Home /News /national-international /

પ્રસુતિની પીડા હોવા છતા સાઇકલથી હોસ્પિટલ પહોંચ્યા ન્યૂઝીલેન્ડના સાંસદ, સ્વસ્થ બાળકને આપ્યો જન્મ

પ્રસુતિની પીડા હોવા છતા સાઇકલથી હોસ્પિટલ પહોંચ્યા ન્યૂઝીલેન્ડના સાંસદ, સ્વસ્થ બાળકને આપ્યો જન્મ

સાઇકલ લઇને હોસ્પિટલ પહોંચવાના આ અનુભવને સાંસદ જૂલી એની જેન્ટરે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે (Photo Credit- Facebook)

new zealand mp Julie Anne Genter - : ન્યૂઝીલેન્ડમાં એક મહિલા સાંસદે સાહસની મિસાલ કાયમ કરી છે. જૂલી એની જેન્ટરે વિષમ પરિસ્થિતિઓમાં તે કરી બતાવ્યું છે જેની કલ્પના પણ કરી શકાય નહીં

    વેલિંગ્ટન : ન્યૂઝીલેન્ડમાં (new zealand)એક મહિલા સાંસદે સાહસની મિસાલ કાયમ કરી છે. જૂલી એની જેન્ટરે (Julie Anne Genter MP)વિષમ પરિસ્થિતિઓમાં તે કરી બતાવ્યું છે જેની કલ્પના પણ કરી શકાય નહીં. લેબર પેઇન એટલે કે પ્રસુતિની પીડા હોવા છતા જૂલી એન્ટર પોતે સાઇકલ ચલાવીને ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. રવિવારે તેમને લેબર પેઇન થયું હતું અને તે ઇલેક્ટ્રિક સાઇકલ લઇને હોસ્પિટલ દોડ્યા હતા. જ્યા ડોક્ટરે તેમની ડિલિવરી કરાવી અને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો (new zealand mp Julie Anne Genter gave birth)છે. નવજાતન જન્મ આપવા માટે ઘરેથી સાઇકલ લઇને હોસ્પિટલ પહોંચવાના આ અનુભવને સાંસદ જૂલી એની જેન્ટરે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

    ફેસબુક (Facebook) પર તસવીર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે બિગ ન્યૂઝ! સવારે 3.04 કલાકે અમે પરિવારના સૌથી નવા સભ્યનું સ્વાગત કર્યું. લેબર પેઇન દરમિયાન સાઇકલ ચલાવવાનો મારો કોઇ પ્લાન ન હતો. તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં આગળ લખ્યું કે રાત્રે 2 કલાકે હોસ્પિટલ જતા સમયે મને વધારે દર્દ થતું ન હતું જોકે પછી દર્દ વધવાના કારણે અમને હોસ્પિટલ જવામાં 10 મિનિટ લેટ થયું હતું. હવે અમારે એક સ્વસ્થ બાળક છે જે પિતાના ખોળામાં ઉંઘી રહ્યું છે. સાંસદ જૂલી જેન્ટરે સફળ ડિલીવરી માટે હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.

    આ પણ વાંચો - ડ્રગ્સ લઇ રહેલી યુવતીનો Video વાયરલ, યુવકને કહ્યું- તારા પૈસાથી નશો કરતી નથી

    ફેસબુક (Facebook) પર તસવીર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે બિગ ન્યૂઝ! સવારે 3.04 કલાકે અમે પરિવારના સૌથી નવા સભ્યનું સ્વાગત કર્યું


    ન્યૂઝીલેન્ડના સાંસદ જૂલી પર્યાવરણને લઈને પોતાના અભિયાનો માટે ચર્ચામાં રહે છે. તેમની પાસે ન્યૂઝીલેન્ડ અને અમેરિકાની ડુઅલ સિટીઝનશિપ છે. તેમનો જન્મ અમેરિકામાં થયો હતો પણ 2006માં તે ન્યૂઝીલેન્ડ આવી ગયા હતા. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડના ઘણા નેતા પોતાની ઉદારતા માટે ચર્ચામાં રહે છે.

    આ પણ વાંચો - 21 વર્ષની ઉંમરમાં યુવતીએ શરૂ કર્યો બિઝનેસ, 6 વર્ષ પછી બની ગઇ અબજોપતિ, આવી રીતે મેળવી સફળતા

    આ પહેલા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન 2018માં મેટરનિટી લિવ પર હતા અને પોતાની 3 મહિનાની બાળકીને લઇને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં સામેલ થયા હતા. હાલમાં જ દેશને સંબોધિત કરતા સમયે પોતાની પુત્રીને સુવડાવવા માટે વચ્ચે કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો હતો. આ માટે તેમણે જનતાને માફી માંગી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Facebook, Mp Julie Anne Genter, ન્યૂઝીલેન્ડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन