નિર્ભયાનાં દોષીઓની નવી અરજી, કહ્યું - કોરોના વાયરસ સમયે ફાંસી આપવી યોગ્ય નથી

News18 Gujarati
Updated: March 19, 2020, 2:13 PM IST
નિર્ભયાનાં દોષીઓની નવી અરજી, કહ્યું - કોરોના વાયરસ સમયે ફાંસી આપવી યોગ્ય નથી
નિર્ભયા કાંડના આરોપી

દોષીઓએ કહ્યું કે, મહામારીનાં સમયમાં તેમને ફાંસી આપવી ન જોઇએ. આ યોગ્ય સમય નથી.

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા કાંડમાં (Nirbhaya case) ચારેય દોષીઓને આવતીકાલે એટલે શુક્રવારે (friday) સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલા આજે પણ દોષીઓ પોતાને બચાવવા માટે કોર્ટમાં અરજીઓ કરી રહ્યાં છે. આજે દોષીઓએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી છે. જેમાં વિવિધ મામલામાં કહેવામાં આવ્યું છે કે, તેમની ફાંસી રોકી દેવામાં આવે. આ ઉપરાંત તેમને પોતાની અરજીમાં કોરોનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, મહામારીનાં સમયમાં તેમને ફાંસી આપવી ન જોઇએ. આ યોગ્ય સમય નથી.

બુધવારે મુકેશ સિંહે દિલ્હી હાઈકોર્ટમાં કરેલી એક અરજી પર સુનાવણી પૂર્ણ થઈ હતી અને ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. ટ્રાયલ કોર્ટ દ્વારા ફાંસીનાં આદેશને પડકારતા દોષિત મુકેશ સિંહે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરીને જણાવ્યું હતું કે, ગેંગરેપના દિવસે હું દિલ્હીમાં હાજર નહતો. તેને દાવો કર્યો હતો કે, 16 ડિસેમ્બર 2012ના દિવસે તે દિલ્હીમાં નહતો. આ અરજી પર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ બ્રિજેશ શેઠીએ દોષી મુકેશ સિંહના વકીલ તેમજ દિલ્હી સરકારની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

મહત્વનું છે કે, બુધવારે જલ્લાદ પવને ડમી ફાંસી આપી હતી. જેલ તંત્રનાં અધિકારીઓએ જણાવ્યું કે, પવન જલ્લાદ મંગળવારે તિહાર જેલમાં આવી ગયા હતાં. તેમણે દોરડાની મદદથી પુતળાઓને ફાંસી આપીને તૈયારી કરી હતી. તિહાર જેલમાં પહેલીવાર એક ગુના માટે ચાર અપરાધીઓને એકસાથે જ ફાંસી આપવામાં આવશે.

આ પણ વાંચો : coronavirus ગરમીમાં જતો રહેશે, શું ખાવાથી થશે? AIIMSનાં ડાયરેક્ટરે દૂર કર્યા અનેક ભ્રમ

આ પણ વાંચો : ફેસબૂકે ગુજરાતના ગામની શાળાનાં વીડિયોને બિરદાવ્યો, 'COVID19 સામે જાગૃતિ અભિયાન'

આખો કિસ્સો16 ડિસેમ્બર, 2012ની રાત્રે દેશની રાજધાની દિલ્હીમાં 23 વર્ષની એક વિદ્યાર્થિની પર છ પુરુષોએ એક ચાલુ બસમાં ગેંગરેપ કર્યો હતો. ચારેય દોષીતો સિવાયના એક મુખ્ય આરોપી રામસિંહે ટ્રાયલ દરમિયાન તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. એક બીજો આરોપી જે ઘટના સમયે સગીર હતો. તેને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો હતો. તે સગીરને ઓગસ્ટ 2013માં ત્રણ વર્ષ સુધારગૃહમાં ગાળવાની સજા કરાઈ હતી. વર્ષ 2015માં તેને સુધારગૃહમાંથી છોડવામાં આવ્યો હતો. સગીર આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ગુના સમયે સગીર હતો તે અપરાધી હવે વયસ્ક થઈ ગયો છે, વયસ્ક પરંતુ નિયમો અનુસાર તેણે પોતાની સજા પૂર્ણ કરી લીધી છે.

વીડિયો જુઓ 
First published: March 19, 2020, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading