Home /News /national-international /

કર્ણાટક ચૂંટણીઃ યાદ રહેશે નેતાઓના આ શબ્દો બાણ!

કર્ણાટક ચૂંટણીઃ યાદ રહેશે નેતાઓના આ શબ્દો બાણ!

    કર્ણાટક ચૂંટણીમાં હાર-જીત કોઈની પણ થાય પરંતુ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ દ્વારા અંકિત કરવામાં આવેલા આ શબ્દો જરૂર યાદ રહેશે. એવું પણ બની શકે કે આગામી ચૂંટણીઓમાં પણ આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. 'શાબ્દિક પ્રહાર' કે 'શબ્દોના બાણ'ના કિસ્સામાં કર્ણાટકની ચૂંટણી ગુજરાતની ચૂંટણી કરતા પણ વધારે રસપ્રદ રહી. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસ PPP(પંજાબ, પુડ્ડુચેરી અને પરિવાર) કોંગ્રેસ બની જશે.

    જવાબમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી પર આકરા પ્રહાર કરતા તેમની સરખામણી એવા મોબાઇલ ફોન સાથે કરી જે હંમેશા 'સ્પીકર' અને 'એરોપ્લેન' મોડમાં રહે છે, 'કામ' વાળા મોડમાં નહીં. કર્ણાટક ચૂંટણી માટે નવમાં તબક્કાના પ્રચાર દરમિયાન રાહુલે મોદી પર વ્યક્તિગત હુમલા કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

    તેમણે કહ્યું, 'સેલફોનમાં ત્રણ મોડ હોય છે. પ્રથમ કામ કરતો મોડ હોય છે. બે અન્ય સ્પીકર મોડ અને એરોપ્લેન મોડ હોય છે. મોદી ફક્ત સ્પીકર અને એરોપ્લેન મોડનો ઉપયોગ કરે છે.'

    આ ચૂંટણીમાં મોદીએ રાહુલ ગાંધીને રાજકુંવર (શાહજાદો) કહેવાનું છોડીને નવું નામ નામદાર (પ્રસિદ્ધ) આપ્યું. મોદીએ નવો નારો નામદાર વિરુદ્ધ કામદાર આપ્યો હતો. પોતાને મહેનતુ લોકો સાથે ઉભા રહીને કામ કરનાર કામદાર અને રાહુલને ફક્ત મોટું નામ ધરાવનાર નામદાર કહ્યા હતા.



    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર શાબ્દિક હુમલો કરતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ કર્ણાટક સરકારને 'સિદ્ધારમૈયા' નહીં પરંતુ 'સીધા રૂપિયા'ની સરકાર ગણાવી હતી.

    કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ચૂંટણી રેલીઓ સંબોધી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેમના પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'ઉત્તર પ્રદેશના લોકો ભલે ત્રસ્ત, હું કર્ણાટક ચૂંટણીમાં ફાંકા ફોજદારીમાં વ્યસ્ત.'

    ચૂંટણીમાં સૌથી મોટો કટાક્ષ વિશ્વેશ્વરૈયાના નામને લઈને થયો હતો. પહેલા રાહુલ ગાંધીએ પડકાર ફેંકતા કહ્યું હતું કે, 'જો મને સંસદમાં 15 મિનિટ સુધી બોલવા દેવામાં આવે તો મોદી મારી સામે ઉભા નહીં રહી શકે.'



    આ પડકારના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી તેમને જે પણ ભાષા આવડતી હોય તે ભાષામાં 15 મિનિટ કોઈ પેપર નોટ વગર કર્ણાટક સરકારની સફળતા વિશે બોલીને બતાવે. આ ઉપરાંત તેઓ પોતાના ભાષણમાં વિશ્વેશ્વરૈયાનું નામ પાંચ વખત લે. રાહુલ કર્ણાટકના લોકો સમક્ષ પોતાની યોગ્યતા સાબિત કરીને બતાવે.'

    રાહુલ ગાંધી પોતાની રૈલીમાં કર્ણાટકના મહાન હસ્તી મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનું નામ સરખી રીતે બોલી શક્યા ન હતા. વડાપ્રધાન મોદીએ પોતાના આ ભાષણથી રાહુલ ગાંધીની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી હતી.

    કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમત્રી યોગી આદિત્યનાથને 'ઉત્તર ભારતીય આયાત' કહ્યા હતા.

    સોનિયા ગાંધી ઈટાલિયન હોવાના આરોપ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'મારી માતા સવાયા ભારતીય છે. મારી માતાએ આ દેશ માટે અનેક કુરબાની આપી છે. તેમણે દેશ માટે મુશ્કેલી સહન કરી છે.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Karnataka Election, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

    આગામી સમાચાર