અશ્વિની વૈષ્ણવનો ગુજરાત સાથે છે જૂનો સંબંધ, વાજપેયીના અંગત સચિવ, PM મોદી સાથે ખાસ સંબંધ, જાણો નવા રેલવે મંત્રી અંગે

નવા રેલવે મંત્રીની ફાઈલ તસવીર

new railway minister ashwini vaishnaw: આ વખતે પીએમ મોદીએ બધાને ચોંકાવતા IAS અધિકારીથી નેતા બનેલા અશ્વિની વૈષ્ણવને રેલ અને સંચાર મંત્રી બનાવી દીધા છે. ભારીય પ્રશાસનિક સેવાના 1994 બેચના પૂર્વ અધિકારી વૈષ્ણવે 15 વર્ષથી વધારે સમય સુધી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime minister Narendra modi) તાજેતરમાં મંત્રિમંડળનો (PM modi cabinet) વિસ્તાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ બે વર્ષ પહેલા વિદેશ સચિવ એસ. જયશંકરને સીધા જ વિદેશ મંત્રી તરીકે પદોન્નત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ વખતે પીએમ મોદીએ બધાને ચોંકાવતા IAS અધિકારીથી નેતા બનેલા અશ્વિની વૈષ્ણવને રેલ અને સંચાર મંત્રી (new railway minister ashwini vaishnaw) બનાવી દીધા છે. ભારીય પ્રશાસનિક સેવાના 1994 બેચના પૂર્વ અધિકારી વૈષ્ણવે 15 વર્ષથી વધારે સમય સુધી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.

  મોટી વૈશ્વિક કંપનીઓમાં પણ નેતૃત્વની ભૂમિકાઓ ભજવી
  ખાસ કરીને માળખાકિય ઢાંચામાં સાર્વજનિક-ખાનગી ભાગીદારી (PPP)ની રુપરેખા બનાવવા માટે તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જે તેમને રેલવે ક્ષેત્રમાં પણ મદદ કરશે. તેમણે જનરલ ઇલેક્ટ્રિક એન્ડ સિમંસ જેવી મોટી વૈશ્વિક કંપનીઓમાં પણ નેતૃત્વની ભૂમિકા નિભાવી છે.

  વૈષ્ણવે પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયના વ્હાર્ટન સ્કૂલથી એમબીએ અને ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન (IIT કાનપુર) કાનપુરથી એમ.ટેક કર્યું છે. તેમની પાસે સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના બે મહત્વપૂર્ણ વિભાગ રહેશે. વૈષ્ણવે પ્રભાર સંભાળતા કહ્યું કે રેલવે ક્ષેત્રમાં છેલ્લા 67 વર્ષમાં શાનદાર કામ કર્યું છે. હું અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીકોણને આગળ લઈ જવા માટે આવ્યો છું.

  અશ્વિની છેલ્લા કેટલાય વર્ષોથી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક
  વૈષ્ણવ ચર્ચાઓથી ભલે દૂર રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાયલ વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક રહ્યા છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયથી અશ્વિની તેમના નજીક રહ્યા છે. તેમનો ભાવનગર સાથે પણ ખાસ લગાવ છે.

  રવિશંકર પ્રસાદ અને પીયુષ ગોયલ જેવા નેતાઓને હટાવીને 50 વર્ષીય વૈષ્ણવને રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકીનો ભારે વિભાગના મંત્રીના રૂપમાં સામે કરવામાં આવ્યા છે. ઓડિશામાં 1999માં સુપર સાઈક્લોન સામે લડવા માટે તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે.

  પૂર્વ અધિકારી અશ્વિની વૈષ્ણવનું નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સામેલ થવું બધા માટે ચોંકાવનારી બાબત બની હતી. તેમણે બે વર્ષ પહેલા જ ઓડિશાથી ભાજપની ટિકિટ ઉપર રાજ્યસભાની ચુંટણી જીતીને બધાને ચોંકાવી દીધા હતા. કારણે પાર્ટી પાસે ધારાસભ્યોની સંખ્યા એટલી નથી કે ચુંટણી જીતી શકે.

  બીજૂ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકનું સમર્થન
  રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા 51 વર્ષીય વૈષ્ણવ 1994 બેચના ઓડિશા કેડરના ભારતીય પ્રશાશનિક સેવા (IAS) અધિકારી રહ્યા છે. ભાજપમાં હોવા છતાં પણ રાજ્યસભા ચૂંટણી ઓડિશાના મુખ્યમંત્રી બીજુ અને જનતા દળના પ્રમુખ નવીન પટનાયકનું સમર્થન મળ્યું છે.

  આરોપ લગાવવામાં આવ્યો હતો કે પટનાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના દબાણમાં ઝુકી ગયા અને વૈષ્ણવને સમર્થન આપ્યું હતું. વૈષ્ણવ 28 જૂન 2019ના થયેલી રાજ્યસભા ચૂંટણીમાં માત્ર છે દિવસ પહેલા જ ભાજપમાં સામેલ થયા હતા. પ્રશાસનિક સેવાઓમાં રહેતા તેમણએ બાલેશ્વલ અને કટક જિલ્લાના કલેક્ટરની જવાબતારી નિભાવી હતી.

  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યાલયમાં ઉપ સચિવ નિયુક્ત
  વર્ષ 1999માં આવેલા ભીષણ ચક્રવાતના સમયે તેમણે અધિકારી તરીકે પોતાના કૌશલનો પરિચય આપ્યો હતો. જેમની સૂચનાના આધારે સરકારે ઝડપથી પગલાં ભર્યા હતા અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. વૈષ્ણવે 2003 સુધી ઓડિશામાં કામ કર્યું અને ફરીથી તત્કાલિન વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના કાર્યાલયમાં ઉપસચિવ નિયુક્ત થયા હતા.

  વાજપેયી જ્યારે પ્રધાનંત્રી પદ ઉપર હટ્યા તો વૈષ્ણવને પણ તેમના સચિવ બનાવ્યા હતા. આઈઆઈટીથી અભ્યાસ કરી ચુકેલા વૈષ્ણવે 2008માં સરકારી નોકરી છોડી અને અમેરિકાના વ્હાર્ટન વિશ્વ વિદ્યાલયમાં એમબીએ કર્યું. પરત ફરીને તેમણે મોટી કંપનીમાં નોકરી કરી અને પછી ગુજરાતમાં ઓટો ઉપકરણ વિનિર્માણ એકમ સ્થાપિત કરી. આ વર્ષે તેમને ભારતીય પ્રેસ પરિષદના સભ્ય નામિત કરવામાં આવ્યા હતા.
  Published by:ankit patel
  First published: