Home /News /national-international /

અલ-જવાહિરીને મારવા અમેરિકાના ડ્ર્રોને પાકિસ્તાનના એર સ્પેસનો કર્યો ઉપયોગ

અલ-જવાહિરીને મારવા અમેરિકાના ડ્ર્રોને પાકિસ્તાનના એર સ્પેસનો કર્યો ઉપયોગ

NEWS 18 Exclusive- ન્યૂઝ18ને એક ટોચના ગુપ્તચર સૂત્રએ વિશેષ માહિતી આપી કે, અમેરિકાએ અલ-કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીને મારવા માટે તેના ગુપ્ત ઓપરેશન દરમિયાન અફઘાનિસ્તાનના મિત્ર ગણાતા પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. અલ-જવાહિરી જ્યારે કાબુલમાં ઘરની બાલ્કનીમાં હતો ત્યારે, CIA સંચાલિત ડ્રોનમાંથી બે હેલફાયર મિસાઇલો દ્વારા માર્યો ગયો હતો. જેની જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિએ આપી હતી.

NEWS 18 Exclusive- ન્યૂઝ18ને એક ટોચના ગુપ્તચર સૂત્રએ વિશેષ માહિતી આપી કે, અમેરિકાએ અલ-કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીને મારવા માટે તેના ગુપ્ત ઓપરેશન દરમિયાન અફઘાનિસ્તાનના મિત્ર ગણાતા પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. અલ-જવાહિરી જ્યારે કાબુલમાં ઘરની બાલ્કનીમાં હતો ત્યારે, CIA સંચાલિત ડ્રોનમાંથી બે હેલફાયર મિસાઇલો દ્વારા માર્યો ગયો હતો. જેની જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિએ આપી હતી.

વધુ જુઓ ...
  અમેરિકાએ અલ-કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીને મારવા માટે તેના ગુપ્ત ઓપરેશન દરમિયાન અફઘાનિસ્તાનના મિત્ર ગણાતા પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. (Al-Qaeda terrorist killed) ન્યૂઝ18ને એક ટોચના ગુપ્તચર સૂત્રએ આ વિશેષ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે અલ-જવાહિરીએ 9/11ના હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. (USA 9/11 Attack) બાદમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પાસે પોતાના સાથીઓ સાથે મળી એક સંગઠન બનાવ્યું હતું. (The assassination Al-Zawahiri)

  સ્ત્રોતે પુષ્ટિ કરી કે, તેમણે ડ્રોન એક મધ્ય-પૂર્વીય દેશ, (સંભવતઃ સંયુક્ત આરબ અમીરાત, યુએઈ) થી ઉડાડ્યું હતું અને પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરી અફઘાન સરહદમાં પ્રવેશ્યું હતું. જવાહિરી જ્યારે કાબુલમાં તેના સેફ હાઉસની બાલ્કનીમાં ઊભો હતો ત્યારે યુએસના ડ્રોને બે મિસાઇલો છોડી હતી. જ્યાં જવાહિરીના પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા, પરંતુ મિશનમાં ફક્ત આતંકવાદી માસ્ટરમાઇન્ડ જ માર્યો ગયો હતો.

  અમેરિકાએ પહેલા જ એરસ્પેસ અને ડ્રોન પસાર કરવાની પરવાનગી માટે પાકિસ્તાનને નોટિસ આપી હતી. જો કે, પાકિસ્તાન કદાચ જાણતું ન હતું કે અમેરિકાનું નિશાન કોણ છે, એમ સૂત્રએ જણાવ્યું હતું. અલ-ઝવાહિરીની ઘણા સમયથી શોધ ચાલી રહી હતી. સપ્ટેમ્બરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે એફબીઆઈના 22 વોન્ટેડ આતંકવાદીઓની યાદી બહાર પાડી હતી, જેમાં અલ-કાયદાના ભૂતપૂર્વ નેતા ઓસામા બિન લાદેનની સાથે જવાહિરીનું પણ નામ હતું.

  અલ-જવાહિરી જ્યારે કાબુલમાં ઘરની બાલ્કનીમાં હતો ત્યારે, CIA સંચાલિત ડ્રોનમાંથી બે હેલફાયર મિસાઇલો દ્વારા માર્યો ગયો હતો. અહીં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો. પત્રકારોને માહિતી આપતા અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલામાં પરિવારના કોઈ સભ્યો કે અન્ય નાગરીકો ઘાયલ કે માર્યા ગયા નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને રાષ્ટ્ર અને કદાચ વિશ્વને સંબોધનમાં કહ્યું કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના નેતાને શોધી કાઢ્યો હતો. અને 25 જુલાઈના અઠવાડિયા પહેલા અલ-જવાહિરીને મારવા માટેના ઓપરેશન શરુ કર્યું હતું.

  આ પણ વાંચોAl Zawahiri Killed: અમેરિકાને મળી મોટી સફળતા, ડ્રોન હુમલામાં અલકાયદાનો ચીફ જવાહિરી ઠાર

  આ હુમલાઓમાં અલ-જવાહિરીની ભૂમિકા હતી

  અલ-જવાહિરીએ ઓસામા બિન લાદેન સાથે 2001માં યુએસએના 11 સપ્ટેમ્બરના હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. બિન લાદેનને 2011માં અમેરિકાએ પાકિસ્તાનના એબોટાબાદમાં માર્યો હતો. ઇજિપ્તમાં જન્મેલા અલ-જવાહિરીએ ડૉક્ટર બનવાની તાલીમ લીધી હતી. અમેરિકાએ તેના વિશે ખબર આપવા 25 મિલિયન યુએસ ડોલરનું ઈનામ પણ રાખ્યું હતું. તે 1998માં તાંઝાનિયા અને કેન્યામાં અમેરિકા એમ્બેસીમાં બોમ્બ ધડાકા તેમજ 2000માં યમનમાં યુએસએસ કોલ પર થયેલા હુમલાઓ માટે વોન્ટેડ હતો. 1998ના દૂતાવાસ બોમ્બ વિસ્ફોટમાં 12 અમેરિકનો સહિત 224 લોકો માર્યા ગયા અને 4,500 થી વધુ ઘાયલ થયા. 2000ના યુએસએ કોલ પર હુમલામાં 17 અમેરિકન નાવિક માર્યા ગયા.
  Published by:kiran mehta
  First published:

  Tags: World news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन