સોલર સિસ્ટમ્સ ખૂબ જટિલ છે. જેને સમજવા સંશોધકો દાયકાઓથી પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ શું સોલર સિસ્ટમ્સના કોઈ નિયમો છે? ગ્રહોનું આર્કિટેકચર સામાન્ય છે કે નહીં તે આપણે કેવી રીતે જાણી શકીએ? આ જાણવાનો એક સરળ ઉપાય છે. આપણા જેવી સેંકડો સન-પ્લેનેટ સિસ્ટમોનું અવલોકન કરી આપણા સૂર્યની આસપાસની વસ્તુઓ સામાન્ય છે કે અલગ? તે સાબિત કરવા ડેટા એકત્રિત કરી શકીએ. કેલ્ટેક ખાતે ડો. એન્ડ્ર્યુ હોવર્ડની આગેવાની હેઠળની એક્ઝોપ્લાનેટ ડિસ્કવરી મિશન ટીમની શોધથી જાણવા મળ્યું કે, આપણી સોલર સિસ્ટમ એકદમ સામાન્ય છે.
એક્ઝોપ્લેનેટ ડિસ્કવરી મિશન થોડા વર્ષોથી સક્રિય છે. જોકે, આ ટૂંકા નિરીક્ષણો દરમિયાન કોઈપણ ગ્રહો લાંબા સમય સુધી ભ્રમણકક્ષાના સમયગાળા સાથે ગુમ થવાની બાબત જાણવા માટે ત્રણ દાયકા પહેલા કેલિફોર્નિયાના લેગસી સર્વેની સ્થાપના કરવામાં આવી હતી. જે એકસોપ્લાનેટ અવલોકનથી ડેટા એકઠા કરી લાંબા સમય સુધી સ્ટાર સિસ્ટમ પણ નજર રાખે છે.
સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે, ગેલેક્સીમાં આપણા જેવી ઘણી સોલર સિસ્ટમ્સ છે. જેમાં આપણા જેવું જ બંધારણ છે. ટ્વિટમાં ડો.હોવર્ડએ પ્લેનેટરી સિસ્ટમ આર્કિટેક્ચરનો મતલબ સમજાવ્યો હતો.
ડો. હોવર્ડની ટીમે પૃથ્વી કરતા 3થી 6000 ગણા કદના સૂર્ય જેવા 719 તારા, 14 નવા ગ્રહો સહીત કુલ 177 ગ્રહોની શોધ કરી હતી. આ સિસ્ટમ આપણી ગેલેક્સીની નજીક જ છે. મોટા ગ્રહો જ્યુપિટર (5 એસ્ટ્રોનોમિકલ યુનિટ), શનિ( 9 એસ્ટ્રોનોમિકલ યુનિટ) ઠંડા ક્ષેત્રમાં છે. તેમજ બુધ અને મંગળ જેવા નાના ગ્રહો કેન્દ્રિય તારાની નજીક ભ્રમણ કરે છે. તેવી સિસ્ટમને ધ્યાને લેવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, સૂર્યથી પૃથ્વી વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ ગણવામાં આવે છે.
કેલ્ટેક દ્વારા બહાર પાડવામાં આવેલ વિગત મુજબ પૃથ્વી જીવનને અનુકૂળ મધ્યવર્તી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવેલી છે. આ નિવેદનમાં હોવર્ડએ ઉમેર્યું કે, આપણા સૌરમંડળ જેવી અન્ય પેટર્ન અન્ય સિસ્ટમમાં તપાસી રહ્યા છીએ.
" isDesktop="true" id="1101554" >
અહીં,ઉલ્લેખનીય છે કે, આ સંશોધનમાં ટીમ 10 એસ્ટ્રોનોમિકલ યુનિટથી આગળ કોઈપણ ગ્રહનું નિરીક્ષણ કરી શકતી નથી. અદ્યતન ઇમેજિંગ અને નિરીક્ષણ હાલના ટેલિસ્કોપથી શક્ય નથી. જોકે તેમને તેનાથી ભવિષ્યના સંશોધન માટે પાયો મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર