ઇજિપ્તનાં એક શહેરમાથી 2000 વર્ષ જૂનાં ‘મમી’નાં એવશેષો મળ્યાં

News18 Gujarati
Updated: April 26, 2019, 10:49 AM IST
ઇજિપ્તનાં એક શહેરમાથી 2000 વર્ષ જૂનાં ‘મમી’નાં એવશેષો મળ્યાં
મમીનાં અવશેષો

ઇજિપ્તનાં પિરામીડો જગતભરમાં જાણીતા છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

  • Share this:
ઇજિપ્ત: પુરાતત્વશાસ્ત્રીઓને ઇજિપ્તનાં અસવાન શહેરમાંથી ખોદકામ દરમિયાન 2000 વર્ષ પૂર્વનાં મકબરામાંથી મમી (માનવ અવશેષો) મળી આવ્યા છે.

ઇજિપ્ત સરકારનાં પુરાતત્વ ખાતાનાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, જે મકબરામાંથી માનવ અવશેષો મળ્યાં છે તે ગ્રેકો-રોમન સમયની છે જે ઇસવીસન પૂર્વની 332મી સદીમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટનાં સમયથી શરૂ થઇ હતી.

આ જગ્યા આગાખાન મ્યુઝિયમ પાસે આવેલી છે. આગા ખાને ભારતમાં મુસ્લિમોનાં અધિકારો વિશે માગણી કરી હતી અને 1957માં તેમનું મૃત્યુ થયું હતું.

પુરાતત્વવિદોને આ ખોદકામ દરમિયાન વિવિધ પ્રકાશનાં અવશેષો અને વસ્તુઓ મળી આવી છે.

ઇજિપ્તનાં પિરામીડો જગતભરમાં જાણીતા છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઇજિપ્ત સમયાંતરે આ પ્રકારની નવી શોધો વિશે જાહેરાત કરે છે અને વિશ્વભરનાં પ્રવાસીઓમાં ઉત્સુક્તા પ્રેરે છે.

2011નાં વર્ષમાં ઇજિપ્તમાં તે સમયનાં શાસક હોસ્ની મુબારક સામે બળવો થયો હતો અને સમગ્ર દેશમાં અંધાધૂતી ફેલાઇ હતી. પ્રવાસન વિભાગને મોટી અસર થઇ હતી.
First published: April 26, 2019, 10:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading