દેશના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18ના આઈઝિંગ ઈન્ડીયા સમિટીની શરૂઆત થઈ ગઈ છે. સમિટના પહેલા દિવસે એટલે કે શુક્રવારે નરેન્દ્ર મોદીએ 2022 માટે પોતાનું વિઝન સ્પષ્ટ કર્યું, જ્યારે આજે રાજનાથ સિંહ નોબલ પુરસ્કાર સન્માનિત પોલ ક્રુગમેન, મોર્ગન સ્ટેનલના ચીફ રૂચિર શર્માએ પોતાની વાતો રજૂ કરી. આ બધા વચ્ચે ફિલ્મ કલાકાર રણવીર સિંહે પણ રાજીવ મસંદ સાથે ચર્ચા કરી.
બોલીવુડ અભિનેતા રણવીર સિંહ પોતાના હસી મજાકના અંદાજમાં રાઈઝિંગ ઈન્ડીયાના મંચ પર આવ્યા. તે પોતાની ફિલ્મ પદ્માવતના કલબિલિયા ગીત સાથે નાચતા-નાચતા સ્ટેજ પર આવ્યા. તો જોઈએ રમવીર સિંહે શું કહ્યું.
રણવીર સિંહે પોતાની હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મની સફળતા પર કહ્યું કે, આ સફળતાથી તે ખુબ ખુશ છે. તેમણે કહ્યું કે, તે બાળપણથી જ બોલિવુડથી પ્રભાવીત હતો. અહીં કરિયર બનાવવું અને દર્શકોનો આટલો પ્રેમ મળવો મારા માટે તો એક સપના જેવું છે. તેણે કહ્યું કે, બોલિવુડમાં તેણે પોતાની જગ્યા ખુદ બનાવી છે.
રાઈઝિંગ ઈન્ડીયાના મંચ પર રણવીર સિંહે કહ્યું કે, હું રોજ જ્યારે ઊંઘીને ઉઠું છું તો, મને લાગે છે કે હું કોઈ સપનું જોઈને ઉભો થયો છું. જ્યારે કોઈ ફિલ્મ સારૂ કરે છે, તો મને વધુ સારૂ કામ કરવાની તાકાત મળે છે.
રણવીરસિંહે જણાવ્યું કે, શરૂઆતમાં જ્યારે મારી ફિલ્મના પોસ્ટર લાગતા, તો લોકો પુછતા કે આ છોકરો કોણ છે? આ યશરાજનો નવો છોકરો છે? આદિત્ય ચોપડાએ મને કહ્યું કે, હું તારા પોસ્ટર લગાવી તારી ફિલ્મ નહીં ચલાવી શકુ, તારે સારી એક્ટિંગ કરવી પડશે. તુ કન્વેશનલી ગુડ લુકિંગ પણ નથી, જેનો મતલબ છે કે તુ સારો દેખાતો નથી.
આદિત્ય ચોપડાને અહેસાસ હતો કે, સ્ટાર સિસ્ટમ આ ઈન્ડસ્ટ્રીઝને ખતમ કરી રહી છે. એટલા માટે જ તેમણે ઓડિશન લઈ મને પસંદ કર્યો. તેમણે મારા પર ભરોસો કર્યો, અને કહ્યું કે, થોડી મહેનત અને થોડી કિસ્મત તને મોટો સ્ટાર બનાવી શકે છે.
પોતાના કરિયર વિશે વાત કરતા રણવીરે કહ્યું કે, 2013 સુધીમાં હું પોતાની જગ્યા બનાવવાની કોશિસમાં હતો. લૂટેરાએ મને ક્રિટિકલ અલ્કેમ આપ્યો. હું ઈચ્છ તો હતો કે, લોકો મને પસંદ કરે.
રણવીરે રાઈઝિંગ ઈન્ડીયા મંચ પર કહ્યું કે, મને લોકોને મળવું, વાતો કરવું ગમે છે. હું હજુ પણ ક્યારેક માની નથી શકતો કે હું એક એક્ટર છું અને ફેમસ છું. તો જ્યારે હું લોકોને લોકોને એક્સાઈટ થતા જોઉં ત્યારે હું પોતે પણ ઉત્સાહિત થઈ જાઉં છું.
લાઈમ લાઈટમાં રહેવા માટેના નુકશાન અને પ્રેશર વિશે વાત કરતા રણવીરે કહ્યું કે, હું ભીડમાં જોઈને કહી દઉ કે કોણ અસલી ફેન છે, અને કોણ માહોલ ખરાબ કરવા માટે આવ્યો છે. એકવાર જ્યારે હું વોશરૂમમાં હતો, તો એક આદમી સેલ્ફી લેવા મારી પાસે આવી ગયો.
રણવીર સિંહે પદ્માવત ફિલ્મના વિવાદ પરના પ્રશ્ન પર કહ્યું કે, જ્યારે પદ્માવતના સેટ્સને નુકશાન પહંચાડવામાં આવ્યું, તો પહેલા હું ચોંકી ગયો. મને ખુબ ગુસ્સો આવી રહ્યો હતો. હું માની રહ્યો નહતો કે, આપણે 2017માં જીવી રહ્યા છીએ કે જુના જમાનામાં. જે મશીનો, કેમેરા તોડવામાં આવ્યા, તેનાથી હજારો લોકોનું ઘર ચાલતું હતું. ફિલ્મનો સેટ મારા માટે મંદિર સમાન હોય છે. મારી પૂજાની જગ્યા પર જઈ કેટલાક લોકોએ ખુબ ખરાબ વર્તન કર્યું.
પદ્માવત ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનો અભિનય કરતા સમયનો અનુભવ કેવો રહ્યો? આના જવાબમાં રણવીરે કહ્યું કે, ખિલજી હવે મારી સિસ્ટમમાંથી બહાર નીકળી ગયો છે. હવે હું એક અલગ વ્યક્તિ છું. ખિલજીના કિરદારમાં ઘુસવું એક ખતરનાક પ્રોસેસ હતી. તમને ખબર નહીં હોય કે, એક રેબિટ હોલમાં તમે કેટલા અંદર જઈ શકો છો. મને જ્યારે દર્દ તતું તો, હું બરફના ટબમાં ડુબી જતો. આ પહેલા આવો અભિનય મે ક્યારે નથી કર્યો. હું ક્યારે કઈ રિગ્રેટ નથી કરતો. મને લાગે છે કે, કોઈનું ડાર્ક સાઈડ હોય છે. તે પોતાની અંદર તમામ કચરો ભરીને તેને આગ લગાવવા જેવું હતું, પછી જે બહાર આવ્યું, તે તમને મારા રોલમાં જોવા મળ્યું.
દીપિકા પાદુકોણ સાથે જોડાયેલા એક પ્રશ્નમાં રણવીરે કહ્યું કે, તેમનો અને દીપિકાનો સંબંધ પ્રશંસાનો છે. રણવીરે કહ્યું કે, તે એક એક્ટર તરીકે દીપિકાના ઘણા વખાણ કરે છે, પરંતુ તે માત્ર મને એક્ટર નથી સમજતી. ચર્ચા સમયે રણવીરે તે પણ કહ્યું કે, તે પોતાની લાઈફને ક્યારે સીરિયસલી નથી લેતો, તેણે કહ્યું કે, લાઈફને ક્યારે પણ સીરિયસલી ન લેવે જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર