ભારતના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 દ્વારા યોજવામાં આવેલ રાઈઝિંગ ઈન્ડીયા સમિટના બીજા દિવસે, રાઈઝિંગ ઈન્ડિયા સાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન જોડાયા, તેમણે 'મેકિંગ ઈન હેપન ઈન ઈન્ડીયા' પર પોતાનું વિઝન જણાવ્યું. તો જોઈએ શું કહ્યું સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને.
સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું કે, અમારુ ફોકસ મશીનોના આયાતમાં કમી કરવાનો છે. અમારો બીજો ફોકસ પોતાના ઉપયોગ માટે અને નિકાસ માટે હથિયારોનું નિર્માણ કરવાનો છે. અમારો ત્રીજો ફોકસ સેનાને તૈયાર કરવાનો છે. અમે આ ત્રણેય દિશાઓમાં ઝડપી વિકાસ કર્યો છે.
તેમણે કહ્યું કે, આપણું ફોકસ તે વાત પર હોવું જોઈએ કે, આપણે ભારતને એક સંરક્ષણ સંશાધનોના મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં સ્થાપિત કરી શકીએ. આનો હેતું આયાતને ઓછી કરી કરવાનો અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને તૈયાર કરવાનો છે. મિનિસ્ટ્રી સાથે કામ કરવા માટે પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટર એન્ટપ્રાઈઝ્સ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. અમારૂ ફોકસ ભારતમાં બનેલી ચીજો પર છે
નિર્મલા સીતારમને કહ્યું કે, અમે સંરક્ષણ બજેટથી ખુશ છીએ. અમારૂ ફોકસ મિલિટ્રીને મોડર્નાઈઝ કરવા પર છે અને અમે જાણીએ છીએ કે, દેશમાં અમારે ઘણા બધા કામ કરવાની જરૂરત છે.
રાફેલ કરાર મુદ્દે સૌથી મોટો ખુલાસો કરતા નિર્મલા સીતારણને કહ્યું કે, વિપક્ષ વારં-વાર આ વાતની તુલના કરે છે કે તે ઓછા ભાવમાં ખરીદ્યા હતા અમે વધારે કિંમતમાં ખરીદ્યા, પરંતુ સત્યતા તો તે છે કે, તેમને સૌદો કર્યો નહતો અને અમે ખરીદી લીધા. સીતારમને કહ્યું, તમે દુકાનો પર જાઓ છો, તમે ગમે તેટલો ભાવ કરાવો, તમને દરેક દુકાનવાળો અલગ ભાવ જણાવશે. વાત તો ત્યારે થશે જ્યારે તમે તે સામાન ખરીદીને લઈને આવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર