કોરોનાના નવા લક્ષણ આવ્યા સામે, તમારા પગના અંગૂઠા પર આવા નિશાન તો નથી ને?

News18 Gujarati
Updated: April 25, 2020, 1:44 PM IST
કોરોનાના નવા લક્ષણ આવ્યા સામે, તમારા પગના અંગૂઠા પર આવા નિશાન તો નથી ને?
કોવિડથી પગ પર નિશાન

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના આ લક્ષણને કોવિડ ટોઝ નામ આપ્યું છે.

  • Share this:
દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની સારવાર અને દવા શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરી રહ્યા છે. પણ રોજ રોજ કોરોનાના નવા નવા રૂપ સામે આવી રહ્યા છે. જે ચિંતાની વાત છે. કોરોના વાયરસ પર શોધ કરી રહેવા વૈજ્ઞાનિક (scientist, research) હવે આ વાયરસના નવા લક્ષણો વિષે જાણકારી મેળવી છે. જે મુજબ ખાંસી, તાવ પછી પગની આંગળી જોઇને પણ કોરોના વિષે જાણકારી મેળવી શકાય છે. કોરોના વાયરસના દર્દીઓના પગના અંગૂઠામાં આ રીતના નવા લક્ષણો જોવા મળ્યા છે.

કોરોના વાયરસ પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોએ આ લક્ષણ સૌથી પહેલા ઇટલીના એક 13 વર્ષના બાળકમાં જોયા હતા. બાળકના પગમાં આવા નિશાન હતા. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ કોઇ કીડી ચટકવાના કારણે થયું હશે. પણ જ્યારે થોડા સમય પછી આ બાળકની તબિયત બગડી તો તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.એટલું જ નહીં અમેરિકામાં કોરોનાના કેટલાય દર્દીઓમાં આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. આમ વૈજ્ઞાનિકોની નવી શોધથી ડોક્ટર દર્દીની ઓળખ તેના પગથી પણ કરી શકશે તેમ મનાય છે.

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના આ લક્ષણને કોવિડ ટોઝ નામ આપ્યું છે. આ લક્ષણ મોટા ભાગે તે લોકોમાં વધુ જોવા મળે છે જે ઠંડા વિસ્તારોમાં રહે છે. સામાન્યરીતે શિયાળામાં આ રીતે નિશાન પડતા હોય છે. અને આ જગ્યા બળતરા અને દુખાવો પણ રહેતો હોય છે.
First published: April 25, 2020, 1:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading