ભારતના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 દ્વારા યોજવામાં આવેલ રાઈઝિંગ ઈન્ડીયા સમિટના બીજા દિવસે, રાઈઝિંગ ઈન્ડિયાના લુકિંગ થ્રૂ ન્યૂ ઈન્ડિયા સત્રમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની અને સીબીએફસી ચીફ પ્રસૂન જોશીએ વાત ચીત કરી.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, હું ગઈકાલથી શિખામણ લઈને આવનાર નવા શાનદાર સમયની આશા રાખું છું. આજના યુગમાં કોમ્યૂનિકેશનથી કોઈ ચીજને 360 ડિગ્રી સોલ્યૂશન હોવું જોઈએ. હું જોવું છું કે, ક્રિએટીવિટીને ટેકનોલોજીની મદદ પણ મળી રહી છે અને ટેકનોલોજી ક્રિએટીવિટી માટે મોટો પડકાર પણ બની ગઈ છે. ક્રિએટીવિટી સાથે સામાજિક જવાબદારી પણ આવે છે. પ્રસૂન જોશી બંનેને સારી રીતે બેલેન્સ કરે છે.
સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, સંસ્કાર શબ્દનો એટલો બધો ઉપયોગ કરવામાં આવ્યો છે કે હવે તે ધબ્બો લાગી રહ્યો છે. આ વિશે પ્રસૂન જોશીએ કહ્યું કે, આપણે આપણા નફા-નુકશાન માટે સંસ્કાર શબ્દનો ઉપોયગ કરી રહ્યાં છીએ.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ન્યૂ ઈન્ડિયા માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત નથી. બ્રોડકાસ્ટ મીડિયા માટે એક કોડ ઓફ કંડક્ટ છે. પરંતુ ઓનલાઈન મીડિયા માટે આવી કોઈ જ ગાઈડલાઈન નથી. સરકાર આના પર કામ કરી રહી છે. અમે ફેક ન્યૂઝની અસરને નજર અંદાજ કરી શકતા નથી, સરકાર ટ્રોલ મોનિટર બનવાની દિશામાં કામ કરી રહી છે.
સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર પોતાનો વિચાર રજૂ કરતા કહ્યું કે, જ્યારે તમે કિચનમાં જાઓ છો તો તમે આગથી સાવધાન રહો છો. તેવી જ રીતે તમે રાજનીતિમાં આવો છો તો તમારે તે વાત માટે તૈયાર રહેવું પડશે કે, કેટલાક લોકો તમારી નિંદા કરવા માટે તૈયાર બેઠા છે. હું મારી જવાબદારી અને અધિકારો પ્રત્યે જાગૃત છું. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિને પોતાના રાઈટ્સની જાણકારી હોવી જોઈએ. સવારે ઉઠ્યા બાદ દરેક વ્યક્તિને ઓછામાં ઓછો એક કલાક પોતાની જાતને આપવો જોઈએ.
આ બાજુ સીબીએફસી ચીફની જવાબદારી મળવા પર પ્રસૂન જોશીએ કહ્યું કે, આ તેમના માટે એક નવી જવાબદારી હતી. મે ક્યારેય ક્રિએટીવિટને તે જગ્યાએથી જોઈ નહતી. જોશીએ કહ્યું, આપણે ડિબેટથી વધારે ડિસ્કશન પર ફોકસ કરવું જોઈએ. આ મારા પોઈન્ટ કે તમારા પોઈન્ટની વાત નથી, આ એક સંવેદનશીલ ઈકોસિસ્ટમ બનાવી રાખવાની વાત છે.
પ્રસુન જોશીએ વધુમાં કહ્યું કે, આજે આપણે જે દુનિયામાં રહીએ છીએ તે પરસ્પર જોડાયેલી છે. ફ્રિંજ વોઈસ જેવું કશુ જ નથી. જ્યારે લોકોને મંચ મળે છે ત્યારે તેઓ રુડ થઈ જાય છે. આપણે માત્ર તેમને હેન્ડલ કરવાનું શિખવું પડશે. દરેક સત્યતાનો જન્મ ભૂતકાળથી થાય છે. કલાકાર સમાજને તકલીફ પહોંચાડવા માટે કામ કરતું નથી. એક કલાકાર સમાજના ભલાઈ માટે કામ કરે છે.
પ્રશુન જોશીએ પદ્માવત ફિલ્મને લઈ જણાવ્યું કે, સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતના નામ પરથી I હટાવવા પર મે કહ્યું. અમે પદ્માવતીના નામમાંથી I હટાવવામાં આવ્યો કેમ કે, બધા તેના પર રાજી થયા હતા કે, જાયસીની કવિતાનું નામ પદ્માવત હતું. ફિલ્મકાર આ વાતને લઈને રાજી થઈ ગયા. મીડિયાએ કહ્યું કે, અમે ફિલ્મમાં 400 કટ લગાવ્યા, તે અજીબોગરીબ હતું. ફિલ્મમેકરે કહ્યું કે, તેમની ફિલ્મ જેવી બની હતી તેવી જ રિલીઝ થઈ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર