Home /News /national-international /Cabinet of PM liz truss: બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસની નવી કેબિનેટની જાહેરાત, મુખ્ય ચાર પદમાં એકપણ શ્વેત વ્યક્તિ નહીં

Cabinet of PM liz truss: બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસની નવી કેબિનેટની જાહેરાત, મુખ્ય ચાર પદમાં એકપણ શ્વેત વ્યક્તિ નહીં

લિઝ ટ્રસ, બ્રિટનના નવા વડાપ્રધાન - ફાઇલ તસવીર

Cebinet of liz truzz: ટ્રસે ભારતીય મૂળના સુઈલા બ્રેવરમેનને દેશના ગૃહસચિવ નિયુક્ત કર્યા જેને બ્રિટેનનું સૌથી મહત્વપૂર્ણ પદ માનવામાં આવે છે. ઘણા દશકો પહેલા બ્રિટિશ સરકારમાં વધારે પડતા શીર્ષ પદો પર શ્વેત પુરુષો હતા.

    લંડનઃ કંઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના નવા પ્રધાનમંત્રી લિઝ ટ્રસે એક એવી કેબિનેટની પસંદગી કરી છે, જ્યાં પ્રથમ વખત કોઈ શ્વેત વ્યક્તિ દેશમાં ચાર સૌથી મહત્વપૂર્ણ મંત્રી પદો પર નહીં હોય. રોયટર્સની રિપોર્ટ પ્રમાણે ટ્રસે ક્વાસી કાર્ટેન્ગની પ્રથમ અશ્વેત નાણામંત્રીના રૂપમાં નિમણૂક કરી છે. કાર્ટેન્ગના માતા-પિતા 1960ની દશકમાં બ્રિટન આવ્યા હતા.

    જેમ્સ ક્લિવર્લી પહેલા અશ્વેત મંત્રી તરીકે નિમાયા


    જેમ્સ ક્લિવર્લીને પહેલાં અશ્વેત મંત્રી બનાવવામાં આવ્યા છે. આ પૂર્વે જેમ્સ ક્લિવર્લીએ કહ્યું હતું કે, પાર્ટીએ કાળા મતદારોને આકર્ષિત કરવા માટે હજુ વધારે કામગીરી કરવાની જરૂર છે. ટ્રસની કેબિનેટને કંઝર્વેટિવ પાર્ટીની છબી બદલવા માટે લેવામાં આવેલા પગલાંઓને સાથે રાખીને જોવામાં આવી રહી છે. અત્યારે તો પાર્ટીમાં વિવિધતા અભિયાન હોવા છતાં સંસદમાં માત્ર એક ચતુર્થાંશ કંઝર્વેટિવ મહિલા સદસ્યો છે અને 6 ટકા અલ્પસંખ્યક પૃષ્ઠભૂમિમાંથી આવે છે.

    સુઈલા બ્રેવરમેનને દેશના ગૃહસચિવ તરીકે નિમ્યાં


    ટ્રસે ભારતીય મૂળના સુઈલા બ્રેવરમેનને દેશના ગૃહસચિવ નિયુક્ત કર્યા છે. જેને બ્રિટનનું સૌથી મહત્વપૂર્ણ પદ માનવામાં આવે છે. ઘણાં દશકો પહેલાં બ્રિટિશ સરકારમાં વધારે પડતા શીર્ષ પદો પર શ્વેત પુરુષો હતા. જો કે ટ્રસ સરકારમાં પ્રથમ વખત એવું થઈ રહ્યુ છે કે, કોઈ શ્વેત પુરુષની મુખ્ય ચાર પદો પર નિયુક્તિ કરવામાં આવી નથી. આ પહેલાં ભારતીય મૂળના ઋષિ સુનક પણ બોરિસ સરકારમાં નાણામંત્રી રહી ચૂક્યા છે.

    લિઝ ટ્રસના નિર્ણય પર પ્રવાસન અને ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરનાર બિનપક્ષીય થિન્ક-ટેન્ક બ્રિટિશ ફ્યૂચરના નિર્દેશક સુંદર કટાવાળાએ કહ્યુ કે, હવે બ્રિટનના લોકો આને સામાન્ય માને છે. આ વિવિધતા હવે દેશમાં સાામન્ય થઈ ચૂકી છે. જો કે વ્યાપારનું ઉચ્ચ પદ, ન્યાયતંત્ર, નાગરિક સેવા અને સેના પદો પર અત્યારે મુખ્ય રીતે શ્વેત લોકો જ હાજર છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: BRITAIN, Cabinet

    विज्ञापन
    विज्ञापन