બાલાકોટ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા 130 આતંકી અને 45 સારવાર હેઠળ

 • Share this:
  પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય એરફોર્સે કરેલી એરસ્ટ્રાઇકમાં માર્યા ગયેલા જેશ આતંકીઓની સંખ્યાને લઇને દેશમાં હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ અંગે વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય હુમલામાં જૈશના 130થી 170 આતંકીઓ માર્યા ગયા હતા. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાની સરકારે પત્રકારોને બાલાકોટની સ્થિતિ જોવા માટે આમંત્રણ આપ્યું છે.

  ઇટલીના પત્રકાર અને લેખક ફ્રાંસેસ્કા મરીનોએ સ્ટ્રિંગરસિયામાં જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું કે ભારત દ્વારા 26 ફેબ્રુઆરીની સવારે જે એર સ્ટ્રાઇક થઇ છે તેમાં મોટી સંખ્યામાં જૈશ કમાન્ડર માર્યા ગયા છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ હવામાન વિભાગની આગાહી, પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગરમીથી મળશે રાહત

  સૂત્રોના હવાલેથી મરીનોએ દાવો કર્યો કે બોમ્બિંગના અંદાજે અઢી કલાક બાદ બાલાકોટથી 20 કિમી દૂર શિનકિયારીથી પાકિસ્તાની આર્મી યુનિટ લોકેશન પર આવી અને પાકિસ્તાની આર્મી દ્વારા ઘાયલોને શિનકિયારીમાં આવેલી હરકત ઉલ મુઝાહિદ્દીન કેમ્પમાં લઇ ગઇ જ્યાં આર્મીના ડોક્ટરોએ ઘાયલ આતંકીઓની સારવાર કરી હતી.

  સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે આ કેમ્પમાં અંદાજે 45 લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે જ્યારે અંદાજે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થવાથી મૃત્યુ પામ્યા છે. જે લોકો સ્વસ્થ થઇ રહ્યાં છે તેઓ હજી આર્મીની કસ્ટડીમાં છે અને તેઓને ડિસ્ચાર્જ નથી અપાયો. મરીનોએ જણાવ્યું કે હવે જ્યાંથી પર્વતિય વિસ્તાર શરૂ થાય છે ત્યાં એક નવો સાઇન બોર્ડ લગાવવામાં આવ્યો છે જેનાથી જાણવા મળી રહ્યું છે કે પર્વત પર તાલિમ-અલ-કુરાન છે. જ્યારે પહેલા આ જગ્યાઅએ મસૂદ અઝહર છૂપાયો હોવાના સંકેત મળતા હતા.

  જે જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો એ વિસ્તાર હજુ પણ સેનાના નિયંત્રણમાં છે અને તેને મુઝાહિદ બટાલિયનના કેપ્ટન રેન્કના અધિકારી પણ હાજર છે. કેમ્પ સુધી જવા કોઇને મંજૂરી નથી. સેના સિવાય અહીં પોલીસને પણ જવાની મંજૂરી નથી. આ રિપોર્ટ પાકિસ્તાનની સેનાના એ દાવાની પોલ ખોલી રહી છે જેમાં તેણે કહ્યું હતું કે ભારત દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં કોઇપણ પ્રકારનું નુકશાન થયું નથી.
  Published by:Sanjay Vaghela
  First published: