સરકારે જાહેર કરી મહત્ત્વની સૂચના, હવે આ કાર્યો માટે આધાર કાર્ડની જરૂર નહીં રહે

(પ્રતીકાત્મક તસવીર)

નવા નિયમોના આધાર પર જીવન પ્રમાણપત્ર માટે આધાર કાર્ડને અનિવાર્યથી દૂર કરીને સ્વૈચ્છિક કરવામાં આવ્યું છે.

  • Share this:
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ (Aadhaar card)ને લઈને મહત્ત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સરકારે કેટલાક કાર્યો માટે આધાર કાર્ડને ફરજિયાત નિયમમાંથી દૂર કર્યું છે. જેમાં ફરજિયાતને બદલીને તેને સ્વૈચ્છિક રૂપે કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવા નિયમો અનુસાર જીવન પ્રમાણપત્ર (jeevan pramaan) માટે આધાર કાર્ડની જરૂરિયાત નથી. સરકાર દ્વારા આધાર કાર્ડને કેટલાક કેસમાં અનિવાર્ય નિયમોમાંથી દૂર કર્યું છે. જેમાં પેન્શન (Pension) ધારકોને પેન્શન લેવા માટે તેમના જીવતા હોવાનું પ્રમાણપત્ર આપવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી નથી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવા નિયમોમાં આ પ્રકારની નિયમોથી છૂટછાટ આપી છે. મેસેજિંગ સોલ્યુશન સંદેશ (Sandesh) અને સરકારી ઓફિસોમાં બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ (Biometric attendance system)માં પણ આધાર નંબર દર્શાવવો જરૂરી નથી.

નવા નિયમોના આધાર પર જીવન પ્રમાણપત્ર માટે આધાર કાર્ડને અનિવાર્યથી દૂર કરીને સ્વૈચ્છિક કરવામાં આવ્યું છે. આ નિયમ અનુસાર જો કોઈ પેન્શન ધારક ઈચ્છે છે કે તેણે આધાર કાર્ડ રજૂ નથી કરવું, તો આધાર કાર્ડને રજૂ કરવા માટે તેને ફરજ ન પાડી શકાય. આધાર કાર્ડ સ્વૈચ્છિક કરવાને કારણે પેન્શનધારકોની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે.

આ પણ વાંચો: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ગૃહમંત્રી પર લગાવેલા આરોપ મામલે CBI તપાસની કરી માંગ

પેન્શન ધારકોને દર વર્ષે જીવન પ્રમાણપત્ર લેવાનું રહે છે. જ્યારે આધારકાર્ડમાં બાયોમેટ્રિક જાણકારી અપડેટ ન હોવાના કારણે તેમણે ઘણીવાર ટેકનિકલ જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી હવે પેંશન ધારકોએ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો નહીં રહે.

Sandes માટે આધાર કાર્ડની જરૂરિયાત નથી

Sandes એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ સોલ્યુશન એપ છે. જે સરકારી કર્મચારીઓની હાજરી માટે બનાવવામાં આવી છે. જેથી સરકારી ઓફિસોમાં હાજરી પૂરવા માટે Sandesમાં વેરિફિકેશન માટે આધારકાર્ડને અનિવાર્યથી દૂર કરીને સ્વૈચ્છિક કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સૃષ્ટિ રૈયાણીના હત્યારાને સમાજમાં દાખલો બેસે તે પ્રકારની સજા મળશે: પાટીલ

અધિસૂચના

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા અધિસૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં જીવન પ્રમાણપત્ર મેળવવા માટે આધારકાર્ડને સ્વૈચ્છિક કરવામાં આવ્યું છે. આ મામલે NICને આધાર કાયદો 2016, આધાર નિયમન 2016 અને કાર્યાલય જ્ઞાપન તથા UIDAI દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવેલ સર્ક્યુલર અને દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
First published: