દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વેરિએન્ટ ઘણો વધારે સંક્રામક, વેક્સીન પણ થશે બેઅસર : સ્ટડી

પ્રતિકાત્મક તસવીર

C.1.2 Covid Variant- કોવિડ-19નો એક નવો વેરિએન્ટ (Covid New Variant)દુનિયાભર માટે ચિંતોનો વિષય બન્યો છે

  • Share this:
    નવી દિલ્હી : કોવિડ-19નો એક નવો વેરિએન્ટ (Covid New Variant)દુનિયાભર માટે ચિંતોનો વિષય બન્યો છે. C.1.2 નામનો આ વેરિએન્ટ (C.1.2 Covid Variant) દક્ષિણ આફ્રિકામાં (South Africa)મળ્યો છે. આ વેરિએન્ટ પર એક સ્ટડીમાં ( Covid Variant New Studey) દાવો કરવામાં આવ્યો છે કે આ વેરિએન્ટ દુનિયાભરમાં ફેલાઇ શકે છે અને વર્તમાન બધી કોરોનો વેક્સીનને ચકમો આપવામાં સક્ષમ છે.

    દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેશન ડિજીજની (NCID)સ્ટડીમાં આ વાત સામે આવી છે કે આ વેરિએન્ટ પહેલાના બધા વેરિએન્ટથી વધારે સંક્રામક હોઇ શકે છે. આ વેરિએન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં ગત મે મહિનામાં જોવા મળ્યો હતો. આ પછી અત્યાર સુધી આ વેરિએન્ટના દર્દી ચીન, કાંગો, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિત્ઝરર્લેન્ડમાં મળી આવ્યો છે.

    C.1 વેરિએન્ટ જ મ્યૂટેટ થઈને હવે C.1.2 બની ગયો છે

    NCIDની આ સ્ટડીનું હાલ પીયર રિવ્યૂ કરવાનું બાકી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં મહામારીની પ્રથમ લહેરમાં જોવા મળેલો આ NCID C.1 વેરિએન્ટ જ મ્યૂટેટ થઇને હવે C.1.2 બની ગયો છે. આફ્રિકામાં ગત વર્ષે મળેલ વેરિએન્ટને દક્ષિણ આફ્રિકી વેરિએન્ટના નામથી ઓળખવામાં આવે છે. આ પછી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેનું નામકરણ કર્યું હતું.

    આ પણ વાંચો - OMG: કાફેની નોકરી છોડી કચરો વીણવા લાગી 4 બાળકોની માતા, હવે મહિનામાં કમાય છે 3 લાખ રૂપિયા

    કોરોના દર્દીઓમાં બનેલી વધારે એન્ટીબોડી ભવિષ્યમાં મદદ કરશે

    આ પહેલા એક મોટા સ્ટડીમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કોરોના દર્દીઓમાં બનેલી વધારે એન્ટીબોડી ભવિષ્યમાં મદદગાર સાબિત થઇ શકે છે. આવા લોકો જે કોરોનાના ગંભીર સંક્રમણથી ઝઝુમી ચૂક્યા છે કે લાંબા સમયથી બીમાર રહ્યા છે તેમાં એન્ટીબોડી વધારે બની છે. આ દાવો જર્નલ ઓફ ઇન્ફેક્શિયસ ડિસિજના પબ્લિશ રિસર્ચમાં કરવામાં આવ્યો છે. રિસર્ચના મતે કોરોનાના ગંભીર સંક્રમણથી ઝઝૂમતા દર્દીઓમાં જે વધારે એન્ટીબોડી છે તે ભવિષ્યમાં તેમને રી ઇન્ફેક્શનથી બચાવશે.

    ભારતમાં 24 કલાકમાં 42 હજારથી વધુ લોકો સંક્રમિત થયા

    સપ્તાહના પહેલા દિવસ સોમવારે પણ કોરોના વાયરસના નવા કેસોએ દેશવાસીઓનું ટેન્શન વધારી દીધું છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 42 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જેમાં કેરળમાં 29,836 અને મહારાષ્ટ્રના 4666 કેસોનો મુખ્ય ફાળો છે. કેરળમાં થોડાક દિવસથી સંક્રમણનું જોર થોડું ઘટ્યું છે અને મૃત્યુઆંક પણ ઘટ્યો છે. કેરળમાં એક દિવસમાં 75 દર્દીઓએ અને મહારાષ્ટ્રમાં 131 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં તહેવારોની ઉજવણી પહેલા કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે.
    Published by:Ashish Goyal
    First published: