પૈસા માટે માતાના ખોળામાંથી નવજાતને છીનવીને નાચવા લાગ્યાં કિન્નરો, બાળકનું મોત

News18 Gujarati
Updated: January 25, 2020, 11:31 AM IST
પૈસા માટે માતાના ખોળામાંથી નવજાતને છીનવીને નાચવા લાગ્યાં કિન્નરો, બાળકનું મોત
પ્રતિકાત્મક તસવીર

પોલીસે જણાવ્યું કે કિન્નરોએ માતાના ખોળામાં ઊંઘી રહેલા બાળકની છીનવી લીધું હતું અને ડાન્સ કરવા લાગ્યા હતા.

  • Share this:
ઝારગ્રામ : પશ્ચિમ બંગાળ (West Bengal) સ્થિત ઝારગ્રામ (Jhargram)માં એક નવજાતનું ત્યારે મોત થયું હતું, જ્યારે કિન્નરોના એક જૂથે તેને માતાના ખોળામાંથી છીનવી લીધું હતું. પોલીસે જણાવ્યું કે કિન્નરો બાળકની માતા પાસેથી પૈસા માંગી રહ્યા હતા. સ્થાનિક લોકો પાસેથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઉત્તર શિલ્ડા નિવાસી ચંદન ખિલાડીના ઘરે બે જોડિયા બાળકનો જન્મ થયો હતો.

જેમાંથી એક બાળકને હૃદયની બીમારી હોવાથી હોસ્પિટલમાં દાખલ હતો. જન્મના 20 દિવસ પછી હૉસ્પિટલમાંથી રજા મળતા બાળકને ઘરે લાવવામાં આવ્યો હતો. બાળકને ઘરે લાવવામાં આવ્યાના સમાચાર મળતા જ કિન્નરો પણ ઘરે પહોંચી ગયા હતા. કિન્નરોએ 11 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે આપવાનો પરિવારે ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં કિન્નરોએ પરિવારને ગાળો ભાંડી હતી.

માતાના ખોળામાંથી બાળકને છીનવી લીધું

પોલીસે જણાવ્યું કે કિન્નરોએ માતાના ખોળામાં ઊંઘી રહેલા બાળકની છીનવી લીધું હતું અને ડાન્સ કરવા લાગ્યા હતા. જે બાદમાં પરિવારના લોકો તેમને બે હજાર રૂપિયા આપવા તૈયાર થયા હતા. આ દરમિયાન બાળકને ફરીથી તકલીફ શરૂ થઈ ગઈ હતી. જે બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર ફેલાતા જ પાડોશીઓએ કિન્નરોને ઘેરી લીધા હતા, જેનાથી તેઓ ભાગી ન શકે. જે બાદમાં પોલીસે ત્રણેય કિન્નરોને લોકો પાસેથી છોડાવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણેય કિન્નરોને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर