પુષ્કર : રાજસ્થાનના (Rajasthan)યાત્રાધામ પુષ્કર (Pushkar) વિસ્તારમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. લૂટેરી દુલ્હન ( bride)પરિવારના ઘરેણાં સહિત નણંદને પણ પોતાની સાથે લઇને નાસી ગઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી (CCTV) ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દુલ્હન (looteri dulhan)નણંદને પણ પોતાની સાથે લઈ જઈ રહી છે. પરિવારજનોએ ઘણી શોધખોળ બાદ પુષ્કર પોલીસ (Pushkar Police) સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પીડિત પરિવારનું કહેવું છે કે અમને ડર છે કે દીકરી સાથે કંઈક ખોટું થઈ જશે. 27 મેના રોજ પંચ કુંડ રોડ પર રહેતા યતુના લગ્ન ઝારખંડના જુમ્મા રામગઢની રહેવાસી પૂજા સાથે થયા હતા. યતુના પિતા દયા પ્રકાશે જણાવ્યું હતું કે પરિચિતે ઝારખંડમાં છોકરી પક્ષનો સંપર્ક કર્યો હતો. આ પછી યુવતીઓએ લગ્નમાં ખર્ચના નામે 3.50 લાખ રૂપિયા લીધા હતા. ઘરમાં લગભગ બધી જ વસ્તુઓ બરાબર ચાલી રહી હતી. દરમિયાન શુક્રવારે પુત્રવધૂ અચાનક દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. તે પોતાની સાથે 12 વર્ષની નણંદને પણ લઈ ગઈ હતી.
સાસુ-સસરાને કર્યા રૂમમાં બંધ
યતુના પિતાએ કહ્યું કે યતુ પુષ્કરમાં વોટર કેમ્પર સપ્લાય કંપનીમાં કામ કરે છે. ગત શુક્રવારે નિર્જળા એકાદશીના કારણે વહેલી સવારે પાણી આપવા ગયા હતા. મોકો મળતા જ દૂલ્હન પૂજાએ સાસુ શશીબાલા અને સસરા દયાપ્રકાશને રૂમમાં બંધ કરી દીધા. પછી તે નાસી ગઇ હતી. ભાભીએ પણ પ્રીતિને લાલચ આપીને સાથે લઈ ગઈ હતી. રૂમમાં બંધ યાતુના માતા-પિતા લાંબા સમય સુધી અવાજ કરતા રહ્યા.
પડોશીઓએ અવાજ સાંભળ્યો અને તેમને બહાર કાઢ્યા હતા. જે બાદ શુક્રવારે પુષ્કર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. પૂજા તેની સાથે 5 તોલાના ઘરેણાં લઈ ગઈ હતી.
સીસીટીવી ફૂટેજમાં થઇ કેદ
સવારે 10 વાગ્યે રેલવે સ્ટેશન તરફ જતી ટ્રેનના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે પ્રીતિ પણ જોવા મળી રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવથી પરીવારમાં અજંપા ભરી સ્થિતિ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર