કોરોનાના નવા પ્રકાર ડેલ્ટા પ્લસ વિશે વૈજ્ઞાનિકોનો મત- ‘ચિંતા કરવાનું કોઈ કારણ નથી’
કોરોનાના નવા પ્રકાર ડેલ્ટા પ્લસ વિશે વૈજ્ઞાનિકોનો મત- ‘ચિંતા કરવાનું કોઈ કારણ નથી’
‘કોરોનાના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલના પ્રયોગને આંચકો લાગ્યો છે, પરંતુ તેનો અર્થ એમ નથી કે વાયરસ વધુ સંક્રામક છે કે પછી તેનાથી બીમારી વધુ ઘાતક થશે’
‘કોરોનાના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલના પ્રયોગને આંચકો લાગ્યો છે, પરંતુ તેનો અર્થ એમ નથી કે વાયરસ વધુ સંક્રામક છે કે પછી તેનાથી બીમારી વધુ ઘાતક થશે’
નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus)ના અતિ સંક્રામક ડેલ્ટા પ્રકાર ઉત્પરિવર્તિત થઈને ‘ડેલ્ટા પ્લસ’ (Delta Plus) કે ‘એવાય.1’ બની ગયો છે. પરંતુ ભારતમાં હજુ તેને લઈને ચિંતિત થવાની જરૂર નથી કારણ કે દેશમાં હજુ પણ તેના ખૂબ ઓછા કેસ છે. વૈજ્ઞાનિકોએ આ જાણકારી આપી. ‘ડેલ્ટા પ્લસ’ પ્રકાર વાયરસનો ડેલ્ટા ‘B.1.617.2’ પ્રકારમાં ઉત્પરિવર્તિત થવાથી બન્યો છે જેની ઓળખ પહેલીવાર ભારતમાં થઈ હતી અને આ મહામારીની બીજી લહેર માટે જવાબદાર હતી. જોકે, વાયરસના નવા પ્રકારના કારણે બીમારી કેટલી ઘાતક થઈ શકે છે તેના હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી. ડેલ્ટા પ્લસ તે ‘મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ’ ઉપચારનો રોધી છે જેને હાલમાં ભારતમાં સ્વીકૃતિ મળી છે.
દિલ્હી સ્થિત સીએસઆઇઆર- જિનોમિકી અને સમવેત જીવ વિજ્ઞાન સંસ્થાન (આઇજીઆઇબી)માં વૈજ્ઞાનિક વિનોદ સ્કારિયાએ રવિવારે ટ્વીટ કર્યું, કે417એન ઉત્પરિવર્તનના કારણે B.1.617.2 પ્રકાર બન્યો છે જ ને AY.1ના નામથી પણ ઓળખવામાં આવે છે.
તેઓએ કહ્યું કે આ ઉત્પરિવર્તન સાર્સ સીઓવી-2ના સ્પાઇક પ્રોટીનમાં થયો છે જે વાયરસને માનવ કોશિકાઓની અંદર જઈને સંક્રમિત કરવામાં સહાયતા કરે છે. સ્કારિયાએ ટ્વીટર પર લખ્યું, ભારતમાં કે417એનથી ઉપજેલો પ્રકાર અત્યારે વધુ નથી. આ સીકવન્સ વધુ યૂરોપ, એશિયા અને અમેરિકાની સામે આવ્યો છે. સ્કારિયાએ એવું પણ કહ્યું કે, ઉત્પરિવર્તન, વાયરસની વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતાથી પણ સંબંધિત હોઈ શકે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા વિશેષજ્ઞ વિનીતા બલે કહ્યું કે જોકે વાયરસના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલના પ્રયોગને આંચકો લાગ્યો છે, પરંતુ તેનો એ અર્થ નથી કે વાયરસ વધુ સંક્રામક છે કે પછી તેનાથી બીમારી વધુ ખાતક થઈ જશે.
ભારતીય વિજ્ઞાન શિક્ષા તથા અનુસંધાન સંસ્થાન, પુણેમાં અતિથિ શિક્ષક દળે પીટીઆઇ-ભાષા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ નવો પ્રકાર કેટલો સંક્રામક છે તે તેની ઝડપથી ફેલાવાની ક્ષમતાને પારખવા માટે અગત્યનું હશે કે તેનું ઉલટું પણ થઈ શકે છે.
તેઓએ એમ પણ કહ્યું કે નવા પ્રકારથી સંક્રમિત કોઈ વ્યક્તિમાં રોગાણુઓથી કોશિકાઓનો બચાવ કરનારા એન્ટીબોડીની ગુણવત્તા અને સંખ્યા ઉત્પરિવર્તનના કારણે પ્રભાવિત થવાની આશંકા નથી. શ્વાસ રોગ વિશેષજ્ઞ અને ચિકિત્સા અનુસંધાનકર્તા અનુરાગ અગ્રવાલે ટીમના મતનું સમર્થન કર્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર