આઇસલેન્ડમાં ફાટેલા જ્વાળામુખીમાંથી ફરીથી નીકળવા લાગ્યો લાવા, જુઓ વીડિયો

આઇસલેન્ડમાં ફાટેલા જ્વાળામુખીમાંથી ફરીથી નીકળવા લાગ્યો લાવા, જુઓ વીડિયો
આઇસલેન્ડમાં ફાટેલા જ્વાળામુખીમાંથી ફરીથી નીકળવા લાગ્યો લાવા

લાવાને વહેતો જોતા લાગે છે કે 200 મીટર પહોળી આગની નદી વહી રહી છે

  • Share this:
રેક્યાવીક : આઇસલેન્ડ પર બે અઠવાડિયા પહેલા જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો અને લાવા નીકળવા લાગ્યો હતો. ત્યારે હવે અહીંથી એક કિલોમીટર દૂર ફરીથી લાવા નીકળવાનો શરુ થયો છે. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે. લાવાને વહેતો જોતા લાગે છે કે 200 મીટર પહોળી આગની નદી વહી રહી છે. આઇસલેન્ડ મેટ્રોલોજીકલ ઓફિસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ દિવસે 12 વાગ્યે થયો હતો.

વહેતા લાવાની આ નદીને ટીવી પર લાઈવ પ્રસારણ બતાવાઈ રહ્યું છે. જેમાં જોઈએ શકાય છે જે વિસ્ફોટના કારણે ચારેય તરફ ધુમાડો પ્રસરાઈ ગયો છે. વિસ્ફોટ થયા બાદ આ લાવા મેરારડાલી નામની ઘાટીમાં જઈ રહ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે, શરૂઆતમાં આ લાવા 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધી રહ્યો હતો. પરંતુ હવે તેની ઝડપમાં ઘટાડો નોંધાયો છે.આ પણ વાંચો - અમદાવાદ : 18 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત - લોહીથી લખ્યું- I LOVE YOU નિખિલ, બહુ સપના જોયા પણ અધૂરા રહી ગયા

લાવા નીકળવાના કારણે આસપાસના ઘરોને ખાલી કરાવાયા છે. પર્યટકો 19 માર્ચથી જ આ સ્થળે લાવાને જોવા માટે આવી રહ્યા છે. એક્સપર્ટની માનીએ તો આ લાવા આગામી થોડા જ અઠવાડિયા સુધી દેખાઈ શકે છે. આ સ્થળ આઈસલૅન્ડની રાજધાની રેકયાવીકથી લગભગ 40 કિમી દૂર આવેલ છે.800 વર્ષ બાદ થયો વિસ્ફોટ

આ જ્વાળામુખી ફગરાડલ્સના પહાડો પર આવેલો છે, જે છેલ્લા 800 વર્ષથી નહોતો ફૂટ્યો. પરંતુ તાજેતરમાં જ અહીં ભૂકંપ આવ્યો હતો. જેના કારણે જ્વાળામુખી ફૂટશે તેવી આગાહી કરવામાં આવી હતી. શરૂઆતના ફુટેજમાં આ વિસ્ફોટ નાનો લાગતો હતો, પરંતુ આ વિસ્ફોટથી નીકળતા લાવાની ચમક 32 કિમી દૂરથી જોઈ શકાતી હતી.
Published by:News18 Gujarati
First published:April 06, 2021, 17:47 pm

ટૉપ ન્યૂઝ