બદલાઈ જશે પ્રવાસી શ્રમિકોની પરિભાષા, નવા કાયદા બાદ મળશે એક વાર ઘરે જવાનું ભાડું

News18 Gujarati
Updated: May 28, 2020, 8:30 AM IST
બદલાઈ જશે પ્રવાસી શ્રમિકોની પરિભાષા, નવા કાયદા બાદ મળશે એક વાર ઘરે જવાનું ભાડું
(પ્રતીકાત્મક તસવીર)

શ્રમિકોને સમગ્ર દેશમાં પોર્ટિબિલિટીનો લાભ મળશે અને દર વર્ષે એક વાર ઘરે જવાનું ભાડું આપવામાં આવશે

  • Share this:
નવી દિલ્હીઃ હાલના પ્રવાસી સંકટ (Migrant Workers)થી શીખતાં સરકાર 41 વર્ષ બાદ પ્રવાસી શ્રમિકોને ફરીથી પરિભાષિત કરવા જઈ રહી છે. પ્રવાસી શ્રમિકોને કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય લાભ પહોંચાડવા માટે કેન્દ્ર આ વર્ષના અંત સુધી એક કાયદો બનાવી રહ્યું છે. લૉકડાઉન દરમિયાન અનૌપચારિક અને ઔપચારિક અર્થવ્યવસ્થામાં લાખો શ્રમિકોના મોટાપાયે પ્રવાસ બાદ સામાજિક સુરક્ષા પર અપડેટેડ કાયદા હેઠળ પ્રસ્તાવિત છે, જે શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં લઈને જશે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે પુષ્ટિ કરી કે કાયદાનું માળખું મજબૂત કરવામાં આવી રહ્યું છે. બીજૂ જનતા દળના સાંસદ ભર્તૃહરિ મહતાબની અધ્યક્ષતા વાળી સંસદની સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવેલી પ્રસ્તાવિત યોજનાની કેટલીક જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

સરકારના નવા પગલાઓને અગત્યના માનવામાં આવી રહ્યા છે કારણ કે વર્તમાન કાયદાનું માળખું અપર્યાપ્ત છે. પ્રવાસીઓના પલાયથી સામે આવ્યું કે તેમના રોજગારના રેકોર્ડ પણ નથી. જેણે સરકારને કાયદામાં ફેરફાર માટે પ્રેરિત કરી. અંતર-રાજ્ય પ્રવાસી શ્રમિક અધિનિયમ, 1979 પાંચ કે અધિક અંતર-રાજ્ય પ્રવાસી શ્રમિકોની સાથે પ્રતિષ્ઠાનો પર અને તેમની ભરતીમાં સામેલ ઠેકેદારો માટે લાગુ થાય છે. એક અધિકારીએ કહ્યું કે, તો અર્થ હશે કે મોટાભાગના પ્રવાસી શ્રમિક આજે કાયદાના દાયરાથી બહાર આવશે.

દર વર્ષે એક વાર ઘરે જવાનું ભાડું

પ્રસ્તાવિત કાયદાનું માળખું વ્યક્તિગત પ્રવાસી શ્રમિકો પર લાગુ થશે જે ડોમેસ્ટિક માળખાની સાથે એક નિયત રકમ કમાય છે. જ્યારે ઉચ્ચતમ મજૂરીને એક કાર્યકારી આદેશના માધ્યમથી પરિભાષિત કરવામાં આવશે.

આ પણ વાંચો, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર, હવે PM Caresમાં પણ આપી શકાશે CSR ફંડ 

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર સૂત્રોએ જણાવ્યું કે આ શ્રમિકોને સમગ્ર દેશમાં પોર્ટિબિલિટીનો લાભ મળશે અને દર વર્ષે એક વાર ઘરે જવાનું ભાડું આપવામાં આવશે.

આ પણ વાંચો, કોરોના મહામારીનો એક બીજાને સાથ આપી આવી રીતે કરો સામનો

નવા કાયદા દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને એક અસંગઠિત શ્રમિક ઓળખ સંખ્યા (યૂ-વિન) ફાળવણી કરવામાં આવશે જે વર્ષ 2008માં એક કાયદાના માધ્યમથી નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ તેમાં ખૂબ વધુ પ્રગતિ નથી થઈ. કેન્દ્ર હવે શ્રમિકો માટે સામાજિક સુરક્ષા લાભ, જેમ કે પેન્શન અને સ્વાસ્થ્ય સેવામાં રજિસ્ટ્રેશન કરીને તેને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં એક આધાર-લિંક્ડ રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવાનો પ્રસ્તાવ છે. જેમ કે કેન્ર્ અને રાજ્યો દ્વારા એક્સેસ કરવામાં આવી શકે છે, જે બાદમાં સરકારને ઘણી મદદ કરશે.

આ પણ વાંચો, મોદી સરકાર આપી રહી છે એક લાખ રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે આ કામ

Coronavirus કેવી રીતે બદલી શકે છે આપનું જીવન? આ સર્વેમાં લો હિસ્સો

 
First published: May 28, 2020, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading