કેબ ડ્રાઈવર પાસે કોન્ડોમ ન હતો, તો આપવામાં આવ્યો મેમો, વાંચો - કેમ રાખવો જરૂરી

કેબ ડ્રાઈવર પાસે કોન્ડોમ ન હતો, તો આપવામાં આવ્યો મેમો, વાંચો - કેમ રાખવો જરૂરી
કેબ ડ્રાઈવર પાસે કોન્ડોમ ન હતો, તો આપવામાં આવ્યું ચલણ

ડ્રાઈવર પાસે તમામ પ્રકારના કાગળ હતા પરંતુ હવે તેનું ફર્સ્ટ એડ બોક્સ દેખવામાં આવ્યું તો, તેમાં કોન્ડોમ ન હતો. આ વાત પર ટ્રાફિક પોલીસે ડ્રાઈવરનું ચલણ ફાડ્યું

 • Share this:
  નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ભારે ભરખમ દંડના મામલા સામે આવી રહ્યા છે. જોકે, કેટલાક એવા અજબ-ગજબ મામલા સામે આવી રહ્યા છે જે સોશિયલ મીડિયામાં ખુબ છવાયા છે. હમણાં જ એક તાજો મામલો દિલ્હીના એક કેબ ડ્રાઈવરનો સામે આવ્યો છે, જેનુ કોન્ડોમ ન રાખવા બદલ મેમો આપવામાં આવ્યો છે.

  ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના સમાચાર અનુસાર, હાલમાં જ એક કેબ ડ્રાઈવરને એટલા માટે મેમો આપવામાં આવ્યો કારણ કે, તેણે કેબમાં રાખેલા ફર્સ્ટ એડ બોક્સમાં કોન્ડોમ રાખ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, ફર્સ્ટ એડ બોક્સમાં કોન્ડોમ રાખવાને લઈ કોઈ નિયમ નથી, પરંતુ કેબ ડ્રાઈવરનું માનવું છે કે, મેમાથી બચવા માટે કોન્ડોમ રાખવો ફરજિયાત છે.  શું છે પૂરો મામલો
  સમાચાર અનુસાર, દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર ધર્મેન્દ્રને બે દિવસ પહેલા એક ટ્રાફિક પોલિસકર્મીએ રોક્યો હતો. તેની પાસે તમામ પ્રકારના કાગળ હતા પરંતુ હવે તેનું ફર્સ્ટ એડ બોક્સ દેખવામાં આવ્યું તો, તેમાં કોન્ડોમ ન હતો. આ વાત પર ટ્રાફિક પોલીસે ડ્રાઈવરને મેમો આપ્યો. બતાવવામાં આવે છે કે, તેને જ્યારે મેમાની રશીદ મળી તો, તેમાં કોન્ડોમનો ઉલ્લેખ ન કરતા ઓવર સ્પીડ લખવામાં આવ્યું.

  દિલ્હીના સર્વોદય ડ્રાઈવર એસોસિએસનના અધ્યક્ષ કમલજીત ગિલે જણાવ્યું કે, સાર્વજનિક વાહનો માટે વાહનમાં ત્રણ કોન્ડોમ રાખવા જરૂરી છે. જોકે, મોટાભાગના કેબ ડ્રાઈવરને આ વતની ખબર નથી કે તેમણે કોન્ડોમ કેમ રાખવા જરૂરી છે. કમલજીત ગિલે જણાવ્યું કે, આનો ઉપયોગ ઈજા થાય ત્યારે કરવામાં આવે છે. કોન્ડોમ કોઈ પણ સમયે દુર્ઘટનામાં લોહીનો પ્રવાહ રોકવા માટે મદદગાર સાબિત થાય છે.

  કેમ જરૂરી છે કોન્ડોમ?
  દિલ્હીના સર્વોદય ડ્રાઈવર એસોસિએશનના અધ્યક્ષ કમલજીત ગિલે જણાવ્યું કે, કોઈ પણ પ્રકારની દુર્ઘટના થવા પર, હાડકામાં ઈજા પહોંચવા પર અથવા કોઈ પમ પ્રકારનો કાપો પડવા પર કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવી શકે છે. કહેવામાં આવે છે કે, ઈજા થાય ત્યારે લોહી વહે છે ત્યારે તે કોન્ડોમ દ્વારા રોકી શકાય છે. આજ રીતે ફ્રેક્ચર થવા પર પણ તે જગ્યા પર કોન્ડોમ બાંધી હોસ્પિટલ સુધી પહોંચી શકાય છે.

  કાયદામાં કોન્ડોમ રાખવાનો કોઈ ઉલ્લેખ નથી
  ટ્રાફિક પોલીસ અનુસાર, આ પ્રકારનો કોઈ નિયમ નથી બન્યો. ફિટનેસ ટેસ્ટ દરમિયાન પણ આ પ્રકારના મામલાની કોઈ તપાસ કરવામાં નથી આવતી. પોલીસે ત્યાં સુધી કહ્યું કે, જો કોન્ડોમ ન રાખવા પર કોઈ કેબ ડ્રાઈવરને મેમો આપવામાં આવ્યો હોય તો, તેની ફરિયાદ ઓથોરિટીને કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે, દિલ્હી મોટર વ્હીકલ એક્ટ-1993 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ, 1989માં પણ તેનો કોઈ ઉલ્લેખ નથી.
  First published:September 20, 2019, 18:06 pm

  टॉप स्टोरीज