નવજાત બાળકને થયો કોરોના, દુનિયામાં સૌથી નાની ઉંમરમાં સંક્રમણનો પ્રથમ કેસ

નવજાત બાળકને થયો કોરોના, દુનિયામાં સૌથી નાની ઉંમરમાં સંક્રમણનો પ્રથમ કેસ
પ્રતિકાત્મક તસવીર

લંડનમાં તાજા જન્મેલા એક બાળકને કોરોના વાયરસ થયો, બાળકની માતાને લાગી રહ્યું હતું કે તેને ન્યૂમોનિયા થયો છે.

 • Share this:
  લંડન : દુનિયામાં પ્રથમ વખત કોઈ તાજા જન્મેલા (Newborn) બાળકમાં કોરોના વાયરસ (Coronavirus Infection)નો ચેપ જોવા મળ્યો છે. સૌથી નાની ઊંમરમાં સંક્રમણનો આ પ્રથમ કેસ છે. લંડન (London)માં જન્મ લેનારું આ બાળક કોરોના વાયરસથી સંક્રમિત હતું, જ્યારે તેની માતા (Mother)ને લાગી રહ્યું હતું કે તેને ન્યૂમોનિયા થયો છે. માતા નવજાતને લઈને હૉસ્પિટલ (Hospital) પહોંચી ત્યારે તપાસમાં માલુમ પડ્યું હતું કે તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. હાલ માતા અને બાળકની અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

  ધ સનના રિપોર્ટ પ્રમાણે, નવજાતને હૉસ્પિટલમાં ખસેડાયાના થોડા જ સમયમાં માલુમ પડ્યું હતું કે તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. હવે ડૉક્ટરો એ વાતની તપાસ કરી રહ્યા છે કે બાળકને કોરોના વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો. બાળકનો જન્મ થયો ત્યારે તેને ચેપ લાગ્યો કે પછી માતાના પેટમાં ગર્ભમાં જ તેને ચેપ લાગ્યો હતો. બાળકને આ જ હૉસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે, જ્યારે તેની માતાને બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો ખતરો : સામુહિક મેળાવડાઓ ન કરવા સરકારની લોકોને અપીલ

  સંક્રમણ છતાં બાળકને માતાનું દૂધ આપવાની સલાહ

  આ કેસમાં માતા અને બાળકની દેખરેખ રાખતા સ્ટાફને પણ સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ હાલ એ વાતની તપાસ કરી રહ્યા છે કે બાળક કેવી પરિસ્થિતિમાં સંક્રમિત થયું છે.

  આ પણ વાંચો : વડોદરા: કોરોના વાયરસનાં બે શંકાસ્પદ દર્દીઓ આવ્યાં સામે, આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

   

  રૉયલ કૉલેજ ઑફ ઑબ્સ્ટીટ્રીશિયન્સ એન્ડ ગાઇનોકોલોજિસ્ટ તરફથી સલાહ આપવામાં આવી છે કે બાળકને માતથી અલગ કરવામાં ન આવે. સંક્રમિત હાલતમાં પણ બાળકને માતાનું દૂધ પીવડાવવું જરૂરી છે. સ્વાસ્થ અધિકારીઓનું કહેવું છે કે બાળક અને તેની માતાને ઓછામાં ઓછું જોખમ છે. બંનેમાં વાયરસના હળવા લક્ષણો જોવા મળ્યા છે.

  ઇંગ્લેન્ડમાં વાયરસના સંક્રમણનો ખતરો વધ્યો

  ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસના સંક્રમણો ખતરો વધતો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધી સંક્રમણની ઝપટમાં 798 લોકો આવી ચુક્યા છે. બીમારીને કારણે અત્યાર સુધી 10 લોકોનાં મોત થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાયરસથી સંક્રમણમાં 35 ટકાનો વધારો થયો છે. ઇંગ્લેન્ડમાં કોઈ પણ પ્રકારના સમારંભ કે ભીડ એકઠી થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફૂટબોલની એક મેચ પણ કોરોના વાયરસને કારણે રદ કરી દેવામાં આવી છે. બ્રિટનનો રાજ્યો અને શહેરમાં સન્નાટો વ્યાપી ગયો છે. લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરતા ડરી રહ્યા છે. વાયરસના સંક્રમણ અંગે લોકોમાં ડરનો માહોલ છે.
  First published:March 14, 2020, 15:11 pm