કોરોનાથી ન્યૂયોર્કમાં લાશોના ઢગ, 24 કલાકમાં 884 લોકોનાં મોતથી ડરનો માહોલ

દુનિયાભરમાં 300થી વધુ ડૉક્ટરોનાં મોત આ સંક્રમણના કારણે થઈ ચૂક્યા છે. (Photo: AP)

લોકો ન્યૂયોર્ક શહેર છોડીને સ્થળાંતર કરવા મજબૂર, મેડિકલ સ્ટાફ કહી રહ્યો છે કે જાણે અમને કોઈ સુસાઇડ મિશન માટે મોકલવામાં આવ્યા છે

 • Share this:
  ન્યૂયોર્કઃ કોરોના વાયરસ (Coronavirus) એક અદૃશ્ય દુશ્મનની જેમ દુનિયાની સામે ઊભો છે અને ડૉક્ટર તથા નર્સો ફ્રન્ટ લાઇન પર આ લડાઈ લડી રહ્યા છે. તેમને એ વાતનો અહેસાસ છે કે નાની બેદરકારી તેમને પણ આ વાયરસનો શિકાર બનાવી દેશે. જ્યાં ચીનમાં 3300, સ્પેનમાં 12 હજાર, ઈટલીમાં 5 હજારથી વધુ મેડિકલ સ્ટાફ આ બીમારીની ઝપટમાં આવી ચૂક્યો છે, બીજી તરફ દુનિયાભરમાં 300થી વધુ ડૉક્ટરોનાં મોત આ બીમારીના કારણે થઈ ચૂક્યા છે. અમેરિકામાં પણ 24 કલાકમાં 884 લોકોનાં મોત થવાથી ડરનો માહોલ સર્જાઈ ગયો છે. ન્યૂયોર્કમાં લાશોના ઢગ સર્જાતાં લોકો શહેર છોડીને સ્થળાંતર કરી રહ્યા છે.

  આ બાબતે મેડિકલ સ્ટાફે કોરોનાની વિરુદ્ધ પોતાની આ લડાઈ વિશે જણાવ્યું કે, તેઓ કોઈક રીતે લડી રહ્યા છે. નર્સ ક્રિશ્ચિયન ફેલ્ડરન જણાવે છે કે, હું સાંજ પડતાં જ આખી રાત ડ્યૂટી માટે ઘરેથી નીકળી પડું છું. દીકકરાને અલવિદી કહીને અને માસ્કને પોતાના ચહેરાને પૂરો ઢાંકી દઉં છું. મારા માસ્ક પર મેં વોરિયર્સ એટલે કે યોદ્ધા લખ્યું છે. કારણ કે અમે એક યુદ્ધ તો લડી રહ્યા છીએ.

  આ પણ વાંચો, કોરોનાઃ અમેરિકામાં માસ્કની ઘટ, ટ્રમ્પે કહ્યું, સ્કાર્ફ બાંધીને કામ ચલાવો

  તેઓ જણાવે છે કે, અમે એક અજાણ્યા, અદૃશ્ય અને અપ્રત્યાશિત દુશ્મન સામે લડી રહ્યા છીએ. હું 15 વર્ષથી ન્યૂયોર્કની એક હૉસ્પિટલના આઈસીયૂમાં કામ કરી રહી છું. પરંતુ આવા ડરનો માહોલ પહેલા ક્યારેય નથી જોયો. એવું લાગી રહ્યું છે કે જેમ કે હું અન્ય દેશમાં છું. આ વાયરસ સામેની લડાઈએ અમને શારીરિક અને ભાવનાત્મક બંને રીતે તોડી દીધા છે. મારા યૂનિટમાં દરરોજ લોકો કોરોના સામેનો જંગ હારી રહ્યા છે. રોજ હજારોનાં મોત થઈ રહ્યા છે. અહીં ક્ષમતાથી વધુ દર્દીઓ છે. તેમાંથી અનેક લોકોને વેન્ટિલેટરની જરૂર છે.પરંતુ તેમને તે નથી મળી રહ્યા. હાલત ખૂબ ખરાબ છે.

  બ્રોંક્સના જૈકોબી મેડિકલ સેન્ટરની નર્સ થૉમસ રિલે કોવિડ -19  વાયરસના સંક્રમણથી ગ્રસ્ત છે. આ દરમિયાન આવી ઉપકરણો ઓછા હોવા અંગે તેઓ જણાવે છે કે, મને એવું લાગે છે કે અમને સૌને મરવા માટે સ્લોટર હાઉસ મોકલવામાં આવી રહ્યા છે. આ સેન્ટરમાં એક અન્ય નર્સ કેલી કૈબરેરા જણાવે છે કે મને એવું લાગી રહ્યું છે કે કોઈ સુસાઇડ મિશન માટે મોકલવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે અમારી સાથે કામ કરનારી એક નર્સનું મોત ગત સપ્તાહે થઈ ચૂક્યું છે.

  આ પણ વાંચો, હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ રહ્યો છે કોરોના વાયરસ, ટૂંક સમયમાં દવા અને રસીની થઈ શકે છે શોધ
  Published by:Mrunal Bhojak
  First published: