Home /News /national-international /બ્રહ્મોસ મિસાઈલના નવા વર્ઝનનું થયું સફળ ટેસ્ટિંગ, 400 કિમીની રેન્જ સુધી કરી શકે છે હુમલો
બ્રહ્મોસ મિસાઈલના નવા વર્ઝનનું થયું સફળ ટેસ્ટિંગ, 400 કિમીની રેન્જ સુધી કરી શકે છે હુમલો
બ્રહ્મોસની એક્સટેન્ડ રેન્જીની મારક ક્ષમતા 400 કિલોમીટર છે. (ફાઈલ ફોટો)
ભારતીય વાયુસેનાએ બુધવારે સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસ ઇઆર (એક્સ્ટેન્ડેડ રેન્જ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. બ્રહ્મોસ મિસાઈલને બંગાળની ખાડીમાં તૈનાત જહાજના ટાર્ગેટ પર સુખોઈ-30 ફાઈટર જેટથી છોડવામાં આવી હતી, જેને મિસાઈલે સચોટ રીતે માર્યો હતો.
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ બુધવારે સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસ ઇઆર (એક્સ્ટેન્ડેડ રેન્જ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. બ્રહ્મોસ મિસાઈલને બંગાળની ખાડીમાં ઉભેલા જહાજના ટાર્ગેટ પર સુખોઈ-30 ફાઈટર જેટથી છોડવામાં આવી હતી, જેને મિસાઈલે સચોટ રીતે ટાર્ગેટ કર્યો હતો. સંરક્ષણ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી.
સમુદ્રમાં લક્ષ્ય પર આ પ્રથમ પરીક્ષણ છે. અગાઉ, જમીન લક્ષ્ય પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસની વિસ્તૃત રેન્જની ફાયરપાવર 400 કિમીની નજીક છે. સંરક્ષણ અધિકારીએ કહ્યું કે તે મિસાઈલના એર-લોન્ચ વર્ઝનના એન્ટી-શિપ વર્ઝનનું પરીક્ષણ હતું.
ચીન સામે રક્ષણ મેળવવા આ મિસાઈલ કામમાં આવશે
છેલ્લા થોડાક મહિનાથી ચીન સાથે જળક્ષેત્રને લઈને વિવાદ ખૂબ વધી ગયો છે. જે જળક્ષેત્રને ફિલિપીન્સ પોતાનું ગણાવે છે, ત્યાં કેટલાય મહિનાઓથી ચીની જહાજ અડ્ડો જમાવીને ઉભું છે. ફિલિપીન્સના તમામ પ્રયાસો છતાં પણ તે હટવા માટે તૈયાર નથી. આ સમયે તે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ લઈને પોતાની નૌસેનાના વધારે મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. આ ડીલથી દક્ષિણ ચીન સમુદ્રમાં દાદાગીરી દેખાડી રેહલા ચીનને મોટો ઝટકો લાગશે. બ્રહ્મોસ મિસાઈલથી ચીન જેવા દેશો થરથર કાંપી રહ્યા છે.
બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ 350થી 400 કિમી સુધી પ્રહાર કરી શકે છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે 2.8 મૈક એટલે કે ધ્વનિની ગતિથી લગભગ 3 ગણી વધારે ઝડપે અટેક કરી શકે છે. તેનું હાલમાં જ એક નવું વર્ઝન પણ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. અગાઉ તેનું 20 જાન્યુઆરીએ ઓરિસ્સાના તટ પર કરવામાં આવેલુ પરિક્ષણ સફળ રહ્યું હતું. ટેકનિકની વાત કરીએ તો આ મિસાઈલ નવી ખૂબીઓથી ભરેલી છે. બ્રહ્મોસની ખાસિયત એ છે કે તેને યુદ્ધજહાજ, પ્લેન અથવા જમીન પરથી લોન્ચ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર