New Zealand Coronavirus: ન્યૂઝીલેન્ડમાં કોરોનાના કારણે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સરકારે કોરોના કમ્યુનિટી સ્પ્રેડને રોકવા માટે કડક પ્રતિબંધો લગાવવા પડ્યા. તેને લઈને ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્ન (Jacinda Ardern)એ પોતાના લગ્નને પણ રદ કરી દીધા છે.
વેલિંગ્ટન. કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) અત્યારે ફરીથી દુનિયા પર હાવી થઈ ગયું છે. લગભગ તમામ દેશ અત્યારે તેના સામે લડી રહ્યા છે. તેનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omircon) પણ ઝડપથી વધી રહ્યો છે. એવામાં અમુક દેશમાં પ્રતિબંધો પણ લાગેલા છે. તેમાંથી એક દેશ ન્યુઝીલેન્ડ (New Zealand) પણ છે. ત્યાં કોરોનાના કારણે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સરકારે કોરોના કમ્યુનિટી સ્પ્રેડને રોકવા માટે કડક પ્રતિબંધો લગાવવા પડ્યા. તેને લઈને ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્ન (Jacinda Ardern)એ પોતાના લગ્ન પણ રદ કરી દીધા છે.
વાત એમ છે કે, રવિવારની મધ્ય રાત્રિથી ન્યૂઝિલેન્ડમાં કડક કોરોના નિયમ લાગૂ થઈ ગયા છે. તેમાં માસ્ક પહેરવું અને મર્યાદિત લોકોએ એકત્રિત થવા જેવા પ્રતિબંધો છે. આવું હાલમાં જ ઉત્તરથી લઈને દક્ષિણ ટાપુ સુધી કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કમ્યુનિટી સ્પ્રેડના કારણે કરવામાં આવ્યું છે.
ન્યુઝીલેન્ડમાં કડક કોરોના નિયમોના કારણે હવે માસ્ક પહેરવા ઉપર વધારે દબાણ હશે. ઇનડોર હોસ્પિટાલિટી જેવા બાર અને રેસ્ટોરાં અને લગ્ન જેવા આયોજનોને 100 લોકો સુધી સીમિત કરી દેવામાં આવશે. એર્ડર્ને કહ્યું છે કે, જો વેન્યૂ વેક્સીન પાસનો ઉપયોગ નહીં કરતા હોય તેમના માટે 25 લોકો સુધીની મર્યાદા કરી દેવામાં આવી છે.
તેમણે કહ્યુ, મારા લગ્ન નથી થઈ રહ્યા. તેમણે કહ્યું કે, આ પરિસ્થિતિમાં ફસાઈ જનારી દરેક વ્યક્તિ માટે મને ખેદ છે. એર્ડર્ને પોતાના લગ્નની તારીખનો ખુલાસો નહતો કર્યો, પરંતુ અફવા છે કે તે ટૂંક સમયમાં જ હતા.
વડાપ્રધાને કહ્યું, હું લોકો કરતાં અલગ નથી. હું તે કહેવાની હિંમત કરી રહી છું. હજારો અન્ય ન્યૂઝિલેન્ડના લોકો, જેમણે મહામારીના કારણે ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો છે, તેમાં સૌથી વધારે મુશ્કેલી એ થાય જ્યારે ઓળખીતા બિમાર હોય અને તેમની સાથે આપણે રહી ન શકીએ.
ન્યુઝિલેન્ડમાં વિદેશીઓ માટે 2020ના માર્ચ મહિનાથી બોર્ડર બંધ છે. સરકારે ઓમિક્રોનના કેસને જોતા તે ખોલવાનો નિર્ણય પોસ્ટપોન કર્યો છે. ન્યૂઝીલેન્ડમાં 12 વર્ષી ઉપર આશરે 94 % લોકોનું વેક્સીનેશન થઈ ગયું છે. આ ઉપરાંત 56 % લોકોને બૂસ્ટર ડોઝ પણ લાગી ચૂક્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર