Afghanistan Latest News: નવી સરકાર માટે Talibanની મથામણ, આ ખલાનાયકો હોઈ શકે છે અફઘાની પ્રજાના નવા બોસ

મુલ્લા અબ્દુલ ગની બરાદારની ફાઇલ તસવીર (Reuters)

New Rulers of Afghanistan: મુલ્લા અબ્દુલ ગની બરાદારને અફઘાનિસ્તાનમાં ટોચનું પદ અપાવામાં આવે તેવી શક્યતા

  • Share this:
Taliban Top Leaders: અફઘાનિસ્તાન (Afghanistan)માં ઈતિહાસની સોય ફરી 20 વર્ષ પહેલાની સ્થિતિ પર પહોંચી ગઈ છે. લગભગ બે દાયકા બાદ તાલિબાન (Taliban) ફરી એક વખત કાબુલ (Kabul)ના કિલ્લા પર જીત મેળવી ચૂક્યું છે. લાંબા સમયથી સત્તા પર રહેલી અફઘાન સરકાર (Afghan Government) ગણતરીના દિવસોમાં જ તાલિબાન સામે ઘૂંટણિયે પડી ગઈ છે. તાલિબાનના લડાકુઓ અફઘાનિસ્તાનને ઈસ્લામિક અમીરાત (Islamic Emirate) બનાવવાનું સૂત્ર લઈને દેશના લગભગ દરેક મહત્વના વિસ્તાર પર કબજો કરી ચૂક્યા છે. ત્યારે હવે અફઘાનિસ્તાનમાં કયા તાલિબાની નેતાઓ પાસે સત્તા હશે તે અંગે અટકળો ચાલી રહી છે. ત્યારે અહીં કોને કઈ સત્તા મળી શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

મુલ્લા અબ્દુલ ગની બરાદાર

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદાર ( Mullah Abdul Ghani Baradar)ના નામની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તાલિબાનના સહ-સ્થાપક અને નાયબ નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદારને અફઘાનિસ્તાનમાં ટોચનું પદ અપાવામાં આવે તેવી શક્યતા છે. 2010માં મુલ્લા બરાદારની પાકિસ્તાન ખાતે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ટ્રમ્પ સરકારની અરજીના કારણે 2018માં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ સાથે બેસીને ચર્ચા થઈ શકે તેવું અમેરિકાની થિંક ટેન્કનું માનવું હતું.

થોડા સમય પહેલાં તાલિબાન તરફી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ફૂટેજમાં એરપોર્ટ પર મુલ્લા બરાદારની આસપાસ ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. મુલ્લા બરાદાર લોકોનું અભિવાદન કરી રહ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. આ દરમિયાન તેઓ તાજેતરમાં તાલિબાને યોજેલી પ્રેસ કન્ફરન્સમાં પણ હાજર હતા.

બીજી તરફ સુપ્રીમ લીડર અથવા અમીર ઉલ મોમીનીન, મૌલવી હૈબતુલ્લા અખુંદઝાદા નવી સરકારમાં સીધો ભાગ ન ભજવે તેવી શક્યતા છે.અફઘાનિસ્તાનમાં ઈરાન જેવી સુપ્રીમ લીડર પોસ્ટ અંગે દોહા સંધિ દરમિયાન ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં જો તે પોસ્ટ નવી સરકારમાં બનાવવામાં આવે તો અખુંદઝાદા તેના માટે સંભવિત પસંદગી હોઈ શકે છે.

મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ એવા ચાર લોકોમાં છે, જેમણે 90ના દાયકામાં તાલિબાન શરૂ કર્યું હતું. તાલિબાનની રચના અફઘાનિસ્તાનમાં 90ના દાયકામાં થઈ હતી. તે સમયે તાલિબાનનો વડો મુલ્લા મોહમ્મદ ઉમર હતો. બરાદર માત્ર તેમના ખાસ જ નહીં પણ તેમના નજીકના સગા પણ હતા. 1994માં તાલિબાનની રચના પછી તેમણે કમાન્ડર અને સ્ટ્રેટેજિસ્ટની ભૂમિકા ભજવી હતી.

મુલ્લા બરાદાર તાલિબાન શાસન દરમિયાન તેમના કડક વલણ માટે વધુ જાણીતા હતા. લોકશાહી, મહિલાઓ, ખુલ્લી વિચારધારા જેવી બાબતોમાં તેમનો ચુસ્ત ઈસ્લામિક દૃષ્ટિકોણ હતો. મુલ્લા ઉમર પછી તે તાલિબાનમાં બીજા મોટા નેતા હતા. પરંતુ તાજેતરના વર્ષોમાં જ્યારે પણ અફઘાનિસ્તાનમાં શાંતિ વાટાઘાટો શરૂ થઈ, ત્યારે સરકાર અને અફઘાન અધિકારીઓ પણ તેમને ચર્ચામાં શામેલ કરવાના પક્ષમાં હતા.

તેને પાકિસ્તાન સરકારે સપ્ટેમ્બર 2013માં મુક્ત કર્યા હતા. પરંતુ તેઓ પાકિસ્તાનમાં જ હતા કે અન્યત્ર ગયા તે સ્પષ્ટ નહોતું. જે સમયે તેની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે તાલિબાનના બીજા સૌથી મોટા નેતા હતા. 2018માં કતાર ખાતે અમેરિકા સાથે વાતચીત કરવા માટે તાલિબાન કાર્યાલય ખોલવામાં આવ્યું, ત્યારે બરાદરને તાલિબાનના રાજકીય પક્ષના વડા બનાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન 2018થી સમજૂતી અંગે અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીત ચાલી રહી હતી. 2020ના ફેબ્રુઆરીમાં તેના પરિણામ મળ્યા અને બંને પક્ષો શાંતિ કરાર પર પહોંચ્યા હતા. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના પરત ખેંચવાનું નક્કી કર્યું હતું અને તાલિબાન અમેરિકન દળો પરના હુમલા બંધ કરશે તેવી સંધિ થઈ હતી. આ ઉપરાંત તાલિબાન તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં અલ-કાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ઉભા થવા દેશે નહીં અને કરારના ભાગરૂપે શાંતિ સ્થાપવા માટે અફઘાન સરકાર સાથે વાતચીત કરશે તેવું પણ નક્કી થયું હતું. જોકે, હવે મુલ્લા અબ્દુલ ગની બરાદરને રાષ્ટ્રપતિ કે અન્ય મોટો હોદ્દો આપવામાં આવશે, તો આ કરારનું કેટલું પાલન થશે તે તો આવનાર સમય જ કહેશે.

મુલ્લા મોહમ્મદ યાકુબ

મુલ્લાહ ઉમરનો 31 વર્ષનો પુત્ર મુલ્લા મોહમ્મદ યાકુબ (Mullah Muhammad Yaqoob) તાલિબાનની સેનામાં ઓપરેશન હેડની ભૂમિકામાં છે. નવી સરકારમાં તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. યાકુબ તાલિબાન પ્રતિનિધિમંડળ અથવા અમેરિકા સાથેની મંત્રણાનો ભાગ નહોતો. તે તાલિબાનની લીડરશીપ કાઉન્સિલ રાહબરી શૂરાનો ભાગ છે, જેને ક્વેટા શૂરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું કારણ એ છે કે, 2001માં સત્તા પરથી દૂર થયા બાદ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ઘણા સભ્યો રહેતા હતા.

મુઆલા ખૈરુલ્લાહ ખૈરખાવા અને મુલ્લા મોહમ્મદ ફઝલ

આ બંને 54 વર્ષની વયના નેતા ગ્વાન્ટાનામોના પાંચ કેદીઓમાં સામેલ છે. તાલિબાન સત્તાની બહાર ગયા બાદ થોડા મહિનામાં જ તેઓ પકડાયા હતા. જો કે, અમેરિકાના સૈનિક બોઇ બર્ગદાલના બદલામાં તેમને 2014માં છોડી દેવાયા હતા. આ સૈનિકને હક્કાની નેટવર્ક દ્વારા પકડવામાં આવ્યો હતો. ખૈરખાવા (Mullah Khairullah Khairkhwa) પણ પોપલઝાઈ છે અને અગાઉની તાલિબાન સરકારમાં ગૃહમંત્રી હતા. જ્યારે દુર્રાની જાતિમાંથી આવેલા ફઝલ (Mullah Mohammad Fazl) નાયબ સંરક્ષણ મંત્રી હતા.

આ પણ વાંચો, Afghanistan Crisis: યુવતીઓના ટુકડા કરી કૂતરાઓને ખવડાવે છે Taliban, જીવતી બચેલી મહિલાની આપવીતી

સિરાજુદ્દીન હક્કાની

પિતા જલ્લાલુદ્દીન પાસેથી હક્કાની નેટવર્કનું નેતૃત્વ સંભાળ્યા બાદ સિરાજુદ્દીન હક્કાની (Sirajuddin Haqqani) તે નવી સિસ્ટમનો સત્તાવાર ભાગ બનશે કે નહીં તે અંગે કઈ સ્પષ્ટ નથી. 2007થી તે UNSC ઠરાવ 1272 હેઠળ આતંકવાદી ગણાય છે અને તેના પર 5 મિલિયન યુએસ ડોલરનું ઇનામ છે. તાલિબાનના ટોચના નેતાઓમાંના એક હોવા ઉપરાંત તે હક્કાની નેટવર્કના વડા પણ છે. અત્યંત ખતરનાક ગણાતા આ નેટવર્ક પર અફઘાનિસ્તાનના મુખ્ય અધિકારીઓની હત્યા અને પશ્ચિમી નાગરિકોનું અપહરણ કરવાનો આરોપ છે.

અન્ય કેટલાક નામ પણ છે ચર્ચામાં

આ સિવાય શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઇ, પ્રવક્તા ઝબીઉલ્લાહ મોહમ્મદ, અનસ હક્કાની, અબ્દુલ્લા અબ્દુલ્લા, મુજાહિદ્દીનના ભૂતપૂર્વ નેતાઓ ગુલબુદ્દીન હેકમતયાર, મોહમ્મદ મોહકિક અને મોહમ્મદ કરીમ ખલીલી પણ નવી વ્યવસ્થાનો ભાગ બની શકે છે. બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈને મળ્યા ત્યારે અનસ હક્કાનીએ તાલિબાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

Afghanistan crisis: 20 ગાડીઓ, અફઘાન ટ્રાન્સલેટર, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ...કાબુલથી ભારતીયોને કાઢવાની Inside Story

શિયા મુસલમાન પણ સરકારનો ભાગ બનશે?

તાલિબાને બામિયાંમાં માર્યા ગયેલા હઝારા નેતા અબ્દુલ અલી મઝારીની પ્રતિમાને તોડી નાંખી છે. આ ઘટનાએ તાલિબાન દ્વારા અગાઉના કાર્યકાળ દરમિયાન બામિયામાં બુદ્ધ પ્રતિમાઓને તોડવાની યાદ અપાવી છે. આ દરમિયાન હઝારા નેતાઓ તાલિબાન નજીક જઈ શકે છે. હઝારા શિયા મુસલમાન છે. કાબુલમાં તાલિબાનના કબજા બાદ ભારત તરફી નોર્થન એલાયન્સના તાજીક અને હઝારા ઇસ્લામાબાદ ગયા હતા. તેઓ પણ નવી સરકારમાં ભાગ લેવા માંગતા હોવાનું માનવામાં આવે છે. તે પ્રતિનિધિમંડળમાં જવા માટે બે વ્યક્તિ મોહમ્મદ મોહાકિક અને મોહમ્મદ કરીમ ખલીલી પણ હઝારા છે.
Published by:Mrunal Bhojak
First published: