ગુમલા. ઝારખંડ (Jharkhand)ના ગુમલામાં દુલ્હને (Bride) લગ્નના માત્ર 10 દિવસ બાદ જ પતિ (Husband)ની પથ્થરના ઘા મારી હત્યા (Murder) કરી દીધી. બાદમાં તેણે લાશને ગામના એક કૂવામાં ફેંકી દીધી. ઘટના સામે આવ્યા બાદ જિલ્લાના કામડારા પ્રખંડના બેતેરકેરા ગામમાં કોહમાર મચી ગયો. મળતી જાણકારી મુજબ આરોપી મહિલા લગ્ન માટે તૈયાર નહોતી. તેની મરજી વિરુદ્ધ પરિવારોએ બળજબરીથી મૃતક સાથે તેના લગ્ન કરાવ્યા હતા. 5 ફેબ્રુઆરીએ તેમનો લગ્ન પ્રસંગ (Marriage Function) યોજાયો હતો. પોલીસે (Police) આરોપી દુલ્હનની ધરપકડ કરી લીધી છે. કુરકુરા પોલીસ સ્ટેશનમાં આરોપીની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
કુરકુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છોટુ ઉરાંગે જણાવ્યું કે, સુરસાંગ બનટોલી નિવાસી સંજય તોપનોની 5 ફેબ્રુઆરીએ કામડારા પ્રખંડ ક્ષેત્રના જ ગામ બેતરકેરા નિવાસી સનિયારો સુરીન સાથે લગ્ન થયા હતા. આ લગ્ન યુવતીની મરજી વિરુદ્ધ કરવામાં આવી હતી.
ગત 11 ફેબ્રુઆરીએ નવદંપતી બેતેરાકેરા ગયા હતા. 16 ફેબ્રુઆરીએ આરોપી પત્ની તેને બોર ખાવા અને શાકભાજી તોડવાના બહાને પોતાના કાકાના ખેતરમાં લઈ ગઈ હતી. ત્યાં તક જોઈને તેને પથ્થરથી હુમલો કરી પતિની હત્યા કરી દીધી હતી. આરોપી પત્ની ત્યાંથી અટકી નહોતી અને તેણે પતિની લાશને એક કૂવામાં ફેંકી દીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સનિયારો સુરીને પરિજનોને જણાવ્યું હતું કે તે આ લગ્ન કરવા માંગતી નહોતી. તેમ છતાંય પરિજનોએ તેની મરજી વિરુદ્ધ જઈને સંજય સાથે તેના લગ્ન કરાવ્યા હતા. જોકે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોલીસથી બચવા માટે રડવાનું નાટક શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો તેને સાચી હકીકત જણાવી દીધી હતી. પોલીસે સનિયારો સુરીનની ધરપકડ કરી ગુરુવારે જેલ મોકલી આપી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર