કેન્દ્રીયરમત-ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ ધ બિગ લીપ એન્ડ એહેડ પર ન્યૂઝ 18ના સમિત અવસ્થિ સાથે વાત કરી રહ્યા છે.
રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે, અગામી ચૂંટણીને લઈ તેમને મીડિયાની ચિંતા સૌથી વધારે છે, તેના પર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું મીડિયા મેનેજ નથી થઈ રહી એટલા માટે? આના જવાબમાં રાઠોડે કહ્યું કે, મીડિયાએ ક્યારે પણ મેનેજ ન થવું જોઈએ. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયાના આજના સમયમાં નકારાત્મક સમાચારો ખુબ વધી ગયા છે. તેનાથી બચવું ખુબ જરૂરી છે.
રાજ્યવર્ધન સિંહ રાઠોડ સાથે ચર્ચાના સમયમાં ન્યૂઝ 18ના સુમિત અવસ્થિએ જણાવ્યું કે, ખેલો ઈન્ડીયાની પોપ્યુલેરિટી ખુબ છે. તેમણે કહ્યું કે, સ્ટેજ પર આવ્યા પહેલા રાજ્યવર્ધનની મુલાકાત રમવીર સિંહ સાથે થઈ અને તમણે રાઠોડને કહ્યું કે, તેમણે તેમને ખેલો ઈન્ડીયા માટે યાદ ન કર્યો.
ભારતની સૌથી મોટી કમજોરી જાતીવાદ છે. આપણે ક્ષેત્રવાદ અને જાતીવાદમાંથી બહાર નીકળવાની જરૂર છે.
જો બીજેપીની સૌથી જુની સહયોગી પાર્ટી ટીડીપી વિપક્ષમાં જતી રહી તે કેમ, તેના પર રાઠોડે કહ્યું કે, ત્યાં અમારા ઘણા મિત્ર છે. હું તેમની સાથે મજાક કરૂ છું. બેસુ છું અને હું જાણું છું કે, કાલે તે અમારી સાથે બેસશે. આ બસ એક રાજનૈતિક પોઝિશનિંગ છે.
ભારતની રાજનીતિ બદલાઈ ગઈ છે અને હવે તે પહેલા જેવી નથી. દરેક મંત્રી દેશ માટે કામ કરવાના દબાણમાં છે. અને આ દેશ માટે ખુબ સારૂ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર