ભારતની સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18ના રાઈઝિંગ ઈન્ડીયા સમિટમાં ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું 2022નું વિઝન સ્પષ્ટ કર્યું, ત્યારબાદ આજે રાજનાથ સિંહ, બોલિવુડ કલાકાર રમવીર સિંહ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ જેવા નેતાઓએ રાઈઝિંગ ઈન્ડીયા મંચ પર પોતાની ચર્ચા કરી. હવે આ મંચ પર ભારત અને દુનિયા સત્રમાં પૂર્વ વિદેશ સચિવ શ્યામ શરણ, નિરૂપમા રાવ અને ઈન્ડીયા ફાઉન્ડેશનના શૌર્ય ડોભાલ અને બીજેપીના ફોરેન અફેયર્સ વિભાગના પ્રભારી વિજય ચોથાઈવાલ ન્યૂઝ 18ના જક્કા જેકબ સાથે વાતચીત કરવા આવ્યા, તો જોઈએ આ મહાનુભાવોએ કેવા પ્રશ્નોના જવાબ આપ્યા.
વિજય ચોથીવાલે જણાવ્યું કે, દુનિયાના મોટાભાગના ઈસ્લામિક દેશ અને ઈઝરાયલ સાથેના આપણા દેશના સંબંધ સારા છે.
આ બાજુ શ્યામ શરણે જણાવ્યું કે, 15 વર્ષમાં ભારત અને ચીનના સંબંધ સામાન્ય બનીને રહ્યા છે. જ્યારે ભારત વિકાસ કરી રહ્યું છે, સામે ચીન પણ વિકાસ કરી રહ્યું છે. આ પમ એક સત્યા છે કે, બંને દેશો વચ્ચે અંતર પણ વધી રહ્યું છે. ભારત સામે ચેલેન્જ છે કે, તે કેવી રીતે આ અંતરને દૂર કરી બંને દેશ વચ્ચે સંબંધ સુધારે.
શ્યામ શરણે વધુમાં કહ્યું કે, વૈશ્વિક નેતાઓ માટે ભારત એક એવી જગ્યા બની ગયું છે કે, જ્યાં તેમનું આવવું જરૂરી બની ગયું છે. આ એક ઉભરતી તાકાત છે. આપણા દેશે આપણી સ્ટ્રક્ચરલ કમજોરીઓ પર ફોકસ કરી તેને સરખી કરવાની છે. જે સંભંધ આપણે બનાવી રહ્યા છીએ, તેના પર ફોકસ કરી આપણે પાડોશીઓ પર ધ્યાન આપવાનું છે. આપણે આ મોકાનો ફાયદો ઉઠાવવાની જરૂર છે.
બીજીબાજુ નિરૂપમા રાયે જણાવ્યું કે, ચીનની મહત્વકાંઠા સુપર પાવર બનવાની છે. તેની મહત્વકાંક્ષા તેની સુરક્ષાની ભાવનાનું કારણ છે. ભૂગોલ, રાજનૈતિક તાકાત અને અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખતા જિયો સ્ટ્રેટજી તૈયાર કરવી પડશે. કેટલીક દુરી પાર કરી પડશે, કારણ કે, ચીન પહેલાથી ઘણું આગળ નીકળી ગયું છે.
નિરૂપમા રાયે વધુમાં કહ્યું કે, બધુ જ પાડોશીઓથી શરૂ થઈ ત્યાં જ ખતમ થવું જોઈએ. ભારત એક એવું ચુંબક છે, જે સૌથી બેસ્ટ અને સૌથી ખાસને પોતાની તરફ ખેંચે છે, પરંતુ આપણે પડોશિયો માટે પોતાના દરવાજા ખોલવા પડશે. પહેલાની તુલનામાં વિસ્તારોમાં ચીનની તાકાત વધી રહી છે. આપણે તેની તાકાતને સમજવી પડશે. શ્રીલંકા, માલદીવ્સને જોતા ચીન ભારતને નજરઅંદાજ નહીં કરી શકે.
ત્યારબાદ શૌર્ય ડોભાલે કહ્યું કે, ભારત પોતાના આર્થિક વિકાસના કારણે વિકાસ કરી રહ્યું છે. આનો શ્રેય ભારતના નાના-મોટા ઉદ્યોગપતિઓને જાય છે, જે અમારા માટે સોફ્ટ પાવર છે. ભારત-યૂએસ રિલેશનનો મહત્વપૂર્ણ અંગ છે, બેનેની એક બીજા પરની નિર્ભરતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર