Home /News /national-international /

Yogi Government 2.0: સમૂહ લગ્નમાં પરણિત યુગલને ભેટમાં મળ્યું બુલડોઝર, દુલ્હન બોલી- થેન્ક્સ યોગી જી

Yogi Government 2.0: સમૂહ લગ્નમાં પરણિત યુગલને ભેટમાં મળ્યું બુલડોઝર, દુલ્હન બોલી- થેન્ક્સ યોગી જી

આ સમૂહ લગ્નમાં નવ કપલે સાત ફેરા લીધા હતા. વિવાહ પછી અન્ય ગૃહસ્થી સમાન સાથે જ્યારે વર-વહુને બુલડોઝર આપવામાં આવ્યું તો લોંકો ચોકી ગયા

Bulldozer Gift - યૂપીની વિધાનસભા ચૂંટણીમાં બાબાનું બુલડોઝર ઘણું ચર્ચામાં રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં યોગી સરકારે સરકારી જમીન પર કબજો કરનાર માફીયાઓની સંપત્તિ પર બુલડોઝર ચલાવ્યું હતું

    પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં બુલડોઝરનો (Bulldozer)જાદુ લોકોમાં ઘણો જોવા મળી રહ્યો છે. હવે આ યોગી સરકાર પાર્ટ-2 માં (Yogi Government 2.0) એક પ્રકારથી પ્રતિક ચિન્હ બની ગયું છે. આ અંતર્ગત પ્રયાગરાજમાં (Prayagraj)એક સમૂહ વિવાહમાં પરણિત યુગલોને ભેટમાં રમકડાનું બુલડોઝર આપવામાં આવ્યું હતું. આ આશ્ચર્ય પ્રકારની ભેટ યુવા ચોરસિયા સમાજ તરફથી કટારામાં આયોજીત સમૂહ લગ્નમાં આપવામાં આવી છે. આ સમૂહ લગ્નમાં નવ કપલે સાત ફેરા લીધા હતા. વિવાહ પછી અન્ય ગૃહસ્થી સમાન સાથે જ્યારે વર-વહુને બુલડોઝર આપવામાં આવ્યું તો લોંકો ચોકી ગયા હતા. વરરાજાએ કહ્યું કે આ બુલડોઝર અમારી બહેન-બેટીઓની સુરક્ષાનું પ્રતિક છે. આ ઉત્તર પ્રદેશના વિકાસનું પ્રતિક છે. દુલ્હને સીએમ યોગીનો આભાર માન્યો હતો.

     પ્રયાગરાજના મેયરે કહ્યું - બુલડોઝર યૂપીમાં સુખ-શાંતિનું પ્રતિક છે

    આ પ્રસંગે પ્રયાગરાજના મેયરે અભિલાષા ગુપ્તા નંદીએ કહ્યું કે બુલડોઝર યૂપીમાં સુખ-શાંતિનું પ્રતિક છે. આના માધ્યમથી આ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે યૂપીમાં જ્યાં પણ ખોટું કામ થશે બુલડોઝર બાબા તેમને પાઠ ભણાવશે. યોગી સરકારે બુલડોઝર ચલાવીને પ્રદેશ માફિયાનો સફાયો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં જોરદાર જીત મેળવી છે. યૂપીમાં યોગી સરકારના શપથ ગ્રહણ પછી બીજેપી કાર્યકર્તા ઉત્સાહિત છે. પ્રદેશના ઘણા જિલ્લામાં બીજેપી કાર્યકર્તાઓએ બુલડોઝર જુલુસ સરઘસ કાઢ્યા હતા.

    આ પણ વાંચો - ભાભી સાથેના અનૈતિક સંબંધમાં પતિએ નડતરરૂપ પત્નીની હત્યા કરી, રોડ અકસ્માત બતાવવાનો કર્યો પ્રયાસ, પણ આ રીતે ભાંડો ફૂટ્યો

    માફિયાઓની અવૈધ સંપત્તિ પર ચાલ્યું બુલડોઝર

    યૂપીની વિધાનસભા ચૂંટણીમાં બાબાનું બુલડોઝર ઘણું ચર્ચામાં રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં યોગી સરકારે સરકારી જમીન પર કબજો કરનાર માફીયાઓની સંપત્તિ પર બુલડોઝર ચલાવ્યું હતું. જેના કારણે બુલડોઝર ઘણું ચર્ચામાં રહ્યું છે. સ્થિતિ એવી છે કે બુલડોઝરનો હવે યુવાનોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પ્રશાસનિક સૂત્રોના મતે ચૂંટણીના પરિણામ સામે આવ્યા પછી અત્યાર સુધી ગાજિયાબાદ, શામલી, જૌનપુર, દેવબંદ, બહરાઇચ, પ્રયાગરાજ, દેવરિયા, નોઇડા, અમરોહામાં કરોડોની સંપત્તિ પર યોગી બાબાનું બુલડોઝર ચાલ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Uttar Pradesh‬, Yogi Government, ​​Uttar Pradesh News

    આગામી સમાચાર