Home /News /national-international /COVID-19 New Variant: અમેરિકામાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટે ફરી વધારી ચિંતા, જાણો કારણ
COVID-19 New Variant: અમેરિકામાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટે ફરી વધારી ચિંતા, જાણો કારણ
અમેરિકામાં કોરોનાવાયરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
અમેરિકામાં કોરોનાવાયરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં કોવિડ-19 વાયરસને લઈને બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી એ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે નવો વેરિયન્ટ મોટી મુશ્કેલી સર્જી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલે તેના રિપોર્ટમાં જણાવ્યું કે શુક્રવારે બહાર પાડવામાં આવેલા રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર(CDC)ના અનુમાન જણાવ્યા મુજબ અમેરિકામાં ઓક્ટોબર મધ્ય સુધી મળેલા કોવિડ સંક્રમમના કુલ કેસમાંથી 11.4 ટકા કેસ ઓમિક્રોનના બે સબવેરિયન્ટ BQ.1 અને BQ.1.1ના જ હતા.
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાયરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં કોવિડ-19 વાયરસને લઈને બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી એ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે નવો વેરિયન્ટ મોટી મુશ્કેલી સર્જી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલે તેના રિપોર્ટમાં જણાવ્યું કે શુક્રવારે બહાર પાડવામાં આવેલા રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર(CDC)ના અનુમાન જણાવ્યા મુજબ અમેરિકામાં ઓક્ટોબર મધ્ય સુધી મળેલા કોવિડ સંક્રમમના કુલ કેસમાંથી 11.4 ટકા કેસ ઓમિક્રોનના બે સબવેરિયન્ટ BQ.1 અને BQ.1.1ના જ હતા.
સીડીસીના આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે બંને ઓમિક્રોન સબવેરિયન્ટ બીએ.5 વેરિયન્ટ સાથે જોડાયેલા છે, જે અમેરિકામાં મળેલા તાજેતરના મામલાઓમાં લગભગ 68 ટકા કેસ માટે જવાબદાર હતો. એક્સપર્ટ તેની સાથે અન્ય વેરિયન્ટ બીએ 2.72.2 પર પણ નજર રાખી રહ્યાં છે, જે તાજેતરના સીડીસી રિપોર્ટમાં કોવિડ સંક્રમણના અનુમાનિત 1.4 ટકા મમાલા માટે જવાબદાર છે.
વોલ સ્ટ્રીટ જર્નલે બોસ્ટનના બેથ ઈઝરાયલ ડેકોનેસ મેડિકલ સેન્ટરમાં સેન્ટર ફોર વાયરોલોજી એન્ડ વેક્સીન રિસર્ચ વિભાગના નિર્દેશક ડેન બારૂચના હવાલાથી કહેવામાં આવ્યું કે BQ સબવેરિઅન્ટના આ તેજ ઉછાળાથી સંકેત મળે છે કે તે BA.5. વેરિયન્ટની સરખામણીમાં વધુ મજબુત બન્યો છે અથવા તો તે વેક્સિન સામે વધુ મજબુત થયો છે.
અગાઉ એક અભ્યાસ કે જેની પીઅર સમીક્ષા કરવામાં આવી ન હતી તે સૂચવે છે કે BQ.1.1. અને અન્ય નવા સબવેરિયન્ટ્સ ચોક્કસ એન્ટિબોડી ઉપચારો માટે વધુ પ્રતિરોધક હોઈ શકે છે. જુલાઈના અંતથી BA.5-વૃદ્ધિમાં વધારો થયો ત્યારથી યુએસમાં હોસ્પિટલમાં દાખલ COVID-19 દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જોકે આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે યુરોપના કેટલાક ભાગોમાં BA.5 સબવેરિયન્ટને કારણે કોવિડ ચેપ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ફરી વધી રહી છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર