Home /News /national-international /

New York Fire: ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 9 બાળકો સહિત 19 લોકોની મોત

New York Fire: ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 9 બાળકો સહિત 19 લોકોની મોત

New York Fire: સીએનએનના રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા મેયર એરિક એડમ્સે કહ્યું કે, ન્યૂયોર્ક સિટી માટે આ ખૂબ જ ભયાનક અને દુઃખદ ક્ષણ છે.

New York Fire: સીએનએનના રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા મેયર એરિક એડમ્સે કહ્યું કે, ન્યૂયોર્ક સિટી માટે આ ખૂબ જ ભયાનક અને દુઃખદ ક્ષણ છે.

    અમેરિકાના ન્યૂયોર્કથી (New York Fire) ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે બ્રોન્ક્સમાં એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ આ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત (death in New York Fire) થયા છે. મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની (fire brigade) ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલુ છે. આ ઘટનાને ન્યૂયોર્કમાં અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે.

    ' ભયાનક અને દુઃખદ ક્ષણ છે'

    સીએનએનના રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા મેયર એરિક એડમ્સે કહ્યું કે, ન્યૂયોર્ક સિટી માટે આ ખૂબ જ ભયાનક અને દુઃખદ ક્ષણ છે. આગની આ ઘટના આ શહેરને સતત પરેશાન કરતી રહેશે. તેમણે કહ્યું કે આગમાં મોટી સંખ્યામાં લોકો દાઝ્યા છે. 32 લોકોની હાલત ગંભીર છે જેમની સારવાર ચાલી રહી છે.

    ફાયર બ્રિગેડની 200 ગાડીઓ ઘટનાસ્થળે હતી

    આગ બ્રોન્ક્સ પ્રાણીસંગ્રહાલયની પશ્ચિમમાં 19 માળની ઇમારતમાં લાગી હતી. આગ સવારે 11 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળેથી ફેલાઈ હતી. મેયરે કહ્યું કે, આ આગને ન્યૂયોર્કમાં સૌથી ભયાનક અકસ્માતોમાં ગણવામાં આવશે. આ દેશની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 200 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

    ઈમારતમાં ફસાયેલા લોકો મદદ માટે હાથ હલાવી રહ્યા હતા

    આ દૂર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, આગથી ઘેરાયેલા લોકો મદદ માટે તેમના ફ્લોર પરથી હાથ હલાવતા રહ્યા. તેઓ આગની જ્વાળાઓમાં ખરાબ રીતે લપેટાઈ ગયા હતા. એએફપીના અહેવાલ અનુસાર, બિલ્ડિંગની નજીક રહેતા જ્યોર્જ કિંગે કહ્યું કે, ત્યાંના લોકોમા અફરાતફરીનો માહોલ થયો હતો. તેમણે કહ્યું, 'હું અહીં 15 વર્ષથી છું અને મેં પહેલીવાર આવી ઘટના જોઈ છે. મેં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોયો. મોટી સંખ્યામાં લોકો મદદ માંગી રહ્યા હતા. લોકો બારીમાંથી હાથ હલાવતા હતા.

    આ પણ વાંચો - J&K news: 17,000 ફૂટની ઊંચાઈ પર ભારે બરફવર્ષા વચ્ચે ભારતીય સૈનિકો અદમ્ય હિંમત સાથે અડગ, જુઓ Video

    નોંધનીય છે કે, ગત ઓક્ટોબર મહિનામાં દક્ષિણ તાઇવાનમાં 13 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 25 લોકોના મોત થયા હતા અને અનેક અન્ય ઘાયલ થયા હતા. કાઓશુંગ સિટી ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. ફાયર વિભાગના નિવેદન અનુસાર, આગ અત્યંત ગંભીર હતી અને આગના કારણે બિલ્ડિંગના ફ્લોર બળીને ખાખ થઈ ગયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: New York, World, આગ

    આગામી સમાચાર