Home /News /national-international /હવન-પૂજા સાથે 28મી મેએ દેશને મળશે નવું સંસદ ભવન; PM મોદી કરશે ઉદ્ધાટન, જાણો સમગ્ર કાર્યક્રમ

હવન-પૂજા સાથે 28મી મેએ દેશને મળશે નવું સંસદ ભવન; PM મોદી કરશે ઉદ્ધાટન, જાણો સમગ્ર કાર્યક્રમ

new parliament building inauguration

નવા સંસદ ભવનના ઉદ્ધાટનની સાથે વધુ એક ઐતિહાસિક કામ થવા જઈ રહ્યું છે. ભારતની સ્વતંત્રતાનું પ્રતીક સેંગોલ પણ આ દિવસે સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે.

New Parliament Building Inauguration: 28 મે, 2023 આ એ તારીખ છે, જે દેશના ઈતિહાસમાં હંમેશા માટે અમર થવાનો છે. ભારતની રાજકીય ઘટનાઓનો જ્યારે જ્યારે ઉલ્લેખ થશે, ઈતિહાસ લખનારા તેને આ તારીખનો ઉલ્લેખ ચોક્કસથી કરશે. હકીકતમાં જોઈએ તો, 28 મેના રોજ દેશને નવું સંસદ ભવન મળવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે, જે બાદ ભારતીય લોકતંત્ર માટે તમામ નવા કાયદા આ સંસદ ભવનમાં બનશે.

નવા સંસદ ભવનના ઉદ્ધાટનની સાથે વધુ એક ઐતિહાસિક કામ થવા જઈ રહ્યું છે. ભારતની સ્વતંત્રતાનું પ્રતીક સેંગોલ પણ આ દિવસે સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. આ એ જ સેંગોલ છે, જેને સ્વતંત્રતાનું પ્રતીક તરીકે પંડિત જવાહર લાલ નહેરુએ બ્રિટિશ સરકાર પાસેથી લીધું હતું. અત્યાર સુધીમાં આ સેંગોલ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું હતું. પણ હવે તેને લોકસભા સ્પીકરની ખુરશીની બાજૂમાં લગાવવામાં આવશે.

આ પણ વાંચો: PHOTOS: આ છે દુનિયાના સૌથી સુંદર સંસદ ભવન, ડિઝાઈન અને સુરક્ષા જોઈ દંગ રહી જશો

સવારે 7.30 કલાકે થશે હવન અને પૂજા


નવા સંસદ ભવનના ઉદ્ધાટન પહેલા 28 મેના રોજ નવા સંસદ ભવનમાં હવન-પૂજા થશે. તેની તરત જ સેંગોલને લોકસભા સ્પીકરની ખુરશીની બાજૂમાં સ્થાપિત કરવામાં આવશે. ત્યાર બાદ સર્વધર્મ સમભાવ પૂજા કરવામાં આવશે. જેમાં તમામ ધર્મોનો ધર્મોચાર્ય હાજર રહેશે.

સિક્કો અને સ્ટેમ્પ જાહેર કરશે


નવી સંસદ ભવનના ઉદ્ધાટનને લઈને કેન્દ્ર સરકાર તરફથી ખાસ તૈયારીઓ કરી છે. જાણકારી અનુસાર, નવી સંસદ ભવનના ઉદ્ધાટન સાથે જ એક સિક્કો અને સ્ટેમ્પ પણ જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ બે ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ થશે.

સૌથી અંતિમ પીએમ મોદીનું ભાષણ


સંસદ ભવનના ઉદ્ધાટન સમારંભમાં રાજ્યસભાના ઉપસભાપતિ પણ હાજર રહેશે. તેઓ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો સંદેશ વાંચશે. ત્યાર બાદ લોકસભા સ્પીકરનું સંબોધન થશે. સૌથી અંતિમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે.
First published:

Tags: Parliament, પીએમ મોદી