Home /News /national-international /ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ: New Pamban Bridgeનું 84% કામકાજ પૂર્ણ, તસવીરો વાયરલ
ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ: New Pamban Bridgeનું 84% કામકાજ પૂર્ણ, તસવીરો વાયરલ
ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ New Pamban Bridge
New Pamban Bridge: પમ્બન ટાપુના પવિત્ર રામેશ્વરમને મુખ્ય ભૂમિ ભારત સાથે જોડતા ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ - ન્યૂ પમ્બન બ્રિજ(New Pamban Bridge) નું 84 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
રામેશ્વરમ: ભારતના ટ્રાન્સપોર્ટેશનનો આધારસ્તંભ ગણાતા ઈન્ડિયન રેલવે હવે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસના નવા આયામ સર કરી રહ્યું છે. રોડ-રસ્તાની સાથે ભારત હવે રેલવે ક્ષેત્રે પણ હરણફાળ ગતિ ભરી રહ્યું છે. તેનો ઉત્તમ નમૂનો પમ્બન ટાપુ પર બની રહેલ એક રેલ્વે બ્રિજ છે. આ બ્રિજની ખાસિયત એ છે કે આ દેશનો પ્રથન વર્ટિકલ બ્રિજ છે.
આ બ્રિજનું કામકાજ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. ભારતના એક ઉત્તમ ઈન્ફ્રા નમૂના તરીકે આ બ્રિજને જોવામાં આવે છે. ભારતીય રેલ્વેએ ગુરુવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે પમ્બન ટાપુના પવિત્ર રામેશ્વરમને મુખ્ય ભૂમિ ભારત સાથે જોડતા ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ - ન્યૂ પમ્બન બ્રિજ(New Pamban Bridge) નું 84 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
રેલવેએ નિવેદનમાં ઉમેર્યું હતું કે “હાલ ટ્રેક નાંખવાનું કામ ચાલુ છે અને વર્ટિકલ લિફ્ટ સ્પાન ગર્ડરનું ફેબ્રિકેશન કામ પૂર્ણ થવાને આરે છે. પુલના રામેશ્વરમ છેડે વર્ટિકલ લિફ્ટ સ્પાન માટે એસેમ્બલિંગ પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે.”
ભારતના આઈકોનિક ન્યૂ પમ્બન બ્રિજ વિશે જાણવા જેવી બાબતો :
1. આ પુલ આઇકોનિક પમ્બન બ્રિજનું રિપ્લેસમેન્ટ હશે. ભારતનો પ્રથમ દરિયાઇ પુલ 1914માં ખુલ્યો હતો.
2. પુલની કુલ લંબાઈ 2.078 કિલો મીટર છે અને પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 279.63 કરોડ છે.
India’s 1st Vertical lift Railway Sea Bridge#NewPambanBridge
🔹84% work completed & track laying work is in progress
🔹Fabrication of Vertical Lift Span girder is nearing completion.
🔹Assembling platform for vertical lift span on Rameswaram end of the bridge is getting ready. pic.twitter.com/0Ze5C7PwBA
3. રેલ વિકાસ નિગમ લિમિટેડ અનુસાર બ્રિજ પર કામ ફેબ્રુઆરી 2020માં શરૂ થયું હતું અને ગત વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ હતો, પરંતુ કોરોના મહામારીના કારણે આ કામ અટવાયું હતું અને વિલંબ થયો છે. નવા બ્રિજની ખાસિયત તેનો 72-મીટર-લંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જેને 17 મીટર સુધી ઉંચો કરીને વહાણો તેની નીચેથી પસાર થઈ શકે તેવો બનાવાયો છે.
4. જ્યારે વર્તમાન બ્રિજમાં 'Scherzer' રોલિંગ લિફ્ટ ટેક્નોલોજી છે, જેમાં બ્રિજ હોરિઝોન્ટલી ખુલે છે. જહાજોને ત્યાંથી પસાર થવા માટે નવો બ્રિજ ડેકની સમાંતર બાકી રહીને ઊભી રીતે ઉપરની તરફ ખુલશે. બ્રિજના દરેક છેડે સેન્સરનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
5. નવો પુલ ટ્રેનોને વધુ ઝડપે ચલાવવામાં વધુ વજન વહન કરવામાં અને રામેશ્વરમ અને ધનુષકોડી મંદિરો સુધી ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો આપવામાં મદદ કરશે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર