ભારતના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18 દ્વારા યોજવામાં આવેલ રાઈઝિંગ ઈન્ડીયા સમિટના બીજા દિવસે, રાઈઝિંગ ઈન્ડિયા સાથે બોલિવુડ એક્ટર્સ કંગના રનૌત પણ જોડાઈ, તેમણે 'ધ મેકિંગ ઓફ એન સ્ટાર' પર પોતાનું વિઝન જણાવ્યું. તો જોઈએ શું કહ્યું કંગના રનૌતે.
બહારના લોકોને ઈન્ડસ્ટ્રી કેવી રીતે અલગ ફિલ કરાવે છે, તેના જવાબમાં કંગનાએ કહ્યું કે, શરૂઆતમાં તમને ઘણી બધી વસ્તુઓ વિશે ખબર હોતી નથી. જેવી રીતે મને સીન અને શોર્ટ વચ્ચેનો અંતર ખબર નહતી. શરૂઆતમાં કોઈએ મને કહ્યું કે, તમારા બે સીન છે અને મને લાગ્યું કે બો શોર્ટ છે જે અડધા કલાકમાં ખત્મ થઈ જશે.
નેપોટિઝ્મ પર કરણ જૌહર સાથે થયેલ કન્ટ્રોવર્સી પર કંગના રનૌતે કહ્યું કે, આ જ આઝાદી છે કે, તમે કરણ જૌહર પર દબાણ બનાવી શકતા નથી કે કોને પોતાની ફિલ્મમાં લે કે ના લે. બીજી તરફ મને પણ કોઈ કહી શકતું નથી કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને અમે બંને ઈન્ડસ્ટ્રીના જ ભાગ છીએ.
કંગના રનૌતે જણાવ્યું કે, મને લાગે છે કે, લોકો તમને ડિસ્ક્રિમિનેટ કરે છે તો તમે કોઈ જ ખરાબી નથી. મોટી સમસ્યા તે છે કે, આપણે આપણું જીવનમાં કેટલાક પરસેપ્શન લઈને ચાલીએ છીએ. જ્યારે હું આ બધુ સહી રહી હતી ત્યારે તેના વિશે મે કોઈને ફરિયાદ ન કરી. મે ત્યારે કહ્યું જ્યારે હું કંઈક બની ગઈ. દુનિયા તમારા માટે નિષ્પક્ષ રહેશે નહી.
કંગના રનૌતે કહ્યું કે, હું મોદીની મોટી ફેન છું. હું વધારે ન્યૂઝ પેપર વાંચતી નથી. પરંતુ તેઓ એક સક્સેસ સ્ટોરી છે, એક સામાન્ય વ્યક્તિની મહત્વકાંક્ષા, એક ચાવાળો આજે દેશનો પીએમ છે. તે તેમની નહી દેશના લોકતંત્રની જીત છે. દુનિયા પર્ફેક્ટ થઈ શકતી નથી પરંતુ આને આપણે બેલેન્સ કરી શકીએ છીએ.
કંગનાએ કહ્યું ,જ્યારે તમે કંઈક કહો છો ત્યારે તેનું નુકશાન શું હોય છે? જેવી રીતે સ્વરા ભાસ્કરે સંજય લીલા ભંસાલીને પત્ર લખ્યો અને તેમને ટ્રોલ કરવામાં આવ્યા. આના પર કંગનાએ કહ્યું, તે ખુબ જ સારી રીતે લખેલ પત્ર હતો. હું સ્વરાથી સહમત નથી પરંતુ પીસ ખુબ જ સારૂ પત્ર ખુબ જ સારો લખ્યો હતો. પરંતુ જે રીતે તેમને ટ્રોલ કરવામાં આવ્યા તે ખોટું હતું.
કંગના રનૌતને પૂછવામાં આવ્યું કે, શું ખુલીને પોતાની વાત રાખવાની કોઈ કિંમત તેમને ચૂકવવી પડી? આના પર કંગનાએ કહ્યું કે આના કારણે તેમને ખુબ જ સ્ટ્રેસ થાય છે. તેમને કહ્યું કે, તેમના પર ઘણી વાર એવા આરોપ લગાવ્યા છે કે, જેને લઈને તેમને જેલ પણ થઈ શકતી હતી. હું ઘણીવાર ડરી પણ જાઉ છું.
કંગના રનૌતે કહ્યું કે, મારા સામે કોઈ જ ગોસિપ કરતું નહી, બધાને ડર છે કે, આના સામે બોલીશું તો ખબર નહી ક્યાં, કોના સામે, કયા સ્ટેજ પર બોલશે. જે રીતનું કામ હું કરવા માંગુ છું તે હુ હાલ પણ કરી રહી છું. જે લોકો સાથે મે ક્રિએટિવલી જોડાવવા ઈચ્છતી હતી તેઓ હાલ પણ મારા સાથે છે અને જેને ફરક પડતો નથી તેઓ નથી.
મારા ઘણા અફેર રહ્યા છે. દરેક બ્રેક અપ બાદ લાગે છે કે હવે મારી લવ લાઈફ ખત્મ થઈ ગઈ. મારા માટે પ્રેમ માત્ર ફિઝિકલ નથી, આ સ્પિરિચ્યુઅલ પણ છે. આ એક શાનદાર અનુભવ છે. સેન્સર બોર્ડ ચીફ બનવા પર કેવી ફિલ્મો બનાવશે તેના પર કંગનાએ કહ્યું કે, આ પોસ્ટ માટે પ્રસૂન જોશી યોગ્ય વ્યક્તિ છે. તેમણે કહ્યું કે, તે ક્યારેય પ્રસૂન જોશી ના થઈ શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર