Home /News /national-international /ન્યૂઝીલેન્ડમાં બે હોનહાર ગુજરાતી યુવાનોના મોત, જૈન પાટીદાર યુવક દરિયામાં ડૂબ્યા

ન્યૂઝીલેન્ડમાં બે હોનહાર ગુજરાતી યુવાનોના મોત, જૈન પાટીદાર યુવક દરિયામાં ડૂબ્યા

ગુજરાતી યુવકોના મોત

 ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલા પીહા બીચ પર બે ગુજરાતી યુવકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. આ બંને યુવકોને તરતા નહીં આવડતું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું

   ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલા પીહા બીચ પર બે ગુજરાતી યુવકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. આ બંને યુવકોને તરતા નહીં આવડતું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું, અને તેના કારણે જ તેઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે  ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી દુર્ગાદાસે ઓકલેન્ડના સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ બંને યુવકોના નામ સૌરિન નયનકુમાર પટેલ અને અંશુ હોવાનું જણાવ્યુ હતું કે જેઓ બંને અમદાવાદની વતની હતા.


   યુવકો પાસે ન્યુઝીલેન્ડના વર્કવિઝા હતા
  સૌરીન અને અંશુ બંને પાસે ન્યુઝીલેંડના વર્ક પરમિટ હોવાનું જાણવા મળ્યું હતું. ઈલેકટ્રીકલ એન્જિનિયર નયન પટેલ ઓગસ્ટ મહિનામાં જ ન્યુઝીલેન્ડ આવ્યા હતા જ્યારે નવેમ્બરમાં આવેલા અંશુ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે નોકરી કરતાં હતા.


  આ બંને યુવકો એક જ રૂમમાં રહેતા હતા અને બંને પાસે ન્યુઝીલેન્ડના વર્ક વિઝા હતા. ઓકલેન્ડના પીહા બીચ પર સહેલાણી માટે પહોંચેલા બંને યુવકોએ દરિયામાં ઝંપલાવ્યું હતું જ્યાં તેમના મોત થયા હતા. આ ઘટના કેવી રીતે બની અને બચાવવા માટે શું કરાયું તે અંગે યુનાઈટેડ નોર્થ પીહા સર્ફ લાઈફસેવીંગ કલબના પ્રેસિડેન્ટ રોબર્ટ ફર્ગ્યુસને જરૂરી તમામ માહિતી આપી હતી.


  યુવકોને બચાવવા માટે પ્રયાસ કરાયો 
  રોબર્ટે ફર્ગ્યુસને તેમના સાથી લાઈફગાર્ડ અને સ્થાનિક લોકોની મદદ માટે વખાણ પણ કર્યા હતા  કે કેવી રીતે આ બંને યુવકોને બચાવવા માટે પ્રયાસ કરાયો હતો. જો કે બંને યુવકોએ પીહા બીચ પર પહોચ્યાના 30 મિનિટમાં જ જીવન ખોઈ દીધું હતું. આ ઘટનાને લીધે સ્થાનિકો સહિત તમામ દુઃખી છે.

  બચાવ કામગીરી માટે ટીમે કૉલ આપી દીધો હતો જેના આધારે એ વિસ્તારમાં બોટ મોકલી દેવાઈ હતી. પરંતુ અધિકારીનાં જણાવ્યા અનુસાર બચાવદળની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં અંશુ અને નયને પાણીની સપાટી પર દેખાવાનું બંધ કરી દીધું હતું અને તેઓ ડૂબી ચૂક્યા હતા. આ દરમિયાન પરિવારજનો પાસેથી તેમને ખબર પડી હતી કે બંનેમાંથી કોઈને તરતા આવડતું નથી. અંશુ અને નયને જે જગ્યાએથી દરિયામાં પડ્યા હતા તે બીચ પરની સૌથી ખતરનાક જગ્યા માનવામાં આવે છે. અને તેઓ દરિયામાં પડતાં અને તરતા ન આવડતું હોવાના કારણે મોતને ભેટ્યા હતા.


  આ પણ વાંચો: ખેડૂતો માટે મહત્વનાં સમાચાર! અહીં ભર શિયાળે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  કેવી રીતે બની ઘટના?
  આ ઘટના બની ત્યારે સ્વૈચ્છીક રીતે સેવા આપતા બચાવ દળના સભ્યો પેટ્રોલીંગ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે જ વોચ ટાવર પરથી એક સભ્યએ નદીના મુખ પાસે આવેલા લાઈન રોક નામની જગ્યા પરથી 2 લોકોને પાણીમાં ઉતરતા જોયા હતા. સભ્યએ ખતરનાક જગ્યાએથી લોકોને તરતા અટકાવવા માટે તુરંત જ પેટ્રોલ ટુકડીના કેપ્ટનને નિર્દેશ આપ્યો હતો.  આ બંને યુવકોને તે જગ્યાએ તરતા અટકાવવા અને કાળજી રાખવાનું કહેવા એક ટીમ મોકલી હતી. પરંતુ અડધે રસ્તે પહોંચતા જ તેમણે જોયું કે બંને યુવકો પાણીમાં ડૂબી રહ્યા છે. બાદમાં બંને યુવકોને બચાવી શકાયા નહોતા અને બંનેના મોત થયા હતા.

  Published by:Mayur Solanki
  First published:

  Tags: Gujarati news, ન્યૂઝીલેન્ડ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन