કોરોના વાયરસઃ ન્યૂયોર્કમાં ટ્રકોને મડદાઘર બનાવવાની તૈયારી, ખડકાઈ શકે છે લાશોનો ઢગ

News18 Gujarati
Updated: March 26, 2020, 8:52 AM IST
કોરોના વાયરસઃ ન્યૂયોર્કમાં ટ્રકોને મડદાઘર બનાવવાની તૈયારી, ખડકાઈ શકે છે લાશોનો ઢગ
શું ન્યૂયોર્ક વુહાન બની જશે? અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે 150થી વધુ મોત થયા છે

શું ન્યૂયોર્ક વુહાન બની જશે? અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે 150થી વધુ મોત થયા છે

  • Share this:
ન્યૂયોર્કઃ કોરોના વાયરસ (Coronavirus) ના કારણે અમેરિકા (America)માં દરેક બાજુ અફરાતફરીનો માહોલ છે. દરરોજ હજારની સંખ્યામાં સંક્રમણના નવા મામલા સામે આવી રહ્યા છે. ન્યૂયોર્ક (New York)માં તો હાલત ખૂબ ખરાબ છે. અહીં શહેરમાં 30 હજારથી વધુ દર્દીઓ છે. દર ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા બેગણી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહીં કેટલાક દિવસોમાં હજારો લોકોના મોત થઈ શકે છે. જેથી એવામાં કોરોના વાયરસથી થનારા મોતના કારણે લાશોને અલગ સ્થળે રાખવાની તૈયારી ચાલી રહી છે.

ટેન્ટ અને ટ્રકોને મડદાઘર બનાવ્યા

CNN મુજબ, ન્યૂયોર્કની અનેક હોસ્પિટલોમાં ટેન્ટ અને રેફિજરેટર ટ્રકોને મડદા ઘર બનાવવામાં આવી રહ્યા છે. ત્યાંના ચીફ મેડિકલ અધિકારીએ કહ્યું કે, સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. ન્યૂયોર્કમાં પહેલા જ ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. આવી જ રીતે કામચલાઉ મડદાઘર 9/11ના હુમલા બાદ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, કોરોના વાયરસથી મોત બાદ લાશોને અલગ શબઘરોમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના કારણે તેનું સંક્રમણ વધુ ન ફેલાય. ભારતમાં પણ આવા મોત બાદ લાશોનું પોસ્ટમોર્ટમ નથી કરવામાં આવી રહ્યું. ભારતમાં લાશોને દફનાવવા માટે ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઃ કોરોના વાયરસના કારણે બંધ પાળવાથી દેશ થઈ શકે છે બરબાદ

અનેક શહેરોમાં હાલત ખરાબઅમેરિકાના અધિકારીઓ મુજબ, ન્યૂયોર્ક ઉપરાંત નોર્થ કેરોલિનામાં પણ આ પ્રકારના ટેન્ટ અને રેફ્રિજરેટર ટ્રક તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 900થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્કમાં આવનારા દિવસોમાં વેન્ટીલેટરની ઘટ થઈ શકે છે. અમેરિકામાં 20 ટકાથી વધુ દર્દી આઈસીયૂમાં દાખલ છે અને તેમાથી 80 ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડે છે.

આ પણ વાંચો, કોરોના વાયરસથી બચવા માટે ટ્રમ્પની ‘સલાહ’ માનીને આ શખ્સે ગુમાવ્યો પોતાનો જીવ!

શું ન્યૂયોર્ક વુહાન બની જશે?

બીજી તરફ, સ્વાસ્થ્ય સંગઠન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પૂરી દુનિયા માટે કોરોના વાયરસનું નવું કેન્દ્ર બની ગયું છે. ચીનના વુહાન બાદ સૌથી વધુ મોત આ શહેરમાં થઈ શકે છે. ન્યયોર્કની વસ્તી લગભગ 80 લાખ છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે 150થી વધુ મોત થયા છે. તાજા આંકડાઓ મુજબ, અત્યાર સુધી અમેરિકામાં 65 હજાર લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં ડ્યૂટી કરવા જતી મહિલા ડૉક્ટરને પોલીસ અધિકારીએ લાફો મારી દીધો, જાણો આપવીતી

 
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading