એક સમય હતો બીજેપી પાસે એક પણ સીટ ન હતી, આજે બીજેપીની સરકાર છે: અમરિંદર સિંગ

News18 Gujarati
Updated: March 17, 2018, 5:56 PM IST
એક સમય હતો બીજેપી પાસે એક પણ સીટ ન હતી, આજે બીજેપીની સરકાર છે: અમરિંદર સિંગ
દિલ્હીના પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને જવાબદાર ઠેરવવા પર કેપ્ટન અમરિંદરે કહ્યું- હું મારા ખેડૂતોને પરાલી સળગાવવાથી રોકી શકતો નથી...

દિલ્હીના પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને જવાબદાર ઠેરવવા પર કેપ્ટન અમરિંદરે કહ્યું- હું મારા ખેડૂતોને પરાલી સળગાવવાથી રોકી શકતો નથી...

  • Share this:
ભારતના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 દ્વારા યોજવામાં આવેલ રાઈઝિંગ ઈન્ડીયા સમિટના બીજા દિવસે, રાઈઝિંગ ઈન્ડીયાના મંચ પર ન્યૂઝ18ના કન્સલ્ટિંગ એડિટર વીર સાંધવી સાથે પંજાબના સીએમ કેપ્ટન અમરિદર સિંગ ચર્ચા કરી. તો જોઈએ શું કહ્યું અમરિંદરસિંગ.

વીર સંઘવીએ કેપ્ટન અમરિંદરને સવાલ પુછ્યું કે વિક્રમ મજેઠીયાએ અરવિંદ કેજરીવાલ પાસે માફી માંગી છે. જેમાં આમ આદમી પાર્ટીમાં ધમાલ મચી હતી. જેના જવાબમાં કેપ્ટન અમરિંદરે કહ્યું કે અરવિંદ કેજરીવાલ આમતેમ કુદતા રહે છે, ખબર નહીં તેમણે આવું કેમ કર્યું. કેપ્ટન અમરિંદરે કહ્યું કે, મેં સાંભળ્યુ છે કે તેમના વિરુદ્ધ માનહાનિના ઘણા મામલા છે. હોઈ શકે કે તેઓ પોતાનું વજન થોડું ઓછુ કરવા માંગતા હોય.

કેપ્ટન અમરિંદર સિંગ જણાવ્યું કે, મે એ દિવસો પણ જોયા છે જ્યારે બીજેપીની પાસે એક સીટ હતી અને આજે બીજેપીની સરકાર છે. સમય-સમયની વાત છે. આજે કોંગ્રેસ સત્તામાં નથી. કાલે કાંઈ બીજુ જ હશે.

અમરિંદર સિંગે કહ્યું કે, લોકોની આશાઓ ખુબ જ વધારે છે. આજે જનતા બીજેપી પાસેથી આશા રાખી રહી છે. જો તેમની આશાઓ પૂરી થશે નહી તો તેઓ અન્ય કોઈને પંસદ કરશે. પંજાબમાં એક સમયે કોંગ્રેસની 14 સીટો હતી, આજે અમારી સરકાર છે. કેપ્ટન અમરિંદર રાહુલ ગાંધી વિશે વાત કરતાં અમરિંદરે કહ્યું, જ્યારે રાજીવ ગાંધીએ ભાષણ આપવાનું શરૂ કર્યું તો તેઓ મને કહેતા હતા કે, હું તેમની ભૂલ બતાવું. બે વર્ષ બાદ તેમને યૂએનમાં શાનદાર ભાષણ આપ્યું હતું. લોકો સમય સાથે મોટા થાય છે. રાહુલ પણ સમય સાથે મોટો થયો છે. તેમને રાજનીતિમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તે આપણે જોયું કે રાહુલ સિંગાપુર, સિલિકોન વેલી ગયા, આપણે તેમને દેશભરમાં ચૂંટણી પ્રચાર કરતાં જોયા છે.

મે હાલમાં જ 30 હજાર નોકરીઓ ઉપલબ્ધ કરાવી અને આમાંથી માત્ર 700 સરકારી હતી. અન્ય નોકરીઓ પ્રાઈવેટ સેક્ટરની હતી. પ્રાઈવેલટ સેક્ટર્સમાં 13 લાખ પર એનમ સુધીનું પેકેજ લોકોને મળ્યું. દિલ્હીના પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને જવાબદાર ઠેરવવા પર કેપ્ટન અમરિંદરે કહ્યું- હું મારા ખેડૂતોને પરાલી સળગાવવાથી રોકી શકતો નથી.
First published: March 17, 2018, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading