Home /News /national-international /‘New Year 2022’ના સેલિબ્રેશન પર કોરોનાનો ઓછાયો, પ્રતિબંધો વચ્ચે થશે પાર્ટી, જાણો કયા રાજ્યોમાં કેટલી છૂટ?

‘New Year 2022’ના સેલિબ્રેશન પર કોરોનાનો ઓછાયો, પ્રતિબંધો વચ્ચે થશે પાર્ટી, જાણો કયા રાજ્યોમાં કેટલી છૂટ?

‘New Year 2022’ના સેલિબ્રેશન પર કોરોનાનો ઓછાયો

New Year Celebration and Covid-19 Restriction: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના ભય વચ્ચે નવા વર્ષની ઉજવણી ફિક્કી રહેવાની છે. કોવિડ-19ના વધતા કેસને કારણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કડકાઈ વધારવામાં આવી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus pandemic)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના ભય વચ્ચે નવા વર્ષની ઉજવણી (New Year 2022 celebration) ફિક્કી રહેવાની છે. કોવિડ-19ના વધતા કેસને કારણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કડકાઈ વધારવામાં આવી છે. મુંબઈ અને તમિલનાડુમાં બુધવારે સ્થાનિક વહીવટ દ્વારા સમુદ્ર કિનારે થનારા દરેક સેલિબ્રેશન અને પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ગોવામાં પાર્ટી અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ માટે કોવિડ-19ની નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરવામાં આવી છે.

જાણો કોરોનાને લઈને વિવિધ રાજ્યમાં શું પ્રતિબંધ છે-

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 167 કેસ સામે આવ્યા છે અને મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 2172 કેસ નોંધાયા. રાજ્ય સરકારે મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે. આ દરમ્યાન બીચ અને રેસ્ટોરન્ટમાં કોઈ સોશિયલ ગેધરિંગ કે પાર્ટી નહીં થાય. તો નાગપુરમાં સાર્વજનિક અને વ્યક્તિગત સ્થળોએ પાર્ટી મનાવવા પર પ્રતિબંધ છે.

તમિલનાડુ

તમિલનાડુમાં સમુદ્ર કિનારે અને પબ્લિક પ્લેસ પર કોઇપણ પ્રકારની ઉજવણીની પરવાનગી નથી. હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી બંધ કરવામાં આવશે. રાજ્યમાં બુધવાર સુધીમાં ઓમિક્રોનના 45 કેસ આવી ચૂક્યા છે. તો કોરોનાના 619 નવા કેસ નોંધાયા છે.

ગોવા

ગોવામાં વેક્સીનેટેડ અથવા કોરોનાની નેગેટિવ રિપોર્ટ લઈ આવનારને જ પાર્ટી કે રેસ્ટોરન્ટમાં આવવાની પરવાનગી મળશે. સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે પાર્ટી આયોજિત કરનારા લોકોએ આ નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે. કેસિનો, સિનેમા હોલ, ઓડિટોરિયમ, રિવર ક્રૂઝ, વોટર પાર્ક અને અન્ય એન્ટરટેઈનમેન્ટ સેન્ટર્સ 50 ટકા ક્ષમતા સાથે સંચાલિત થશે. તો વેક્સીનેટેડ અથવા કોરોનાની નેગેટિવ રિપોર્ટ લઈ આવનાર નાગરિકોને જ રાજ્યમાં પ્રવેશ મળશે. ગોવા સરકારે સમુદ્રીય ક્ષેત્રમાં નાઇટ કર્ફ્યુ લાગુ કર્યો છે.

દિલ્હી

દિલ્હીમાં ‘યલો એલર્ટ’ને પગલે સોશિયલ અને ફેસ્ટીવ ગેધરિંગ પર પ્રતિબંધ છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના અત્યારસુધીમાં 238 કેસ નોંધાયા છે જે દેશમાં સૌથી વધુ છે. તો શોપ અને અન્ય જરૂરી વસ્તુઓ માટે મોલ ઓડ-ઇવન ફોર્મ્યુલા હેઠળ સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. રાજધાનીમાં રાત્રે ૧૦થી સવારે ૫ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ છે.

ગુજરાત

રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુને 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યો છે, જિમ અને રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. મહારાષ્ટ્ર પછી, ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની બાબતમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે.

કર્ણાટક

કર્ણાટકમાં રાજ્ય સરકારે 28 ડિસેમ્બરથી 10 દિવસ માટે નાઇટ કર્ફ્યુ લગાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે કહ્યું છે કે રાજ્યમાં પબ્લિક પ્લેસ પર કોઇપણ પ્રકારના સેલિબ્રેશન પર પ્રતિબંધ હશે. આ દરમ્યાન ડીજેનો ઉપયોગ અને ગેધરિંગ નહીં થઈ શકે. રાજ્યમાં પબ, હોટેલ, રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે સંચાલનની અનુમતિ હશે.

તેલંગાણા

તેલંગાણા સરકારે 2 જાન્યુઆરી સુધી કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો લાગુ કર્યા છે. આ દરમિયાન રેલીઓ અને જાહેર સભાઓ પર પ્રતિબંધ રહેશે. જોકે, હજુ સુધી નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધનો કોઈ આદેશ નથી. રાજ્યમાં ઓમિક્રોનના 62 કેસ નોંધાયા છે.

છત્તીસગઢ

રાજ્ય સરકારે નવા વર્ષની ઉજવણી, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત લોકોને 50 ટકા ક્ષમતા સાથે તહેવારો અને અન્ય કાર્યક્રમો કરવાની છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચો: વિશ્વમાં 24 કલાકમાં મળ્યા કોરોનાના 12 લાખ કેસ, USમાં 4.41 લાખ સંક્રમિત, જાણો મુખ્ય દેશોની સ્થિતિ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અધિકારીઓને રાજ્યમાં કોવિડ-19 સંબંધિત સ્થિતિની સમીક્ષા કરવા કહ્યું છે. જોકે, નવા વર્ષની ઉજવણીને લઈને સરકારે પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપી છે. પરંતુ નવા વર્ષની ઉજવણી સિવાય રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીના હાલના નિયંત્રણો 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના તમામ પ્રવાસન કેન્દ્રો પર આવતા લોકોને કોરોના સંબંધિત પ્રતિબંધોનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ રાજ્યમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશ

એમપીમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

બિહાર

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કોરોના સંબંધિત કોઈપણ પ્રકારના નિયંત્રણો લાગુ કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં અત્યારે આની કોઈ જરૂર નથી.

કેરળ

કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Coronavirus in India: મુંબઈ અને દિલ્હીમાં 50થી 70% વધ્યા કોરોનાના કેસ, 10 પોઇન્ટ્સમાં સમજો દેશની સ્થિતિ

રાજસ્થાન

રાજસ્થાનમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અશોક ગેહલોત સરકારે રાજ્યના તમામ નાગરિકો માટે 31 જાન્યુઆરી સુધીમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લેવાનું કાયદેસર રીતે ફરજિયાત કર્યું છે.

પુડુચેરી

મદ્રાસ હાઈકોર્ટે બુધવારે પુડુચેરીમાં નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ દરમિયાન આલ્કોહોલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે 31 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 1 વાગ્યા સુધી દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે.
First published:

Tags: Corona guidelines, Coronavirus, Goa News, Gujarart, Maharashtra, New year, New Year -2022, Omicron variant