નવી દિલ્હી : ભારતમાં નવા વર્ષનો (New Year 2022) પ્રારંભ થઇ ગયો છે. આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડમાં (New Zealand) સૌથી પહેલા નવા વર્ષે દસ્તક આપી હતી. નવા વર્ષના સ્વાગતમાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આતશબાજી (New Year 2022 fireworks)કરવામાં આવી હતી. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના (Coronavirus)વધી રહેલા કેસને રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે લોકોએ પૂરા ઉત્સાહથી નવા વર્ષની ઉજવણી કરી હતી.
ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનનો સામુદાયિક સ્તર પર હજુ સધી પ્રસાર થયો નથી. દેશના અધિકારીઓએ ઘણા આતશબાજીના કાર્યક્રમ રદ કરીને કેટલા પગલાં ભર્યા છે. આખી દુનિયામાં નવા વર્ષના સ્વાગત સમયે ફક્ત લોકો જ નહીં સરકાર પણ ઘણી સતર્ક છે.
ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ સહિત ઘણા મહત્વના શહેરોમાં નાઇટ કર્ફ્યૂ સિવાય અન્ય આદેશ જાહેર કર્યા છે. જેથી કોરોનાને ફેલાવવાથી રોકી શકાય. ઓમિક્રોનના કેસ વધવાની સાથે લોકોને રેસ્ટોરન્ટ, હોટલ, બારથી દૂર રાખવા માટે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જોકે ગોવા અને હૈદારાબાદમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો નથી.
#WATCH | New Zealand's Auckland rings in #NewYear2022 with fireworks display
નવા વર્ષના સ્વાગત પહેલા ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 32,000 કેસ
ઓસ્ટ્રેલિયામાં વાયરસના સંક્રમણના કેસોમાં વિસ્ફોટક રીતે વધારો થયો હોવા છતા બધા કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. નવા વર્ષના સ્વાગતમાં સિડની હાર્બર બ્રિજ અને સિડની ઓપેરા હાઉસમાં આતશબાજી જોવા મળી હતી. સમારોહ શરૂ થવાના કેટલાક કલાકો પહેલા ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે સંક્રમણના 32,000 નવા કેસ સામે આવ્યા છે.
વિશ્વમાં ઘણા દેશોમાં નવા વર્ષની પૂર્વસંધ્યા પર કરવામાં આવી રહેલી ઉજવણી કોરોના સંક્રમણના કારણે સતત બીજા વર્ષે ફિક્કી પડી છે. કેટલાક દેશોમાં ઉજવણી રદ કરવામાં આવી છે. ઇન્ડોનેશિયાએ સરકારે નવા વર્ષની ઉજવણીના સમારોહ રદ કર્યા છે. ચીનની સરકારે હુઆંગપુ નદી પર વાર્ષિક લાઇટ શો સહિત કાર્યક્રમ રદી કરી દીધા છે. બીજિંગમાં પણ સાર્વજનિક ઉજવણીની કોઇ યોજના નથી. જોકે થાઇલેન્ડમાં અધિકારીઓએ પાર્ટી કરવા અને આતશબાજીની મંજૂરી આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર