ફ્રાન્સમાં 25 ટકા લોકો પીડાય છે બહેરાશથી, હેડફોન્સ વાપરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
ઇયરફોન (Earphone)અને હેડફોન્સ (Headphone) આપણા જીવનનો એક આવશ્યક ભાગ બની ગયા છે
hearing loss due to headphones - ફ્રાન્સમાં પ્રથમ વખત આ પ્રકારનું સંશોધન મોટા પાયે કરવામાં આવ્યું છે, જેમાં 18થી 75 વર્ષની વયના 186,460 લોકો સામેલ કરાયા છે
ઇયરફોન (Earphone)અને હેડફોન્સ (Headphone) આપણા જીવનનો એક આવશ્યક ભાગ બની ગયા છે. આજકાલ ઓટોમાં હોય, બસમાં હોય કે મેટ્રોમાં મોટાભાગના લોકોના કાનમાં ઇયરફોન જોવા મળે છે. સગવડતા માટેનું આ સાધન સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી કાન પર ખરાબ અસર પડે છે. હેડફોન ઇયરફોનમાંથી આવતો અવાજ તમારા કાનના પડદાને એકદમ નજીકથી અથડાય છે અને કાનના પડદાને કાયમી નુકસાન થઈ શકે છે. હેડફોનનો સતત ઉપયોગ ઘણા રોગોને આમંત્રણ આપે છે. વધારે પડતા હેડફોનનો ઉપયોગ કરવો શક્ય હોય તેના કરતા ઓછું સાંભળવું, બહેરાશ, અનિંદ્રા, માથાનો દુ:ખાવો મુખ્ય સમસ્યા છે.
આ સિવાય પણ ઘણી વખત જીવલેણ અકસ્માતોનું કારણ પણ સાબિત થાય છે. ત્યારે ફ્રાન્સમાં એક આશ્ચર્યજનક અભ્યાસ થયો છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યુટના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ફ્રાન્સમાં (France)દર ચારમાંથી એક વ્યક્તિને સાંભળવાની સમસ્યા થઇ રહી છે. ત્યાંની 25 ટકા વસ્તીને આવી સમસ્યાઓ છે. એટલે કે, તેઓ ધીમે ધીમે બહેરા થઈ રહ્યા છે.
ફ્રાન્સમાં પ્રથમ વખત આ પ્રકારનું સંશોધન મોટા પાયે કરવામાં આવ્યું છે, જેમાં 18થી 75 વર્ષની વયના 186,460 લોકો સામેલ કરાયા છે. સંશોધકોનું માનવું છે કે પહેલા માત્ર નાના પાયે રિસર્ચ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે કરવામાં આવેલા રિસર્ચ મુજબ લાઈફસ્ટાઈલ, સોશિયલ આઈસોલેશન, ડિપ્રેશન અને લાઉડ મ્યુઝિકના સંપર્કમાં આવવાને કારણે લોકોને સાંભળવામાં તકલીફ થઈ રહી છે.
શુગર અને ડિપ્રેશન પણ એક કારણ
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કેટલાક લોકોને શુગર અને ડિપ્રેશનના કારણે સાંભળવાની સમસ્યા થઇ રહી છે. આ સાથે જ કેટલાક લોકોને એકલતા, શહેરી અવાજ અને હેડફોનના ઉપયોગના કારણે તકલીફ પડી રહી છે.
ફ્રાન્સમાં માત્ર 37 ટકા લોકો જ કરે છે હિયરિંગ એડ્સનો ઉપયોગ.
ફ્રાંસમાં માત્ર 37 ટકા લોકો જ હિયરિંગ એડ્સનો ઉપયોગ કરે છે. ધૂમ્રપાન કરનારાઓ અને ઉચ્ચ બીએમઆઈવાળા લોકો પણ હિયરિંગ એડ્સનો ઉપયોગ કરતા નથી. વધતી જતી સમસ્યાને જોતા ગયા વર્ષે ફ્રેન્ચ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે લોકોને હિયરિંગ એડ્સ મફતમાં ઉપલબ્ધ કરાવી હતી. હિયરિંગ એઇડ માટેનો વીમો પણ આપવામાં આવ્યો છે.
2050 સુધીમાં 250 મિલિયન લોકો પર બહેરા થવાનું જોખમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, વિશ્વમાં લગભગ 1500 મિલિયન લોકો કોઇને કોઇ પ્રકારે સાંભળવાની સમસ્યા અનુભવી રહ્યા છે. 2050 સુધીમાં આ સંખ્યા વધીને 250 મિલિયન થવાની ધારણા છે. જેથી તેને હેલ્થ પ્રોબ્લેમ તરીકે જોવામાં આવી રહી છે.
હેડફોનના ગેરફાયદા શું છે?
બહેરાશ
હેડફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે. લાંબા સમય સુધી ઇયરફોનથી ગીતો સાંભળવાથી વ્યક્તિના કાન સુન્ન થઇ જાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઇયરફોનના વધુ પડતા ઉપયોગને કારણે છન છન અવાજ, ચક્કર આવવા, ઊંઘ ન આવવી, માથા અને કાનમાં દુ:ખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે. આપણા કાનની સાંભળવાની ક્ષમતા માત્ર 90 ડેસિબલ્સ હોય છે, જે ધીમે ધીમે ઘટીને 40-50 ડેસિબલ થઈ જાય છે. જેના કારણે બહેરાશની તકલીફ ઊભી થાય છે.
હૃદયરોગ
હેડફોન પર સતત ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવાથી માત્ર કાન પર જ નહીં પરંતુ હાર્ટ પર પણ ખરાબ અસર પડે છે. એટલું જ નહીં, વૃધ્ધવસ્થામાં કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ પણ વધી જાય છે. એટલા માટે ડોક્ટરો હેડફોન પર ધીમા અવાજે મ્યુઝિક સાંભળવાની ભલામણ કરે છે.
કાનનો ચેપ
હેડફોનમાં મોટેથી મ્યુઝિક સાંભળવાની ખૂબ મજા આવે છે, પરંતુ આ મજા તમને સજા કરી શકે છે. જો તમે પણ ઓફિસ કે ઘરે ગીતો સાંભળતી વખતે તમારા ઇયરફોન એકબીજા સાથે શેર કરો છો, તો આમ ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા કાનમાં ઈન્ફેક્શનનો ખતરો ઘણો વધી જાય છે.
માથાનો દુ:ખાવો થવાનું જોખમ
દરરોજ હેડફોન્સ પર મોટા અવાજમાં ગીત સાંભળવાથી તમારા કાનના પડદાને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી મગજને પણ ઘણું નુકસાન થાય છે. સંગીતના ઝડપી કંપનને કારણે આપણે માનસિક બીમારીનો શિકાર બની જઈએ છીએ. આ સાથે જ માથાનો દુ:ખાવો અને અનિંદ્રા જેવી બીમારીઓ પણ થવા લાગે છે.
બચવા શું કરવું?
કાન સંબંધિત સમસ્યાઓથી બચવા માટે જરૂર પડે તો જ ઇયરફોનનો ઉપયોગ કરવો જોઈએ. સસ્તા ઇયરફોનની જગ્યાએ સારી ક્વોલિટીના ઇયરફોનનો ઉપયોગ કરવો. આ ઉપરાંત દિવસમાં 1 કલાકથી વધુ સમય માટે ઇયરફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર