Home /News /national-international /આ દેશમાં યુવાનો આજીવન નહીં કરી શકે સ્મોકિંગ, 2025 સુધીમાં બની જશે ધૂમ્રપાન મુક્ત રાષ્ટ્ર!
આ દેશમાં યુવાનો આજીવન નહીં કરી શકે સ્મોકિંગ, 2025 સુધીમાં બની જશે ધૂમ્રપાન મુક્ત રાષ્ટ્ર!
ન્યુઝીલેન્ડમાં આવનારી પેઢીને સ્મોકીંગ પર પ્રતિબંધ
New Zealand Banned smoking: ન્યૂઝીલેન્ડ દ્વારા તેની આગામી પેઢીઑને તંબાકુ અને ધૂમ્રપાનના ખતરાઓથી બચાવવા માટે પગલાં અંતર્ગત ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
New Zealand Banned Tobacco for Youngsters: ન્યુઝીલેન્ડ હવે યુવાનોને ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. સરકારે મંગળવારે સંસદમાં એક કાયદો (Law for Smoking) પસાર કર્યો છે, જે ન્યુઝીલેન્ડની ભાવિ પેઢીઓ (2009 પછી જન્મેલી) પર તમાકુ ખરીદવા પર પ્રતિબંધ (Tobacco banned) મૂકશે. સરકારના જણાવ્યા અનુસાર, તે વિશ્વના સૌથી કડક કાયદાઓમાંનો એક છે. એસોસિએટ હેલ્થ મિનિસ્ટર આયેશા વેરાલે (Associate health minister Ayesha Verrall) મંગળવારે કાયદો પસાર કરતી વખતે જણાવ્યું હતું કે: "હજારો લોકો લાંબું, તંદુરસ્ત જીવન જીવશે અને આરોગ્ય તંત્રને ધૂમ્રપાનને કારણે થતી બીમારીઓ, જેમ કે અસંખ્ય પ્રકારના કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક, અંગવિચ્છેદન જેવી બીમારીઓની સારવાર કરવાની જરૂર ન પડે તેના કરતાં વધુ સારું રહેશે."
તમાકુનો વપરાશ ઘટાડવા લેવાશે પગલા
તેની સાથે ધૂમ્રપાનને ઓછું સસ્તું અને અપ્રાપ્ય બનાવવા માટેના અન્ય ઘણાં પગલાં લેવામાં આવશે, જેમાં તમાકુના ઉત્પાદનોમાં નિકોટિનની કાનૂની માત્રામાં ઘટાડો કરવો અને તેને કોર્નર સ્ટોર્સ અને સુપરમાર્કેટ્સને બદલે સ્પેશિયાલિટી તમાકુની દુકાનો દ્વારા જ વેચવાની ફરજ પાડવી વગેરેનો સમાવેશ થાય છે.
2025 સુધીમાં ધૂમ્રપાન મુક્ત દેશ બનશે ન્યુઝીલેન્ડ
સિગારેટના વેચાણ માટે કાયદેસર રીતે મંજૂર કરવામાં આવેલા સ્ટોર્સની સંખ્યા તેમના હાલના સ્તરના દસમા ભાગ સુધી ઘટી જશે. જે રાષ્ટ્રવ્યાપી 6,000થી ઘટીને માત્ર 600 થઈ જશે. કાયદો 2023માં અમલમાં આવશે, કારણ કે ન્યુઝીલેન્ડ 2025 સુધીમાં દેશને "ધૂમ્રપાન મુક્ત" બનાવવાના તેના લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગ પર છે.
વેરાલે જણાવ્યું કે, "અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે યુવાનો ક્યારેય ધૂમ્રપાન શરૂ ન કરે. તેથી અમે યુવાનોના નવી પેઢી માટે ધૂમ્રપાન તમાકુની પેદાશો વેચવા અથવા સપ્લાય કરવાને એક ગુનો બનાવીશું. જ્યારે કાયદો અમલમાં આવશે ત્યારે 14 વર્ષની વયના લોકો ક્યારેય કાયદેસર રીતે તમાકુની ખરીદી કરી શકશે નહીં. અમારો ઉદ્દેશ વર્ષ 2025 સુધીમાં ધૂમ્રપાન મુક્ત દેશ બનાવવાનો છે." " isDesktop="true" id="1300439" >
ધૂમ્રપાન કરતા લોકોની સંખ્યા ઘટીને 8 ટકા થઈ ગઈ
નવેમ્બરમાં જાહેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે દરરોજ ધૂમ્રપાન કરતા લોકોની સંખ્યા ઘટીને 8 ટકા થઈ ગઈ છે. જે ગયા વર્ષ કરતાં 9.4%થી નીચે છે. જે રેકોર્ડ શરૂ થયા પછીનો સૌથી નીચો દર દર્શાવે છે. પરંતુ બીજી તરફ દૈનિક વપરાશકર્તાઓમાં વધારો થયો. જે દૈનિક ધૂમ્રપાન કરનારાઓમાં થયેલા ઘટાડા કરતા મોટો હતો. 8.3% પુખ્ત વયના લોકો હવે દૈનિક વેપિંગ કરે છે, જે દર પાછલા વર્ષમાં 6.2% હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર