News 18 Exclusive: વિકાસ દુબેએ કબુલ્યું- 5 પોલીસકર્મીઓની લાશને બનાવી દિવાલ, સળગાવવાની હતી તૈયારી

News18 Gujarati
Updated: July 9, 2020, 7:10 PM IST
News 18 Exclusive: વિકાસ દુબેએ કબુલ્યું- 5 પોલીસકર્મીઓની લાશને બનાવી દિવાલ, સળગાવવાની હતી તૈયારી
વિકાસ દુબેએ કબુલ્યું- 5 પોલીસકર્મીઓની લાશને બનાવી દિવાલ, સળગાવવાની હતી તૈયારી

પોલીસ સૂત્રોના મતે પોતાના કબૂલનામાં વિકાસ દુબેએ જણાવ્યું કે કાનપુરમાં ઘટના પછી તેના ઘરની સાવ બાજુમાં કુવાની પાસે 5 પોલીસકર્મીઓની લાશોને એકની ઉપર એક રાખવામાં આવી હતી

  • Share this:
લખનઉ : મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) ધરપકડ થયેલા યૂપીના ગેંગસ્ટર વિકાસ દુબેને (Vikas Dubey) યૂપી લાવવાની પ્રકિયા તેજીથી ચાલી રહી છે. આ દરમિયાન વિકાસ દુબેનું કબુલનામુ (Confession) સામે આવ્યુ છે. સૂત્રોના મતે પોલીસની સામે વિકાસ દુબેએ ઘટનાની રાતને લઈને નિવેદન આપ્યુ છે. આ નિવેદનમાં જાણવા મળે છે કે કઈ રીતે નૃશંસ તરીકેથી સીઓ અને પોલીસકર્મીઓની હત્યા કરી હતી. એટલું જ નહી પોલીસકર્મીઓના શરીરને સળગાવવાનું ષડયંત્ર કર્યું હતું જેથી સાબિતી ના રહે.

સળગાવવાની તક ના મળી અને ફરાર થઈ ગયા

પોલીસ સૂત્રોના મતે પોતાના કબૂલનામાં વિકાસ દુબેએ જણાવ્યું કે કાનપુરમાં ઘટના પછી તેના ઘરની સાવ બાજુમાં કુવાની પાસે 5 પોલીસકર્મીઓની લાશોને એકની ઉપર એક રાખવામાં આવી હતી, જેમાં તે આગ લગાવીને સાબિતી નષ્ટ કરવાની યોજના હતી. આગ લગાવવા માટે ઘરમાં ગેલનમાં તેલ રાખવામાં આવ્યુ હતું. એક 50 લીટરના કેરબામાં તેલથી સળગાવવાની યોજના હતી. પરંતુ લાશોને એકઠી કર્યા પછી તેમને તક ના મળી અને તે ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો - આયુર્વેદિક દવાઓથી થશે કોવિડ-19ની સારવાર, ભારત-US ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરશે

સીઓ દેવેન્દ્ર મિશ્રા સાથે મારે બનતું ન હતું તેથી પગ કાપ્યોવિકાસ દુબેએ શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્રા વિશે જણાવ્યું હતું કે દેવેન્દ્ર મિશ્રા સાથે મારે બનતુ ન હતું. ઘણી વાર મને જોઈ લેવાની ધમકી આપી ચૂક્યા હતા. પહેલા પણ ઝગડો થઈ ચૂક્યો હતો. વિનય તિવારીએ પણ કહ્યું હતું કે સીઓ તમારી વિરુદ્ધ છે. જેને લઈને મને સીઓ પર ગુસ્સો હતો. સીઓને સામેના મકાનમાં મારવામાં આવ્યો હતો. મેં સીઓને માર્યો નથી પરંતુ મારી સાથેના માણસોએ બીજી બાજુથી કુદીને મામાના મકાનના આંગણામાં માર્યો હતો. પગ ઉપર પ્રહાર કર્યો હતો કારણકે મને જાણવા મળ્યું હતું કે તે બોલતો હતો કે વિકાસનો એક પગમાં ગરબડ છે. બીજો પણ તેવો કરી દઈશ. સીઓનું ગળુ કાપ્યુ ન હતુ. ગોળી નજીકથી માથામાં મારી હતી, તેથી અડધો ચહેરો ફાટી ગયો હતો.
Published by: Ashish Goyal
First published: July 9, 2020, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading