બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે; વરસાદ લાવશે તેવી આશા

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. તેલંગાણા અને કર્ણાટકામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

News18 Gujarati
Updated: June 17, 2019, 2:35 PM IST
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે; વરસાદ લાવશે તેવી આશા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 17, 2019, 2:35 PM IST
દક્ષિણ-પશ્ચિમનું ચોમાસુ બેસી તો ગયુ છે પણ તે જે ગતિએ આગળ વધવુ જોઇએ તે રીતે આગળ વધતું નથી. આ વર્ષે ચોમાસું એક અઠવાડિયું મોડુ બેઠું છે અને તેની ગતિ પણ ધીમી છે.

સામાન્ય રીતે પાંચ જૂન સુધીમાં ઉત્તરભારતમાં વરસાદ પડવાની શરૂઆત થઇ જાય છે પણ આ વખતે એવું થયું નથી. દરિયાકાંઠા વિસ્તારમાં પણ વરસાદની ગતિ ધીમી છે.

નૈરુત્યનું ચોમાસું બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેસરને કારણે આગળ વધે છે અને તેના દ્વારા સર્જાતી વરસાદી સિસ્ટમ દેશનાં ઘણા ભાગોમાં વરસાદ લાવે છે.

હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટનાં જમાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે.

અરબી સમુદ્રમાં પણ વરસાદી સિસ્ટમ બનતી હોય છે પણ આ સિસ્ટમ ફાયદા કરવાનાં બદલે નુકશાન કરે છે.

20 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. આ સિસ્ટમ બહુ મજબૂત નહીં હો.ય પણ દેશનાં મધ્યભાગમાં વરસાદ લાવશે. જેમાં છત્તિસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ લાવશે. આ વિસ્તારોમાં વરસાદની ઘટ છે.
Loading...

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. તેલંગાણા અને કર્ણાટકામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...