OMG : કારમાં સવાર નવદંપતી જોડું હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયું

News18 Gujarati
Updated: February 21, 2020, 4:09 PM IST
OMG : કારમાં સવાર નવદંપતી જોડું હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયું
પોલીસે ઝડપેલા જોડાની ઓળખ આકાંક્ષા અને વિવેક તરીકે થઈ હતી.

Drugs Peddling : પોલીસે બિલાસપુરમાંથી પતિ-પત્નીની ધરપકડ કરી.અગાઉના કારસ્તાન જાણી ચોંકી જશો

  • Share this:
બિલાસપુર : હિમાચલ પ્રદેશના હેરોઇન તસ્કરીના બનાવોમાં એક પછી એક લોકોને પકડવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસે હેરોઇનના જથ્થા સાથે એક નવવિવાહિત જોડું પકડી પાડયું છે. આ દંપતીના કારસ્તાન ચોંકાવનારા છે. પોલીસના જાણાવ્યા અનુસાર બંને જણા અગાઉ પણ ડ્રગ તસ્કરીમાં ઝડપાયા હતા.

મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસની એસઆઈયુ ટીમે શુક્રવારે બધાઘાટમાં નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસે ચેકીંગ માટે એક કાર રોકી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન કારમાં દંપતીએ પોલીસની સામે નજર ન મેળવી અને વાત શરૂ કરી ત્યારે તેઓને શંકા ગઈ. પછી પોલીસ ટીમે કારની તલાશી લેતાં તેમના વાહનમાંથી 12.49 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.યુગલે સ્વીકાર્યુ કે તેમના તાજેતરમાંજ લગ્ન થયા હતા.

આ પણ વાંચો : તસવીરો : ફાઇવ સ્ટાર હોટેલ જેવું ભવ્ય છે મોટેરા સ્ટેડિયમ, ખેલાડીઓ અને VVIP માટે આવી સુવિધા હશે

બંને પર અગાઉ પણ કેસ નોંધાઈ ચુક્યો છે

દંપતી પાસેથી 12.49 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.


પોલીસે બૉડી-મઝેડવાં સમ્પર્ક માર્ગ ઉપર કાર રોકી હતી , અને કારમાં લીલી પોલિથિનમાં હેરોઇન રખાયું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે તેઓ પતિ અને પત્ની છે. બંનેની ઓળખ અકાંક્ષા (21) અને વિવેકકુમાર (24), બૉડી-મઝેડવાં ગામના રહેવાસ રહેવાસી તરીકે થઈ છે. આ કેસમાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ પર પહેલાં પણ ડ્રગ ટ્રાફિકિંગના કેસ નોંધાયા છે.
Published by: Jay Mishra
First published: February 21, 2020, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading