ન્યૂઝીલેન્ડની મંત્રીએ સંસદમાં મલયાલમમાં આપ્યું ભાષણ, હરદીપસિંહ પુરીએ શેર કર્યો વીડિયો

પ્રિયંકા રાધાકૃષ્ણન.

ન્યૂઝલેન્ડ (New Zealand) ની ભારતીય મૂળની પ્રથમ મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણન (Priyanca Radhakrishnan)નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ(New Zealand)ની ભારતીય મૂળની પ્રથમ મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણનનો (Priyanca Radhakrishnan) ત્યાંની સંસદને મલયાલમ (Malayalam) ભાષામાં સંબોધિત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ (Hardeep Singh Puri) પણ શેર કર્યો છે. પુરીએ ટ્વીટર પર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, "ભારતને ગૌરવાંતિત કરતા ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળની મંત્રી પ્રિયંકાએ મલયાલમમાં પોતાના દેશને સંબોધન કર્યું છે."

    ઉલ્લેખનીય છે કે પ્રિયંકા રાધાકૃષ્ણનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તે 2017ના વર્ષનો છે. પ્રિયંકા છેલ્લા 17 વર્ષથી લેબર પાર્ટીની સભ્ય છે. ભારતમાં જન્મેલી 41 વર્ષીય પ્રિયંકા રાધાકૃષ્ણને સિંગાપુરમાં અભ્યાસ કર્યો છે. જે બાદમાં વધુ અભ્યાસ માટે તેણી ન્યૂઝીલેન્ડ ચાલી ગઈ હતી. પ્રિયંકા પોતાના પતિ સાથે ઑકલેન્ડમાં રહે છે.

    આ પણ વાંચો: કોરોના અપડેટ: 24 કલાકમાં દેશમાં 50 હજારથી વધારે કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 84.62 લાખ

    આ વખતે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને પોતાના મંત્રીમંડળમાં પાંચ નવા મંત્રીઓને સામેલ કર્યા છે, જેમાંથી એક પ્રિયંકા રાધાકૃષ્ણન પણ છે. ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા જેસિન્ડા આર્ડેનની પાર્ટીને દેશની સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મળી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પ્રિયંકા મલયાલમ ભાષામાં કહે છે કે, "શ્રીમાન અધ્યક્ષ મહોદય, મારું માનવું છે કે આ કદાચ પ્રથમ વખત છે જ્યારે મારી માતૃભાષા મલયાલમ, આ સંસદમાં બોલવામાં આવી છે."

    પ્રિયંકા રાધાકૃષ્ણનના ન્યૂઝીલેન્ડમાં મંત્રી બનવા પર કૉંગ્રેસ નેતા શશિ થરૂરી આનંદ વ્યક્ત કર્યો હતો. થરૂરે પ્રિયંકાને શુભેચ્છા પાઠવતા લખ્યું કે, ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળની પ્રથમ મંત્રી બનવા પર પ્રિયંકાને અભિનંદન. કેરળ માટે આ ગૌરવની વાત છે.
    Published by:Vinod Zankhaliya
    First published: