તંબાકુથી પણ Coronaની થઈ શકે છે સારવાર! ફ્રાંસ સરકારે શોધ બાદ નિકોટીન પદાર્થના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

શોધકર્તાઓએ 1183 લોકો પર આનો અભ્યાસ કર્યો

ફ્રાંસની સરકારે તંબાકુની માંગમાં તેજીની આશંકાના ચાલતા નિકોટીન ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

 • Share this:
  કોરોના વાયરસની સારવાર શોધવાની કોશિસમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. રોજ એક નવી સ્ટડી અને રિપોર્ટ સામે આવી રહ્યો છે. ક્યારેક નવી વેક્સિનની જાણકારી મળે છે તો ક્યારેક નવી સારવાર વિશે ખબર પડે છે. જોકે, હજુ સુધી કોઈ પૂરાવા સાથે સારવાર શોધી કાઢી હોવાનો દાવો નથી આ બધા વચ્ચેફ્રાંસની નવી રિસર્ચ તે બધી શોધને ફગાવી રહી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સ્મોકિંગ કરનારા લોકોને સંક્રમણનો વદારે ખતરો છે.

  ફ્રાંસના શોધકર્તાઓએ રિસર્ચમાં જોયું કે, જે લોકો કોઈ પણ પ્રકારના તંબાકુનું સેવન કરે છે, અને ખાસ કરીને જે લોકો સ્મોકિંગ કરે છે, તેમની કોરોના વાયરસની ચપેટમાં આવવાની આશંકા ઘણી ઓછી હોય છે. આ શોધના રિપોર્ટમાં સામે આવ્યા બાદ ફ્રાંસની સરકારે દેશમાં તંબાકુના વેચાણ પર રોક લગાવી દીધી છે.

  હવે ક્લીનીકલ ટ્રાયલની મંજુરી માંગવામાં આવી છે

  ફ્રાંસના શોધકર્તાઓ હવે ક્લીનીકલી ટ્રાયલ દ્વારા આ વાતની તપાસ કરવા માંગે છે કે શું નિકોટીન પેચ કોરોના વાયરસના બચાવમાં મદદગાર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કરવામાં આવેલી શોધમાં રિસર્ચરે જોયું કે, નિકોટીનનું કોઈ પણ સ્વરૂપમાં ઉપયોગ નહીં કરનાર લોકોના મુકાબલે સ્મોકિંગ કરનાર લોકો ઓછા સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારબાદ ફ્રાંસની સરકારે તંબાકુની માંગમાં તેજીની આશંકાના ચાલતા નિકોટીન ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

  સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અમે દેશમાં નિકોટીન ગમ અને પેચેજના સ્ટોકની અછત નથી તવા દેવા માંગતા, જેથી સારવારમાં જરૂરત થવા પર પર્યાપ્ત માત્રામાં તંબાકુ ઉપલબ્ધ કરાવી શકાય. સાથે અમે એ પણ નથી ઈચ્છતા કે, શોધ રિપોર્ટના આધાર પર લોકો તંબાકુ ુત્પાદનોનું વધારે સેવન કરવા લાગે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, કોઈ પણ વિક્રેતા 11મે સુધી એક મહિનાના સ્ટોક બરાબર નિકોટીન ઉત્પાદનોનું વેચાણ નહીં કરી શકે.

  શોધકર્તાઓએ 1183 લોકો પર આનો અભ્યાસ કર્યો

  શોધકર્તાઓએ એક હોસ્પિટલમાં કોવિડ-19થી સંક્રમિત 483 દર્દીઓને કેટલાક પ્રશ્ન કર્યા, તેમાંથી માત્ર 5 ટકા દર્દી જ સ્મોકિંગ કરતા હતા. ફ્રાસની પ્રમુખ મેડિકલ ઈન્સ્ટીટ્યૂટ પિટી સાલ્પેટ્રીયર યૂનિવર્સિટી હોસ્પિટલ નિકોટીન પેચ દ્વારા કોરોના વાયરસની સારવાર માટે ક્લીનિકલ ટ્રાયલની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

  'કોરોનાની પ્રભાવી સારવાર હોઈ શકે છે તંબાકુ'

  શોધના કો-રાઈટર અને ફ્રાંસના પાશ્ચર ઈન્સ્ટીટ્યૂટના ન્યૂરોબાયોલોજિસ્ટ જીન પિયરે ચેન્જક્સ કહે છે કે, નિકોટીન એટલે તંબાકુ કોશિકાઓના સંગ્રાહકો પર ચોંટી જાય છે. તે કહે છે કે, અત્યાર સુધીની શોધ અનુસાર, કોરોના વાયરસ પણ શરીરમાં પહોંચી કોશિકાઓના આજ રિસેપ્ટર્સ સાથે જઈ ચોંટે છે, અને લોકોને બિમાર કરી દે છે. હવે જો તે રિસેપ્ટર્સ પર પહેલાથી જ નિકોટીન ચોંટેલું હશે તો કોરોના વાયરસને કોશિકાઓ સુધી પહોંચતા રોકી શકાય છે. સીધા શબ્દોમાં સમજીએ તો, તંબાકુના પ્રયોગથી વાયરસને શરીરમાં પહોંચતા રોકવું સરળ રહેશે અને લોકો સંક્રમિત થવાથી બચી શકશે. તેમનું કહેવું છે કે, નિકોટીન સ્વાસ્થ્ય માટે હાનિકારક જરૂર છે, પરંતુ નિયંત્રિત રીતે નિકોટીન અજેન્ટ ગંભીર સંક્રમણના મામલામાં પ્રભાવી સારવાર સાબિત થઈ શકે છે.

  શોધકર્તાઓએ એ પણ કહ્યું કે, અમે એ બિલકુલ નથી કહેવા માંગતા કે, નિકોટીન શરીર માટે સારૂ છે. અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, આ શોધનો ઈરાદો લોકોને કોરોના વાયરસથી બચાવવાનો છે, ના કે નિકોટીનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો. અમે લોકોને સ્મોકિંગ કે નિકોટીન લેવા માટે પ્રોત્સાહિત નથી કરી રહ્યા. અમે માત્ર એ કહી રહ્યા છીએ કે, નિકોટીન પણ વાયરસની સારવાર હોઈ શકે છે. આ પ્રયોગ લોકોનો જીવ બચાવી શકે છે.
  Published by:kiran mehta
  First published: