ટ્રેનમાં સૌથી છેલ્લે હવે નહીં હોય ગાર્ડનો ડબ્બો, કેમ કરવામાં આવી રહ્યો છે આવો નિર્ણય

ટ્રેનમાં સૌથી છેલ્લે હવે નહીં હોય ગાર્ડનો ડબ્બો, કેમ કરવામાં આવી રહ્યો છે આવો નિર્ણય
ટ્રેનમાં સૌથી છેલ્લે હવે નહીં હોય ગાર્ડનો ડબ્બો, કેમ કરવામાં આવી રહ્યો છે આવો નિર્ણય

ભારતીય રેલવેની કેટલીક સિસ્ટમ અંગ્રેજાના જમાનાથી ચાલી આવી રહી છે. જેમાં મોટા ફેરફારની તૈયારી થઈ ચૂકી છે

  • Share this:
    નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways) જલ્દી ટ્રેનોમાં સૌથી છેલ્લે રહેતા ગાર્ડના ડબ્બાને હટાવવા જઈ રહ્યું છે. તેની શરૂઆત માલગાડીઓથી કરવામાં આવશે. સૂત્રોના મતે આ પ્રયોગ સફળ રહ્યો તો પેસેન્જર ટ્રેનોમાંથી પણ ગાર્ડ વેન હટાવીને ત્યાં નવી ટેકનિકની મશીન લગાવવામાં આવશે.

    ભારતીય રેલવેની કેટલીક સિસ્ટમ અંગ્રેજાના જમાનાથી ચાલી આવી રહી છે. જેનાં સૌથી મોટા ફેરફારની તૈયારી થઈ ચૂકી છે. રેલવે હવે પોતાની ટ્રેનોથી ગાર્ડના કોચને હટાવીને ત્યાં ખાસ મશીન લગાવવા જઈ રહ્યું છે. આ મશીન ટ્રેનના છેલ્લા કોચ સાથે ફિટ કરવામાં આવશે. જે સિગ્નલ દ્વારા લોકો પાયલોટને બધી મહત્વની જાણકારી આપતું રહેશે. આ કામ અત્યાર સુધી ટ્રેનના અંતિમ કોચમાં ડ્યૂટી કરી રહેલા ગાર્ડનું હોય છે. ગાર્ડની લીલી ઝંડી પછી જ ટ્રેન પ્લેટફોર્મથી રવાના થાય છે.



    સોમવારે આવી 5 મશીનોનું ટ્રાયલ ઇસ્ટ કોસ્ટ રેલવેમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનો અમેરિકાથી મંગાવવામાં આવી છે. શનિવારે આવા એક મશીનને ટ્રેન સાથે ફિટ કરી તેને ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ તલચરથી પારાદીપ વચ્ચે કરવામું આવ્યું છે. આ દરમિયાન મશીને બધી જાણકારી યોગ્ય સમયે લોકો પાયલોટ સુધી પહોંચાડી હતી. હવે આ મશીનનો ટ્રાયલ પણ વધારવામાં આવી રહ્યો છે. તેને EOTT (End of Train Telemetry)ટ્રાયલ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેનના અંતિમ કોચ અને એન્જીન વચ્ચે કમ્યુનિકેશનનું કામ કરે છે.

    આ પણ વાંચો - IND vs AUS: સચિન તેંડુલકરે જણાવ્યું - કોણ છે ભારતીય ટીમ માટે સૌથી મોટો ખતરો

    રેલવેએ બનારસ લોકોમોટિવ વર્ક્સે આવા 250 મશીનોનો ઓર્ડર વિદેશની એક કંપનીને આપ્યો છે. આ પ્રોજેક્ટને રેલવે તરફથી પહેલા જ લીલી ઝંડી મળી ગઈ છે. 100 કરોડના આ પ્રોજેક્ટ પૂરો થવા પર રેલવેને ઘણા સ્તર પર ફાયદો થવાનો છે.

    સૌથી પહેલા તો દર વખતે ટ્રેન રવાના થતા પહેલા ગાર્ડને આપવામાં આવતા ટ્રેનના ફિટનેસ સર્ટિફિકેટની પરંપરા બંધ થશે. આ સર્ટિફિકેટ પહેલા ડ્રાઇવર અને પછી ગાર્ડને આપવામાં આવે છે. આ પછી જ ગાર્ડ ટ્રેનને હરી ઝંડી આપે છે. આ સિવાય એકસ્ટ્રા કોચનો પણ ફાયદો થશે. ગાર્ડ કોચના બદલે માલગાડીઓમાં એક ફુલી લોડેડ વેગન લગાવી શકાશે.
    Published by:Ashish Goyal
    First published:December 14, 2020, 20:43 pm

    ટૉપ ન્યૂઝ