નવા RBI ગર્વનરે ભ્રષ્ટાચારીઓને બચાવ્યા'તા, ખરાબ નિમણૂક: સુબ્રમનિયન સ્વામીએ ધોકો પછાડ્યો

સુબ્રમનિયન સ્વામી

ભાજપનાં નેતા સુબ્રમનિયન સ્વામીએ જણાવ્યું કે, “શક્તિકાંત દાસને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર તરીકે નિમવા એ ખોટુ પગલું છે. કેમ કે, તેઓ ઘણા બધી ભ્રષ્ટાચારની પ્રવૃતિ સાથે સંકળાયેલા છે

  • Share this:
    ભાજપનાં નેતા અને અર્થશાસ્ત્રી સુબ્રમનિયન સ્વામીએ જણાવ્યું કે, “શક્તિકાંત દાસને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર તરીકે નિમવા એ ખોટુ પગલું છે. કેમ કે, તેઓ ઘણા બધી ભ્રષ્ટાચારની પ્રવૃતિ સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને પી. ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે થયેલા ભ્રષ્ટાચારની પ્રવૃતિ સાથે જોડાયેલા છે અને મેં ચિદમ્બરમ સામે કરેલા કેસમાં શક્તિકાંત દાસે ચિદમ્બરને બચાવવાનો પ્રયાસ કરેલો છે. કેમ કે, તેઓ પોતે તામિલનાડુ કેડરનાં આઇએએસ અધિકારી છે. મને એ ખબર નથી કે, તેમને આરબીઆઇનાં ગવર્નર બનાવવા પાછળ કોણ છે. હું સંપૂર્ણ પણ આના વિરોધમાં છું. આ મામલે મેં વડાપ્રધાનને મારા વિચારો દર્શાવતો પત્ર પણ લખ્યો છે.”

    રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં નવા ગવર્નર શક્તિકાંત દાસ અર્થશાસ્ત્રમાં નહીં પણ ઇતિહાસમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે. અત્યાર સુધી ચીલો એવો રહ્યો છે કે, આરબીઆઇનાં ગવર્નર અર્થશાસ્ત્રમાં ભણેલા હોય છે. આથી, સમગ્ર દેશમાં એ ચર્ચા ચાલી રહી છે કે, ઇતિહાસનાં અનુસ્નાતક શક્તિકાંત દાસ આરબીઆઇ જેવી મહત્વની સંસ્થા કેવી રીતે ચલાવશે?

    આ સવાલ ઘણાને થયો છે. ગુજરાત ભાજપનાં નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે તો ટ્વીટ પણ કરી દીધું.

    જયનારાયણ વ્યાસે લખ્યું કે, નવા RBIનાં નવા ગવર્નરની શૈક્ષેણિક લાયકાચ એમ.એ (ઇતિહાસ) છે. આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે, તેઓ RBIને તેઓ ઇતિહાસ ન બનાવી દે. નવા આવનારને ભગવાન આશીર્વાદ આપે.”

    પૂર્વ નાણા સચિવ અને હાલનાં નાણા પંચના સભ્ય શક્તિકાંત દાસની રિઝર્વ બેંક ઓફ ઇન્ડયા (RBI)નાં નવા ગવર્નર તરીરે નિમણૂંક પામ્યા છે. ઉર્જિત પટેલે ગવર્નર તરીકે રાજીનામુ આપ્યા પછીનાં 24 કલાકમાં જ તેમની નવા ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઉર્જિત પટેલને મોદી સરકાર સાથે કેટલાક નીતિ વિષયક બાબતે વાંધાઓ હતા તે હવે જગ જાહરે છે.

    2016માં જ્યારે મોદીએ નોટબંધી લાદી ત્યારે શક્તિકાંત દાસ કેન્દ્ર સરકાર વતી આ નિર્ણયને બચાવ કરતા હતા. તે વખતે તેઓ લગભગ રોજ પત્રકાર પરિષદો કરતા હતા.

    જો કે, આરબીઆઇ ગર્વનર તરીકે નિમણૂંક થયા પછી તરત જ, સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા જાગી અને અનેક ભારતીયોએ ગૂગલ પર શક્તિકાંત દાસની શૈક્ષિણક લાયકાત શું છે એ સર્ચ કર્યુ હતું.
    Published by:Vijaysinh Parmar
    First published: