કાશ્મીરમાં ઊભું થયું નવું આતંકી સંગઠન TRF, હંદવાડા હુમલાની જવાબદારી લીધી

News18 Gujarati
Updated: May 3, 2020, 2:14 PM IST
કાશ્મીરમાં ઊભું થયું નવું આતંકી સંગઠન TRF, હંદવાડા હુમલાની જવાબદારી લીધી
ડિસેમ્બર 2016માં આ સંગઠન વિરુદ્ધ સંસદે પ્રતિબંધ લગાવ્યો હતો. આ સંગઠન દ્વારા સાંસદ જો કોક્સની હત્યાના વખાણવામાં આવી હતી જેના કારણે ભારે વિરોધ પછી તેને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. 23 વર્ષીય કટરે હંમેશા આ સમૂહના સદસ્ય ન હોવાની વાત કહી છે. જો કે તેમ છતાં તે સંગઠનની રેલીઓમાં ભાગ લેતી આવી છે. જેમાં હિટલર સહી થા બેનર લઇને તે ઊભેલી જોવા મળતી હતી. સુનવણીમાં કટરના પૂર્વ પ્રેમી જોન્સ જો જે બ્રિટિશ નેશનલ પાર્ટીના યુવા શાખાના એક પૂર્વ સદસ્ય અને એક રેલ એન્જીનિયર છે તેને આ સંગઠનના નેતા અને રણનીતિકાર માનવામાં આવ્યો છે. અને કહેવાય છે કે તેણે આ આંતકવાદી સંગઠનમાં પ્રમુખ અને સક્રિય ભૂમિકા ભજવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદીન વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે

  • Share this:
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના કુપવાડા જિલ્લાના હંદવાડામાં શનિવારે થયેલા આતંકી હુમલા એન્કાઉન્ટર (Terrorist Encounter)ની જવાબદારી લશ્કર-એ-તૈયબા (LeT)ના The Resistance Front (TRF)એ લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ આતંકી એન્કાઉન્ટરમાં સેનાના બે અધિકારીઓ સહિત પાંચ જવાન શહીદ થયા હતા.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠનોમાં વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. લશ્કર-એ-તૈયબાના The Resistance Frontનો પ્રયાસ છે કે તેઓ કોઈ પણ રીતે હિજબુલ મુજાહિદીન આતંકી સંગઠનનને નબળું કરી દે. વર્ચસ્વની આ લડાઈમાં શનિવાર મોડી સાંજે લશ્કરના આતંકી સંગઠન TRFએ ભારતીય સેનાને પોતાનો નિશાન બનાવ્યો. આતંકી સંગઠને હિજબુલને નીચું દેખાડવા માટે હવે આ એન્કાઉન્ટરની જવાબદારી પણ લઈ લીધી છે.


આ પણ વાંચો, કુલભૂષણ જાધવને મુક્ત કરાવવા પાકિસ્તાન સાથે થઈ હતી બૅક-ચેનલ વાતચીતઃ હરીશ સાલ્વે


ઉલ્લેખનીય છે કે, હંદવાડામાં આતંકવાદીઓએ નાગરિકોને કેદ કરવાની જાણ થયાના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનમાં સેનાના પાંચ જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસની એક ટીમે હિસ્સો લીધો. પરિવારના કેદ તમામ નાગરિકોને સહી સલામત છોડાવવા માટે સમગ્ર વિસ્તારને પહેલી ઘેરી લીધો. મળતી માહિતી મુજબ, પોતાને ઘેરાતા જોઈ ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.બંને તરફથી લાંબા સમય સુધી એન્કાઉન્ટર ચાલ્યા બાદ અંતે ઘરમાં ફસાયેલા તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. એન્કાઉન્ટરમાં ઘરમાં છુપાયેલા બંને આતંકવાદીઓના પણ મોત થયા.

કર્નલ અને મેજર સહિત 5 જવાન શહીદચાંજમુલ્લા વિસ્તારમાં શનિવાર મોડી રાત સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં એક કર્નલ, એક મેજર, બે સેનાના જવાન અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર શહીદ થયા છે. શહીદ થનારામાં કર્નલ આશુતોષ, મેજર અનુજ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શકીલ કાજી, એક લાન્સ નાયક અને એક રાઇફલમેન સામેલ છે. કર્નલ આશુતોષ શર્માએ આતંકવાદીઓ વિરદ્ધ અનેક ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યા છે. આ એન્કાઉન્ટરમાં તેઓ શહીદ થયા છે.

આ પણ વાંચો, હંદવાડા એન્કાઉન્ટરઃ આતંકીઓની કેદથી પરિવારને મુક્ત કર્યો પરંતુ પોતે શહીદ થયા 5 વીર જવાન

 

 
First published: May 3, 2020, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading